STORYMIRROR

નૈઋતિ ઠાકર "નેહ"

Thriller

3  

નૈઋતિ ઠાકર "નેહ"

Thriller

અભિમન્યુ

અભિમન્યુ

1 min
277

ઇતિહાસ ક્યારેક એવા પણ ખેલ રચી જાય છે,

અર્જુનના હોવા છતાં ચક્રવ્યૂહમાં અભિમન્યુ જાય છે,


હોય છે ખબર કે પરિણામ શું થવાનું છે,

એક નાના બાળને ચક્રવ્યૂહમાં મોકલવા ધર્મરાજ પણ મજબૂર થાય છે,


કર્ણ, દ્રોણ, ક્રિપાચાર્ય જોઈ અચંબિત થઈ જાય છે,

અર્જુનનો અંશ એકલો કૌરવો પર ભારી થઈ જાય છે,


હરાવવા મધસુદન ભાણેજને મામા શકુની પણ અકળાય છે,

કદરહીન અધર્મીઓના હાથે મરવું પડે છે એક વીરને ત્યારે સુભદ્રાનો લાડકવાયો અમર થઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller