STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

આવો રામ તમે

આવો રામ તમે

1 min
223

કલમ શબ્દ સહારે પોકારે આવો રામ તમે,

વિચારો અક્ષરો થઈ આકારે આવો રામ તમે,


મનમંદિરે થઈ આરતી ઘંટારવ મધુર ભાસે,

લઈને સીતા લક્ષ્મણને હારે આવો રામ તમે,


અંતરે પ્રગટ્યો ઉજાસ આતમનાં અજવાળાં,

પ્રકાશનિધિ હનુમંત સથવારે આવો રામ તમે,


આંસુના તોરણ નયનદ્વારને શોભાવી રહેતાં,

પુલકિત ગાત્રોના એ આધારે આવો રામ તમે,


બની ઝંખના બળવત્તરને શબ્દો શૂન્ય થનારા,

ગળગળા સાદના ઉચ્ચારે આવો રામ તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational