STORYMIRROR

Hussain Ismail Khatri

Children Drama

3  

Hussain Ismail Khatri

Children Drama

બાળ એને તોય પ્યારો

બાળ એને તોય પ્યારો

1 min
10.4K


હઠ કરીને રંજાડતો, બાળ એને તોય પ્યારો,

આમ નાકે દમ લાવતો, બાળ એને તોય પ્યારો,


ફુલ નાજુક નિરખી, અંતરે આનંદ માણે,

પજવણીથી ના થાકતો, બાળ એને તોય પ્યારો,


ગાઈને હાલરડાં વળે, નીંદ આંખોમાં પરોવે,

ઊંઘ એની એ ખાળતો, બાળ એને તોય પ્યારો,


આંખ એની ખુલી જતાં માત ખોળો ખુંદતો'તો,

નાનકો નટખટ લાગતો, બાળ એને તોય પ્યારો,


આવડે કયાંથી બેસતાં, ઊઠતાં કે બોલતાં જયાં?

મૂત્ર-મેલો પકડાવતો, બાળ એને તોય પ્યારો,


ચાહ-લોહી બોલે ક઼઼મર, સેતુ આ પથ જોડનારો,

પીડતો ને ભીંજાવતો, બાળ એને તોય પ્યારો.


Rate this content
Log in

More gujarati poem from Hussain Ismail Khatri

Similar gujarati poem from Children