STORYMIRROR

Archit Pathak

Inspirational Others

4  

Archit Pathak

Inspirational Others

અમારી આ જીંદગી ચાલી રહી છે

અમારી આ જીંદગી ચાલી રહી છે

1 min
27.4K


અધૂરપ ઓછપ ઉણપોની વચ્ચે

શ્વાસોની ગતિને થંભાવી થોડી

ચહેકતી મ્હેક્તી થરકતી મઝાની

અમારી આ જીંદગી ચાલી રહી છે


સમયના તમાચા ગાલે પડ્યા છે

ભૂલોની લાલપ ઉપસી છે સારી

રણકતી ટહુકતી ખનકતી મઝાની

અમારી આ જીંદગી ચાલી રહી છે


સંબંધોની સરકારો વહેવારો વટના

સાચવવી પડે છે આવી બેહાલી

કંકુના કજીયા કંકાસ સાથે

અમારી આ જીંદગી ચાલી રહી છે


શબ્દો પણ આજે મહેનતાણું માંગે

લખતા લાગણી ખર્ચી નાખું મારી

આલમની અવળચંડાઈ અર્ચિત કરીને

અમારી આ જીંદગી ચાલી રહી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational