STORYMIRROR

Yashvant Thakkar

Others

3  

Yashvant Thakkar

Others

ઇચ્છા

ઇચ્છા

1 min
13.2K


જાન લીલા તોરણે પાછી ફરે

એમ ઇચ્છા ક્યાં કદી મારી મરે.


એક મંઝિલ પામવાની વાત પર

એક હરણું કેટલું દોડ્યા કરે ?


કેટલાં પગલાં ભરું તારા તરફ ?

એક પગલું તું નહીં સામું ભરે ?


શું જણાવું ભીંતની હાલત વિષે ?

ભીંતને અડકું અને રંગો ખરે.


વેષપલટો વૃક્ષનો જાણ્યો હશે

એક ભૂખી ગાય કાં કાગળ ચરે ?


Rate this content
Log in