અમે દોસ્ત કહેવાતા હતા.
અમે દોસ્ત કહેવાતા હતા.
દોસ્તી વિષે તો શું કહેવું, આજ સંબંધ ખાસ હતો,
કેમ કે બસ આજ હતો જે મારા દિલની સૌથી નજીક હતો.
અમે દોસ્ત કહેવાતા હતા,
નાનપણમાં એક જ શાળામાં ભણતા હતા.
હું કયારેક એની પેન્સિલ ચોરી કરતો હતો
અને એ પણ મારા રબર પર પોતાનો હક જમાવતો હતો.
અમે બંને એક જ ટિફિનમાં જમવાનું જમતા હતા,
એકબીજાની પોકેટ મનીને ઉડાયા કરતા હતા..
કંઈક આવી જ હતી અમારી યારી.
નાનપણમાં જ એટલા ખુશ હતા,
કોને કરવી હતી યુવાનીની ત્યારી..
પણ આ સમય રેતની જેમ નીકળી ગયો.
અને અમને એ લક્ષ્ય સુધી પહોંચાડતો ગયો..
જેને જોત જોતામાંજ અમે મોટા થઈ ગયા હતા.
કંઈક જવાબદારી ઉપાડવાને લાયક થઈ ગયા હતા..
એ આજે પણ મારો દોસ્ત કહેવાતો હતો..
હા દિલમાં મોટા થવાની ઈચ્છા હતી.
પરન્તુ દોસ્તીની પણ ચિંતા હતી.
અમે લડતા તો પણ ફરીથી પાછા ભેગા પણ થઈ જતા હતા,
એકબીજાની મુશ્કેલીને કીધા વગર જ જાણી લેતા હતા,
એ મારો સૌથી સારો દોસ્ત કહેવાતો હતો,
પણ આની પહેલા એ કોઈકનો પુત્ર તો કોઈક નો ભાઈ પણ હતો.
એ પાગલ પર ઘણી બધી જવાબદારી હતી
જેને એ નિભાવા પણ માંગતો નહતો.
કંઈક આવો પણ સંબંધ હતો.
પણ હવે અમારૂ મળવાનું પણ ઓછું થઇ ગયું હતું.
દોસ્તીની એ વાતો ક્યાંક ખોવાયી ગયી હતી,
તો પણ કયારેક ક્યારેક એકબીજા માટે સમય કાઢી લેતા હતા,
ફેસબુક કે વોટ્સએપ પર એકબીજા ની ડીપી મૂકી દેતા હતા,
એ મારો દોસ્ત કહેવાતો હતો.
પોતાના બધા જ ક્રશ વિશે સૌથી પહેલા મને જ બતાવ્યા કરતો હતો,
પોતાના પ્રેમપત્ર પણ મારી પાસે લખાવ્યા કરતો હતો,
હું પણ પોતાના દિલની બધી જ વાતો ખાલી એને જ કહેતો હતો,
અને જે વાતો કોઈને નાં કહેવાય એ વાતો પણ એની જ સામે કહેતો હતો,
એ મારો દોસ્ત કહેવાતો હતો,
પરન્તુ કદાચ
પરન્તુ કદાચ એ હવે મારો દોસ્ત નથી,
કેમ કે એ કોઈક બીજાનો પ્રેમી છે..
અને જેવી રીતે બધા જાણે છે કે..
વર્ષોથી ચાલતું આવે છે.
પ્રેમની આગળ દોસ્તી પારકી કહેવાય છે..
એ મારો દોસ્ત કહેવાતો હતો.
હવે મહિના ગુજરી ગયા છે, એના જોડે વાત કરે,
પોતાની વાત કીધે, અને એની વાત સાંભળે,
મસ્તી ના દિવસોમાં દોસ્તી ના સપના જોએ..
આ દોસ્તી કદાચ હોય જ છે આવી,
હંમેશા નમી જ જાય છે,
બધા સંબંધ ને આગળ રસ્તો આપી ને પોતે પાછળ પડી જાય છે..
જો જિંદગીના કીબોર્ડમાં કોઈ ડીલીટ બટન હોત,
તો હું આ બધી નારાજગી, ભૂલો સરળ રીતે કાઢી નાખત,
કદાચ ફરીથી દોસ્તીની એ વાતો પાછી આવતી,
અને આપણી દોસ્તી ના કિસ્સાની એક વાર્તા બની જતી.
એના વગર જિંદગી ગુજારવી એટલું સહેલું નથી એ મને ખબર હતી,
પણ આ દિલ અને મગજ ક્યાં જલ્દી માનતા હતા,
એ મારો દોસ્ત કહેવાતો હતો,
પરન્તુ એ હવે મારો દોસ્ત નહિ.
અને આ વાત નું દિલ અને મગજ ને પૂરો વિશ્વાસ આવી ગયો છે..
એમાં ના એનો વાંક હતો કે ના મારો વાંક.
તો કેમ જાણે ઓછી થઈ ગઈ અમારી દોસ્તી.
પણ જતા જતા તમે એક વાત જરૂર કહેવા માગીશ,
કિનારા પર સાગરમાં રહેલા ખજાના નથી આવતા,
ફરીથી જિંદગીમાં જુના દોસ્તો નથી આવતા,
જીવી લો આ પળ ને દોસ્તો સાથે,
ફરીથી પાછા દોસ્તી ના જમાના નથી આવતા,
ફરિથી પાછા દોસ્તી ના જમાના નથી આવતા..
