આદત
આદત
સવારમાં તારા મેસેજની રાહ જોવાની,
એક આદત બની ગઈ છે,
તારી સાથે વાતો કરતાં રહેવાની,
એક આદત બની ગઈ છે.
રોજ તારા નામની કવિતા લખવાની,
એક આદત બની ગઈ છે.
એક એક પંક્તિમાં તારું નામ લખવાની,
એક આદત બની ગઈ છે.
રોજ તારા નામની માળા જપવાની,
એક આદત બની ગઈ છે.
તને મળતી રહીશ તેવી આશાંની,
એક આદત બની ગઈ છે.

