STORYMIRROR

Rahul Salunke

Abstract Romance Others

3  

Rahul Salunke

Abstract Romance Others

આવીશ તું

આવીશ તું

1 min
143

પ્રેમ હશે તો આવીશ તું,

મારા સ્વપ્નોને સજાવીશ તું,


જગતની નિંદા અવગણીને,

લાજ પ્રેમની રાખીશ તું,


મનમાં મારી ઉમંગ હશે,

તનમાં તારી તરંગ હશે,


આંખોમાં મારા સ્વપ્ન હશે તો,

રાતભર સ્વપ્નમાં જાગીશ તું,


મારા જીવનમાં આવીશ તું,

ફૂલોની સેજ સજાવીશ હું,


જીવન આખું મહેકી ઊઠશે,

પ્રેમની સુવાસ ફેલાવીશ તું,


લાગણીનાં ઘોડાપૂર હશે,

સ્વર્ગ આપણાંથી થોડે જ દૂર હશે,


મનની અગન શમી જશે,

હેતનો વરસાદ વરસાવીશ તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Rahul Salunke

Similar gujarati poem from Abstract