આલિંગન
આલિંગન
તારું એ કુમળું કુમળું આલિંગન બધું જ કહી જાય છે,
નિઃસ્વાર્થ પ્રેમના ઝરણાં થકી વહાવી મને જાય છે.
તારું એ કુમળું...
મતલબી આ દુનિયાથી મને પરે લઇ જાય છે,
અને તારા એ નિર્દોષ જગતના સોનેરી તારલાઓ.
મારી આંખોમાં મઢી જાય છે.
તારું એ કુમળું...
નિર્દોષ સ્વપ્નો એ તારી આંખોના મને સાથે દોરી જાય છે,
વિશ્વાસભર્યા એ નયનો મને હરખાવિ જાય છે.
તારું કુમળું...
હક્ક કરીને તું આવે, મા કહીને બોલાવે,
એટલે મારી દુનિયા સંપૂર્ણ થાય છે.
તારું એ કુમળું...
