અસ્તિત્વહીન
અસ્તિત્વહીન
સૂર્ય સામે વાદળો ઢંકાય કે વીજળીઓ ચમકાય,
પવન ફૂંકાય ત્યારે હવામાં બધું જ ઊડી જાય,
સૂર્ય અડીખમ રહે અને વાદળો વરસી જાય,
સૂર્ય સાંજે અસ્ત થઈ જાય અને વાદળો રહી જાય,
નિશા આવે ને સૂર્ય વાદળો અસ્તિત્વહીન થઈ જાય,
નજરોની સામે ફક્ત અમાપ આકાશ ટકી જાય,
દિલનાં ખાલીપામાં વાદળો સૂર્ય સમાન તરસી જાય,
એક સાથ પામવા હાથ જ્યારે અવકાશ બની જાય.

