STORYMIRROR

Yashvant Thakkar

Others

2  

Yashvant Thakkar

Others

હવે

હવે

1 min
2.4K


હવેલી હવાથી ભરી દ્યો હવે
બધાં દ્વાર ખુલ્લાં કરી દ્યો હવે.

નથી કોઈ પ્રેક્ષક સલામત રહ્યો
તમે ખેલ પૂરો કરી દ્યો હવે.

નથી ફૂલ પર એ નજર નાખતા
ભલે બાગ આખો ધરી દ્યો હવે.

છબી છેવટે તો છબી હોય છે
સદેહે અહીં હાજરી દ્યો હવે.

સમય ખોતરે છે સતત એટલે
ઈમારત વિષે ખાતરી દ્યો હવે.


Rate this content
Log in