આભડછેટ
આભડછેટ
મંદિર, મંદિર ગયો પણ,
આભડછેટ ગઈ નહીં,
ધાર્મિક ગુરૂ ઘણા કર્યા પણ,
આભડછેટ ગઈ નહીં,
પંથ, સંપ્રદાયમાં ગયો પણ,
આભડછેટ ગઈ નહીં,
શિક્ષણ સારું મેળવ્યું પણ,
આભડછેટ ગઈ નહીં,
ભણી-ગણીને સાહેબ થયો પણ,
આભડછેટ ગઈ નહીં,
આખડી ને માનતાઓ રાખી પણ,
આભડછેટ ગઈ નહીં,
જાત્રાઓ કરી થાકયા ચરણ પણ,
આભડછેટ ગઈ નહીં,
વેશ બદલ્યા, ડ્રેસ બદલ્યા, પણ
આભડછેટ ગઈ નહીં,
બોલ-ચાલ મનુવાદી કરી પણ,
આભડછેટ ગઈ નહીં,
દાન દક્ષિણા કર્યા અપરંપાર પણ,
આભડછેટ ગઈ નહીં,
સવાર-સાંજ માળા જપી પણ,
આભડછેટ ગઈ નહીં,
આહાર સુધાર્યા કર્યા સાત્વિક, પણ,
આભડછેટ ગઈ નહીં,
માંડવા, તાવા કર્યા, કર્યા હોમહાવન પણ
આભડછેટ ગઈ નહીં,
હિંદુ થાવા કાજે કર્યા ધૂપ પણ
આભડછેટ ગઈ નહીં,
હજારો વર્ષ કોશિશ કરી છૂટવા છતાં, તોય આભડછેટથી,
આજ સુધી ગઈ નહીં,
સમજ તું બાબાના વંશજ,
નીકળ આમાંથી બારો,
એ સિવાય નથી કોઈ તારનારો.
