અષાઢી અહાલેક
અષાઢી અહાલેક
વાદળની વિરાસત અષાઢે વર્ષે
વર્ષ આખું ચાલે એની રૂઢિ
માસ બે માસ શું ભીંજવો છો અમને
વરસો ને આખે આખી મૂડી
અમી છાંટણા નાખીને લલચાવો
ભીની કરો થોડી ભૂમિ
મઘમઘ સુગંધી મહેકી રહે છે
જાણે આકાશે ધરતી ને ચૂમી
ઘડીભર ચમકારા ઘડીભર ગગડાટ
વંટોળને કરી સંગાથ
અનરાધાર વળી કોક વાર વરસો જાણે
દાંતે હોઠો પર ભીડી છે બાથ
મૌનમાં રહેનારા એ રંગત શુ જાણે
મનની એ હાલત બિચારી
ભીંજાવું પડે છે અણધાર્યા દિવસે
બે હલકો આંખે પલકારી
કોક વાર વાદળને વરસતા જોતા
હાશ ગરમી જો હવે ચાલી
બે ત્રણ દિવસનો રાખીને સંગ
તડકો કરે છે કવ્વાલી
મીઠી યાદોનો માહોલ વરસાદી
મિજબાની કરે છે વ્હાલી
નસીબની બલિહારી લોકો વગોવે
તોય એને હાથ રાખ્યો છે ઝાલી
તાલ બેતાલ વરસીને જાણે
પીરસે સંગીત અનેરું
ઉપનામ બીજા જઈસુ ક્યાં શોધવા
એ છે ધરતીનું પ્રાણ પંખેરું
