STORYMIRROR

Joshi Hemangi

Abstract Inspirational Others

3  

Joshi Hemangi

Abstract Inspirational Others

આ કાનુડો

આ કાનુડો

1 min
295

 બનતી મા યશોદા તો અધીરો આ તોફાની કાનુડો,

પોતાના મુખમાં બ્રહ્માંડનાં દર્શન કરાવતો આ કાનુડો;


થઈ જાય તો સાવ ભોળો દયા ને મુખમાં જ બતાવતો આ કાનુડો,

રણ યુદ્ધમાં પરાક્રમ બતાવતો એ મીરાનો કાનુડો;


દૂધ, સાકર, ધીની સુવાસ કદી ના છોડે,

પોતે માખણ ચોરવામાં પહેલો એ યશોદાનો કાનુડો;


કરે છે ગોપીઓ ફરિયાદ મટકા ફોડવાની,

પરંતુ પોતાની લીલામાં કઈક સમજાવતો આ કાનુડો;


યુદ્ધનાં મેદાનમાં અર્જુન ને પાઠ પણ પાઠવે,

પોતે રણ છોડી ને ભગનાર આ કાનુડો.


Rate this content
Log in

More gujarati poem from Joshi Hemangi

Similar gujarati poem from Abstract