અનુભૂતિ
અનુભૂતિ
મનનાં છાના ખૂણે ઉપસી આવ્યું અંતરંગ દ્ર્શ્ય,
આભાસ થયો મનમાં, દિલમાં વહી ખુશીઓની સરિતા,
પ્રતિબિંબ કંઈ અરીસામાં જ એકલા જોઈ નાં શકાય,
બંધ આંખે પણ પ્રેમની અનુભતિનો અહેસાસ કરી શકાય,
સ્પર્શની જ લાગણીઓ હોય એવું નાં બની શકે,
પ્રેમની દુનિયામાં માણો ત્યાં લાગણીઓની અનુભૂતિ હોય,
હાસ્યથી ઉભરતા હરખના આંસુનું મિલન હોઠો સુધીનું,
અદ્ભુત ક્ષણો સર્જાય જ્યારે હોય દિલ અંદરથી ઊછળતું.

