STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

અદ્રિતીય મિલન

અદ્રિતીય મિલન

1 min
348

હ! 

નીકળી'તી,

રમતાં રમતાં 

તારી પાસે પહોંચવા

બાળકુંવારી.


ઈચ્છા ને સપનાને હૈયે સંઘરી

રસ્તો ઉબડ ખાબડ

વન-વગડો

ગામ -શહેર 

જોતી માણતી.

સૌની સાથે હળતી મળતી


અને

સર્વે આવકારી

રોકવા કોશિશ કરી

પણ..

મદમસ્ત પ્રિયતમને મળવા અધીરી

આવેગથી તારા તરફ ધસમસતી રહી


સફરના અનુભવો કડવાં મીઠાં.

શ્વેત શ્યામથી મેઘધનુષી

તારા સુધી પહોંચતા હાંફી ગઈ

ઋજુતા, પવિત્રતા 

સ્વભાવની મૃદુતા તાર તાર

કોરી ચુંદડી થઈ મેલી, 

ને હેવાનિયતના ધબ્બા

હાંફતી થાકતી ચૂર ચૂર થઈ પહોંચી


નજરથી તને નિરખતી

પણ

"હવે કેમ બાહો ફેલાઉં સાજણ?

અરે! તમે આમ મને શું જુઓ છો ?"


સાગરનાં ઘૂઘવતા મોજાં

ભરતીની પરાકાષ્ઠા એ પહોંચ્યા

ક્રોધ કે પ્રેમનો ઊભરો ?


એક અદ્રિતીય મિલન


Rate this content
Log in

Similar gujarati poem from Romance