અષાઢી બીજ
અષાઢી બીજ
હવે તો મેઘ તું વરસ અષાઢીબીજ આવી,
સંઘરેલું નીર તું ખરચ અષાઢીબીજ આવી,
રાહ જોવાનીય કોઈ હદ હોય છે પર્જન્ય,
આવીને નવલાં સરજ અષાઢીબીજ આવી,
ધરા તારા વિયોગે સાવ રહી છે સૂકાઈને,
તું સમજ તારી ફરજ અષાઢીબીજ આવી,
ભૂમિપુત્રોની દશા જરાક તો જો વિચારી,
થૈજા ગાજવીજ સજ્જ અષાઢીબીજ આવી,
તું દાતા તોય આજે કૃપણ થૈને શું વરતે?
ગરજ જાણે કે સાવજ અષાઢીબીજ આવી.
કરી દે જળબંબાકાર અવનીને વરસીને,
આટલું તો હવે સમજ અષાઢીબીજ આવી.
