બસ આટલો જ મારો પ્રેમ
બસ આટલો જ મારો પ્રેમ
જયારે એ મને ઘરે મૂકી જવાનું કહે,
અને હું ભગવાનને પ્રાર્થના કરું કે,
આજે ભરચક ટ્રાફિક હોય,
બસ આટલો જ મારો પ્રેમ.
જયારે બીજા કોઈનું નામ પણ,
એના નામ જેવું જ હોય,
અને એ સાંભળી મારૂ મન વિચલિત થાય,
બસ આટલો જ મારો પ્રેમ.
જયારે એના દૂર થવાના વિચાર માત્રથી જ,
મારૂ હ્રદય ધબકવાનું ભૂલી જાય,
બસ આટલો જ મારો પ્રેમ.
જયારે મને એના હોઠ કરતા,
એના હાથની ચા વધારે મીઠી લાગે,
બસ આટલો જ મારો પ્રેમ.
એકલો હોવ ત્યારે પુરપાટ જતી મારી બાઈક,
એના હોવાને લીધે એકદમ ધીમી થઈ જાય,
બસ આટલો જ મારો પ્રેમ.

