અનોખો કિરદાર
અનોખો કિરદાર


એક શમણું જિંદગીનું અદકેરું,
બહું થયું હવે ચોતરફ ધીંગાણું,
દિવસો વધશે ને ટુંકું થશે આયુ,
બસ મીઠી યાદોને દિલમાં સંઘરી,
નવાં વર્ષનું આગમન કરૂં હુંફાળું,
સાથ હશે જુનાં વર્ષનું સંભારણું !
જેમ અમાસે પૂર્ણ થશે વરસનું,
એ દીપાવલી કહેવાતું નજરાણું,
આદ્યા દિને નવું વરસને વધાવું,
બહું ખાટીમીઠી યાદોને સંકોરી,
હારજીતનાં ક્રમને મેં અપનાવીને,
સાથ હશે જુનાં વર્ષનું સંભારણું !
કડવાં અનુભવો ભૂલવા ઈચ્છું,
જુની ભૂલોથી કંઈ નવું શીખું,
મકસદને બનાવવો છે મુકામ,
આ દુનિયાનો અનોખો કિરદાર,
પૂર્ણ કર્યાં ઓગણીસનાં એ દિનો,
સાથ હશે જુનાં વર્ષનું સંભારણું !