STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

અજાણતાં

અજાણતાં

1 min
364

કારણ નથી છતાં મળી ચાલ્યો અજાણતાં,

છે લાગણી અહીં, કહીં તાવ્યો અજાણતાં. 


અફવા થકી ઘણીય વધી વાત વાતમાં, 

થાળે જ્યાં મામલો પડે આવ્યો અજાણતાં. 

 

વરસો સુધી અહીં સ્થિર ઉભી હતી રહીં, 

મળવા ગયો સહજ અને ફાવ્યો અજાણતાં.


સમજી જશે લખાણ થકી આસપાસનું, 

આંબો નથી કદીય ત્યાં વાવ્યો અજાણતાં. 


એને મુશીબતો ઘણી રસ્તે મળી ગઈ, 

સામે જઈ આવકારી ને લાવ્યો અજાણતાં. 


શોખીન, સ્વાદ તો રોજ નવો જોઈએ કહીં, 

કડવાશ સ્વાદ માણવા ચાવ્યો અજાણતાં.


સર્જન કદી વિચાર થકી આવતું નથી. 

કાજલ લખાય મનથી જ કાવ્યો અજાણતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance