Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Yashvant Thakkar

Inspirational Others

3  

Yashvant Thakkar

Inspirational Others

શું શું જોઈએ બોલ ?

શું શું જોઈએ બોલ ?

1 min
13.7K


વાછટ જોઈએ ? વાદળ જોઈએ ? તડકો આગળ પાછળ જોઈએ ? શું શું જોઈએ બોલ.

સાગર જોઈએ ? છાલક જોઈએ? ઝરણું ખળખળ ખળખળ જોઈએ ? શું શું જોઈએ બોલ.


વગડો જોઈએ ? વાડી જોઈએ? નીચી નમતી ડાળી જોઈએ ? શું શું જોઈએ બોલ.

ડુંગર જોઈએ ? દેરી જોઈએ ? કેડી, પગથી, પાળી જોઈએ? શું શું જોઈએ બોલ.


ફૂલો જોઈએ ? ફોરમ જોઈએ ? રંગો ફર ફર ફરતા જોઈએ ? શું શું જોઈ બોલ.

પંખી જોઈએ ? ભમરા જોઈએ ? તમરાં તમ તમ કરતાં જોઈએ ? શું શું જોઈએ બોલ.


સપનું જોઈએ ? સાચું જોઈએ ? પરખાવું પગરવનું જોઈએ ? શું શું જોઈએ બોલ.

તાળી જોઈએ ? બંધન જોઈએ ? આલિંગન ભવભવનું જોઈએ ? શું શું જોઈએ બોલ.




Rate this content
Log in

Similar gujarati poem from Inspirational