STORYMIRROR

Yashvant Thakkar

Inspirational

3  

Yashvant Thakkar

Inspirational

આનંદ

આનંદ

1 min
27.4K


તને આનંદ મળે તો લખ જરૂર લખ,

નજર સામે ભલે હો રણ જરૂર લખ.


કલમ ધરજે શુકન જોવા જતો ના,

ગમે તે દિન ગમે તે પળ જરૂર લખ.


પછીની વાત છે કે જગ હરખશે,

પ્રથમ પહેલું હરખશે મન જરૂર લખ.


જગત માંગી રહ્યું છે તો હિસાબ દે,

ભલે થાતા હિસાબ સરભર જરૂર લખ.


ઘણું મોં ફેરવ્યું કાગળ કલમથી,

હવે તું છોડ તારી રઢ જરૂર લખ.



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Yashvant Thakkar

Similar gujarati poem from Inspirational