STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

અભાવમાં ભાવ

અભાવમાં ભાવ

1 min
27.2K


હવે તો તારા અભાવમાંય તારો જ ભાવ હોય છે

તન્હાઈમાં રૂહનો બસ આવો જ સ્વભાવ હોય છે


શ્વાસની સરગમમાં સાતે સૂર સ્નેહની સરવાણી

તારી ગૈરમૌજુદગી એક બેસુરો ઘાવ હોય છે


સુકાયા જળ જમના કેરા તારા ગયા પછી શ્યામ

કિનારો કાલિંદીનો પણ રણ જેવો સાવ હોય છે


મૃગજળ તો મૃગજળ પણ પ્રેમ થી પાઈ જા તું

મારી તરસની રમતનો કૈક આવોજ દાવ હોય છે


મારા અફસનામાં તું જાણે હવામાં તરતી સુગંધ

તું મુઠ્ઠીમાં ન પકડાય તોય મારી ક્યાં કોઈ રાવ હોય છે


ઝખ્મો ખીલી ગયા ને આ જો મહેકી ઉઠી તન્હાઈ

તડપ પણ આનંદ આપે એવો તો તારો શિરપાવ હોય છે


હવે "પરમ" આરઝુઓના પર્ણો ખર્યા વસંતમાં

ન પૂછ પાનખરે મુજ"પાગલ"નો શું હાલ હોય છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational