આવો તમે
આવો તમે


ન કેવળ શબ્દો લગી એના સાર સુધી આવો તમે,
ન કેવળ વિચાર લગી કે આચાર સુધી આવો તમે,
વાણીવિલાસની ભરમાર ના કશું આપી શકે કદી,
ન કેવળ ચક્કર લગી કે આધાર સુધી આવો તમે,
ટાપટીપ કે વસ્ત્રપરિધાને માણસ નથી દેખાવાનો,
ન કેવળ ઉધાર લગી કે ઉદ્ધાર સુધી આવો તમે,
છે કૈંક કરી છૂટવામાં સાફલ્ય મનુષ્ય અવતારનું,
ન કેવળ સિંગાર લગી પડકાર સુધી આવો તમે,
શબ્દોની સાઠમારી ઔપચારિકતા નિભાવનારી,
ન કેવળ ઉચ્ચાર લગી અણસાર સુધી આવો તમે.