STORYMIRROR

Chaitanya Joshi

Classics Inspirational Thriller

3  

Chaitanya Joshi

Classics Inspirational Thriller

અટલજી તમારી.

અટલજી તમારી.

1 min
14.4K


યુગયુગ સુધી યાદ રહેશે અટલજી તમારી,

કવિતા માનસપુત્રી વહેશે અટલજી તમારી,


પ્રબળ મનોબળને પ્રમાણિકતાનાં પ્રહરી,

ગાથા ખુદ ઈતિહાસ કહેશે અટલજી તમારી,


કવિહૃદયી દેશપ્રેમી દેશદાઝ જેનાં રકતમાં,

ઇજ્જત અમર સદા દેશે અટલજી તમારી,


નહિ ભૂલે ભારત કદીએ યશગાથા આપની,

જીત કારગીલની સ્મરશે અટલજી તમારી,


પડી છે ખોટ આજે મા ભારતીને સપૂતની,

સરાહના ખુદ ઇશમુખે થશે અટલજી તમારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics