STORYMIRROR

SHEFALI SHAH

Inspirational

3  

SHEFALI SHAH

Inspirational

અખંડ ભારત

અખંડ ભારત

1 min
556


વાદી હતી જે સ્વર્ગની એને આતંકી બનાવી હતી,

કાશ્મીરને અલગ કરવાની જોને કેવી નીતિ બનાવી હતી?


મા ભારતીના શિશને નમાવવાની રમત રમાડી હતી,

આસ્તિનના સાપ હતા એ લોકો જેણે ભીતિ બતાવી રીતિ બનાવી હતી.


ફરી કાશ્મીરને સ્વર્ગ બનાવવાની નેમ લેવામાં આવી હતી,

૫૬ની છાતીએ એને પૂરી કરી બતાવી હતી.


એક દેશ એક કાયદો સ્વપ્નદ્રષ્ટાની એજ વાત હતી,

સાથ મળ્યો એક પ્રતિભાનો ને સિદ્ધિ મેળવી બતાવી હતી.


ઝીલોના એ શહેરમાં હવે તિરંગાની શાન દેખાવાની હતી,

કાશ્મીરની ગલી ગલીમાં હવે અખંડ ભારતની આણ વર્તાવાની હતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational