અવર્ણનીય
અવર્ણનીય
જોયા છે જયારથી તમને
લાગો છો અવર્ણનીય...
ચાલવાની ઝલક તમારી
બન્યો છું પાગલ
લાગો છો અવર્ણનીય...
બોલવાની છટા તમારી ને
અવાજ કોકિલ કંઠનો
લાગો છો અવર્ણનીય....
રૂપ છે ઝાકઝમાળ તમારું ને
સ્મિત છે નિરાળું
લાગો છો અવર્ણનીય...
બસ જોયા જ કરું તમને ને
ભાન ભૂલી જાઉં દુનિયાનું
લાગો છો અવર્ણનીય....
હવે નથી રહેવાતું કે સહેવાતું
જોયા વિના કે મળ્યા વિના
લાગો છો અવર્ણનીય....
છો લાખોમાં એક તમે
કેમ વિસરું રૂપ, કંઠ, ચાલને સ્મિત તમારું
લાગો છો અવર્ણનીય.

