Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

4  

Pravina Avinash

Inspirational

એક ડગ ધરા પર પ્રકરણ ૨

એક ડગ ધરા પર પ્રકરણ ૨

9 mins
14.2K


ધરા પર આગમન - ૨

 

મારા આગમને મારી દાદીમાએ જલેબી વહેંચી. હું ખૂબ શુભ પગલાની ગણાઈ. સારા નસીબે, મામ્મી અને પપ્પા બંને ને જલેબી ખૂબ જ ભાવે છે. અમારામાં પહેલી પ્રસુતિ સાસરે જ થાય તેથી મમ્મી મારા દાદીના

રાજયમા સરસ મજાનું ખાવાનું પામતી. માના સ્તનને વળગી હું સંતોષ પૂર્વક અમીનું પાન કરતી. પ્રથમ

બાળક તરીકેના બધા લાડ પ્યાર અને કાળજી મને મળી.

સારા સંસ્કાર પામું તેથી મમ્મી દુધ પીવડાવતી વખતે ભજનની કસેટ સાંભળતી. હું ખુબ ભાગ્યશાળી હતી . મને આવું સુંદર કુટુંબ તથા આવા પ્યારા માતાપિતા મળ્યા.

મળવા આવનારની વાતો સાંભળવાની મને મઝા પડતી. એમ ન માનતા કે હમણાં જ ધરા પર ડગ માંડ્યું છે તેથી મને શું ખબર પડે. હા, હું માત્ર માતાનું દુધ પીંઉ છું. નથી બેસતી કે બોલતી કે ચાલતી. પણ ખાનગી વાત કહું છું મને સમજ બધી પડે છે. મારૂં નામ રાખ્યું "શાન". સગા વહાલાની વણઝાર ઉમટતી. જેને પહેલે ખોળે દીકરો જોઈતો હોય એવા મને જોઈને નિરાશ થતા. છતાં પણ મારા મુખારવિંદની નિર્દોષતા તેમના હૈયાને સ્પર્શી જતી. ઘરમા મળેલી અનોખી સરભરા મારા હૈયાને અડી હતી. મનમા સરજનહારનો આભાર માનતી કે માગ્યા વગર મને કેટલું બધું આપ્યું હતું.

યાદ હશે અભિમન્યુ માતાના ગર્ભમાં કોઠા જીતવા વિષેનું જ્ઞાન પામ્યો હતો. છેલ્લા કોઠા વખતે સુભદ્રાની આંખ મળી ગઈ હતી તેથી તેને કોઠો કેમ જીતવો તેનો ખ્યાલ ન હતો. દિવસે દિવસે મારી પ્રગતિ સુંદર રીતે થઈ રહી હતી. બેશક તેમાં ભાગ ભજવતો હતો, મારી માતાનો પ્યાર અને દાદીની ચીવટ પૂર્વકની કાળજી. સંસ્કારી હોવાને નાતે મારી માતા દાદીની રોકટોક મનમા ન લેતાં તેમા રહેલા પ્યાર ને પિછાનતી.

કહેવાય છે કે દીકરી દિવસે ન વધે તેના કરતા રાતે વધારે વધે.

મને લાગે છે આ ઉક્તિ મને બરાબર બંધ બેસતી હતી. જો કે મને સાપનો ભારો નહી પણ "લક્ષ્મી" માનવામા

આવી હતી. ખરેખર મારા પિતાની ચડતી મારા આગમનથી શરૂ થઈ હતી. પણ બધો જશ ખાટું એવી

સ્વાર્થી હું નથી. મારા દાદા દાદીના પ્રતાપે મારા પિતા સુંદર વિદ્યા વર્યા હતા. ભણતર અને વિદ્યાતો જીવનની મૂડી છે નહી કે લાખો રૂપિયા. માના દુધનો મધુરો સ્વાદ માણતી હું ક્યારે છ મહિનાની થઈ ગઈ

ખબર પણ ન પડી. સારી માવજત અને તંદુરસ્તીને કારણે હું રડતી ખૂબ ઓછું. હસમુખી કહીને પપ્પા મને

બોલવતાં. મમ્મી જ્યારે કામમાં હોય ત્યારે દાદાના ખોળામાં મને બહુ ગમતું. દાદી તો મને ઉંચકે ત્યારે ગીતડાં ગાતી હોય. ઘરમાં વર્ષો પછી ઘોડિયું બંધાયું હતું.

જોતજોતામાં બેસતા શિખી અને મને મમ્મીએ ધીરે ધીરે વાટકીથી દુધ પિવડાવવાનું શરું કર્યું. જેથી બાટલી ધોવાની જફામાંથી તેને છૂટકારો મળ્યો. રમકડાનો તો મારી ચારે બાજુ મેળો જામેલો હોય. રંગબેરંગી રમકડા મને ખૂબ આનંદ આપતા. હાથપગ ઉલાળી હું મારા આનંદની અભિવ્યક્તિ કરતી. ધીરે ધીરે દાંત આવ્યા અને પકડીને ચાલતી થઈ ગઈ.

મને ખીચડી અને શીરો ખૂબ ભાવતાં.મમ્મી તેની અંદર બધા શાક નાખીને સ્વાદિષ્ટ ખીચડી બનાવતી. દાદીના હાથનો શીરો તો સુગંધ આવેને હું હાથ ઉલાળવા મંડી પડતી.

મમ્મી સમજી જતી, 'કહે બહેન તું તો ખૂબ ઉતાવળી.'

'હા, તને ભાવે છે પણ જરા ઠરવા તો દે નહીતર તારું મોઢું દાઝી જશે.'

મોસંબીનો રસ તો હું ચપ ચપ પી જતી.

સહુથી વધારે ભાવે મને કેળું.મમ્મી તેમાં 'સિરિયલ' ઉમેરી એવું સ્વાદિષ્ટ બનેવે કે બસ શું કહેવું? ખબર પણ ન પડીને મારી વર્ષગાંઠ આવી ગઈ. ઘરમાં તો જાણે આનંદ અને ઉત્સવ હતો.

દાદા મારા માટે સુંદર સોનાની કંઠી લાવ્યા. પપ્પાએ મમ્મીને કાનમાં કાંઈ કીધું અને મમ્મી શરમાઈ ગઈ. મને ખબર ન પડી પણ લાગ્યું કે કશુંક મમ્મીને ગમતું જ કહ્યું હશે.શું કહ્યું કહું? પાપા મમ્મીને મારા માટે, નાના ભાઈલાની ભેટ આપવાના હતાં. બોલો મમ્મી શરમાઈ જ જાય ને ?

પહેલી વર્ષગાંઠ આવી અને ઘરમા સરસ મજાના ફુગ્ગા દ્વારા સજાવટ કરી. મારા માટે પરીનો સુંદર પોષાક આવ્યો. સફેદ મઝાના સેંડલ અને તેને અનુરૂપ માથાનું બક્કલ. બધાના આવતા પહેલાં મારા એકલીના અનેક ફોટા પાડ્યા. પછી મમ્મી સાથે, પપ્પા સાથે,દાદા, દાદી, નાના, નાની અને માસી સાથે ઢગલા બંધ ફોટા પાડ્યા.

રાતના સમયે જ્યારે આમંત્રિત મહેમાનો આવે ત્યારે હું થાકી ન જાઉં અને રડું નહીં એટલે મમ્મીએ મને સરસ જમાડીને પ્યારથી સુવડાવી દીધી. રાતના સમયે વારાફરતી બધાના હાથમાં જતી અને પ્યાર પામતી. દરેક જણ મને જુએ અને પહી કહે, 'ભગવાને શાનને ફુરસદે ઘડી છે." આમંત્રિત મહેમાનો આવ્યા. ખાવાપીવાની મઝા માણી. મારા માટે કેટલાં બધા રમકડા આવ્યા હતા. હણાતો મારી પાસે હતા પણ ખરાં.ઘરમાં

મેળો જામ્યો હતો. હું બધા પાસે પ્રેમથી જતી હતી.

રડવાનું તો નામ જ ન લેતી. પારટી લગભગ ત્રણ કલાક ચાલી હતી. હવે મને ભૂખ લાગી હતી.અને

ઉંઘ પણ આવતી હતી.મમ્મીએ મહેમાનોની રજા માંગી. મારા કપડાં બદલાવ્યા. દૂધ પિવડાવ્યું અને

બરાબર સુવડાવી દીધી. મમ્મી પાછી મહેમાનોની સરભરામાં ચાલી ગઈ.

ચાલો ત્યારે તમને આમંત્રણ મળ્યું હતું તેથી તમે આવ્યા, મને રમાડવાનો લહાવો લીધો. મને પણ ખૂબ આનંદ થયો. કેમ ન થાય? મારી તો પહેલી વર્ષગાંઠ હતી. હું તો કદાચ મારા નિયમિત સમયે સૂઈ પણ ગઈ હોઉં. તમે મમ્મી પપ્પાની સાથે આનંદ માણજો. મારા નાના નાની અને મામા માસીને પણ મળજો જરૂર.

વર્ષગાંઠમા મને તો ખૂબ મઝા આવી. સુંદર સુંદર ભેટ પણ આવી. મારા મમ્મીએ મારો ફોટો અને લ્ક્ષ્મીની નાની મૂર્તી બધાને ભેટમા આપી. કિંતુ મમ્મી, પાપા અને દાદા દાદી ખૂબ થાકી ગયા હતા. અચાનક મેં રડવાનું ચાલુ કર્યું. મમ્મી દોડતી આવી મારા પારણામા પ્લાસ્ટિકનો ઘુઘરો જે મને વાગતો હતો તે દૂર કર્યો. મારું રડવાનું બંધ થઈ ગયું. ગઈકાલે મમ્મીની ખાસ સહેલી આવી શકી ન હતી તે આજે ખાસ મને રમાડવા

આવી. શરૂઆતમાં તો બને સહેલી વાતે વળગી પણ થોડીવાર પછી મારા દાદી સૂઈ ગયા ત્યારે મમ્મીના કાનમાં એક વાત કરી. મારી મમ્મીથી રાડ નીકળી ગઈ.

મારી ઊંઘ ઉડી ગઈ ને મેં કાન સરવા કર્યા. મમ્મીના માનવામાં વાત જ ન આવી તેતો ગુસ્સાથી કહી રહી હતી, વીની, તે હા કેવી રીતે પાડી. તને ખબર છે તેં કેવું ભયંકર પગલું ભર્યું.  હું વિચારમા પડી ગઈકે એવું તો વીની માસીએ શું કર્યું હશે. ધીરે ધીરે મારાથી વાતનો દોર પકડાયો. મારું હૈયું ધબકારો ચૂકી ગયું. બાપરે,

આવું પણ થઈ શકે?

વાત એમ હતી કે વીની માસીને બે દીકરીઓ હતી. કુળદીપકની આશાએ ત્રીજી વખત દિવસ ચડ્યા, ને ત્રીજી પણ દીકરી છે તેની જાણ થતા તેનો નિકાલ કરી આવ્યા.

હું તો ડરની મારી થર થર કાંપતી હતી. મમ્મી મને વહાલથી પકડી ચૂમી લેતી હતી. ખબર નહી તેને મારામાં

સ્પંદનનો અનુભવ થયો હશે.

આજે મને અહેસાસ થયો કે દીકરી થઈને અવતરે તો આવું પરિણામ પણ ભોગવવું પડે. જો બે દીકરા હોત અને ત્રીજીવાર પણ દીકરો હોતતો શું તેનું પરિણામ આવું આવત ખરું? હજુ તો મારા પગ ધરા પર ટકતા પણ નથી. ઘણીવાર ચાલતા ચાલતા પડી જવાય છે. આ અનુભવે મને હચમચાવી મૂકી. પ્રથમ વાર આવા સમાચાર સાંભળીને મને 'દીકરી' છું તેનો અહેસાસ થયો. જો કે હું તો ખૂબ લાલન પાલન પામી રહી હતી.

નવા રમકડાંથી રમવાની મઝા માણી રહી હતી. અંદરના ડંખને કારણે થોડી ઢીલી થઈ ગઈ હતી. બહુ વિચાર કરતા આવડતું નહતું. મમ્મીની હાલત પણ જોવા જેવી હતી.

પોતાનો ગભરાટ છુપાવવા મને વારે વારે વહાલ કરતી. મને ખૂબ ગમ્યું. પપ્પાની પાસે રાતના એકાંતમા રડી પોતાનું હૈયું હળવું કર્યું. પપ્પાની વાત પરથી લાગ્યું કે તેઓ પણ નારાજ થયા. ખરેખર મને સુંદર કુટુંબ મળવાનો દિલે ઉમંગ હતો. વિચારમા માનું દુધ પીતા પીતા હું ક્યારે સૂઈ ગઈ ખબર પણ ન પડી. સ્વપનામા ચાંદનીની શિતલતા માણી રહી હતી.

ફૂલોથી શણગારેલ ઝુલા પર ઝુલવાની અને પરીઓની સાથે રમવામા મસ્ત હતી. શાન રમત ગમતમાં ક્યાં

મોટી થઈ ગઈ ખબર પણ ન પડી. અઢી વર્ષની શાનને શાળામાં મૂકવાનો દિવસ આવી પહોંચ્યો. 'નવચેતન બાળ મંદિર'માં દરરોજ સવારે નવ વાગે મમ્મી તેને મૂકવા જતી. સવારે વહેલા ઉઠવામા તેને વાંધો ન હતો. તૈયાર થવાનો કંટાળો આવતો. મમ્મી શાન માટે તેની પસંદના પાંચ જોડી કપડા રાખ્યા હતા. તેથી રકઝક ઓછી થતી. પહેલે દિવસે મમ્મી સાથે બેઠી હતી તેની બાજુમા રીયા હતી. જે બે બહેનો હતી.

રીયાને અને શાનને સાથે રમવાની મઝા આવી ગઈ. દોસ્તી થતા મહિનો નિકળી ગયો. એ સમયમા શાનની મમ્મી સોનમ અને રીયાની મમ્મી રોમા ખાસ બહેનપણી બની ચૂક્યા હતા. ઢીંગલી જેવી શાન અને પરી જેવી રીયા રજાના દિવસોમા એકબીજાને ત્યાં જતા. પ્રેમથી રમતા તેથી બંનેની મમ્મીને શાંતિ રહેતી. રીયાની મોટી બહેન નેહા મનમાં આવે ત્યારે રમાડે નહીતો બંનેથી દૂર રહે. નેહા સમય કરતા એક મહિનો વહેલી જન્મી હતી તેથી તેની પ્રગતિ થોડી ધીરી હતી. શાનની ચકોર બુધ્ધિને તે પારખતા વાર ન લાગી. તેને નેહા પ્રત્યે પ્યર આવતો. જેમ જેમ શાન મોટી થતી ગઈ તેમ તેમ તે નેહાની તરફદારી કરતી. રીયાને અદેખાઈ આવતી કિંતુ શાન સહેલી હતી અને નેહા બહેન તેથી ચૂપ રહેતી. મોરના ઈંડા ચીતરવા ન પડે. એ ઉક્તિ શાનને બરાબર લાગુ પડતી. એવામા સમાચાર સાંભળ્યા કે મમ્મી ફરીવાર 'મા' બનવાની છે. શાનની ખુશીનો પાર ન રહ્યો. દીકરી તરીકેના લાડપાડમાં દિવસો, વર્ષો વહી રહ્યા. સોહમને લઈને મમ્મી જ્યારે ઘરે આવી ત્યારે નાચીને ભાઈનું સ્વાગત કર્યું.

દાદીમા પૌત્રને લાડ કરતા તે શાન દૂરથી જોયા કરતી. જેવી બંનેની નજર મળતી ત્યારે આંગળીને ઇશારે દોડીને દાદીના ખોળામાં લપાઈ જતી. પપ્પા ઘણીવાર સોહમના વખાણ કરતા ત્યારે મમ્મી શાનની

વાત ચાલુ કરતી. નાના બાળકમાં ઈર્ષ્યાના બીજ ન રોપાય તેથી સતત પ્રયત્નશીલ રહેતી.

સગાં વહાલાં આવતાં અને દેવના દીધેલની તારીફ કરી પુત્રીતો પારકી થાપણ છે. આવી બધી વાતો સોનમને ગમતી નહી તે તરત શાનને લઈ બીજા ઓરડામાં જતી યાતો તેની સાથે રમવામા પડી જતી.

શાનને મમ્મીની રીત પસંદ આવતી પણ 'દીકરી' હોવું એ ગુન્હો ન હોય એવા ભાવને નજીક સરવા ન દેતી.

બાળ માનસ સમજી નશક્તું કે છોકરો હોય કે છોકરી બંનેમા તફાવત શું? શાનને થતું સોહમને પણ બધું જ

મારા જેવું છે. બે આંખ,બે કાન, બે હાથ, બે પગ, મોઢું વિ. વિ. ખેર, વિચારમાં ગરકાવ થવાને બદલે રમકડા

રમવમાં મશગૂલ થઈ જતી. જે પણ રમત રમતી તેમા તે પારંગત થતી. સોનમની ચકોર આંખો તેની નોંધ

અચૂક લેતી. ઘરકામમા પરોવાયેલી હોય કે સોહમની સાથે, માતાને ભગવાને ચાર આંખ, ચાર હાથ અને ૪૮

કલાકનો દિવસ આપ્યો હોય છે.

આજે શાન થોડી શાંત લાગી. સોનમ ઘણો પ્રયત્ન કર્યો પણ જવાબ આપતી ન હતી. શાળામાં મૂકવા ગઈ

ત્યારે રીયાની મમ્મી સાથે વાત કરતા ખબર પડી. નેહાને લોહીમાં ગાંઠ પકડાઈ અને દાકતરી તપાસમાં ખબર પડી કે તેને લોહીનું કેન્સર છે. શાનને વાત એટલીજ સમજાઈ હતી કે નેહા ગંભીર રીતે બિમાર છે. પાંચ વર્ષની શાન 'મોત' શબ્દથી અજાણ હોય તે સ્વભાવિક છે. પાંચ વર્ષની કુમળી વયે શાન ઘણું બધું જાણતી થઈ. ધરા પર જ્યારે ડગ માંડ્યા છે જ્યાં એક ઉઠાવીને બીજું કેટલી સાવચેતીથી મૂકવું પડે છે તે

પાઠ ભણી રહી હતી. બાળ માનસ મોતનો કરુણ ઘા સહી માતાને ભેટી પડી.

આંખમા પ્રશ્ન ડોકિયા કરતો સોનમ નિહાળતી.

જવાબ આપવાની જરૂરત ન જણાતા 'નેહા ક્યાં ગઈ?' તેનો જવાબ શાનને વહાલથી નવડાવી વિસરાવતી.

શાન પણ વધું પૂછવું ઉચિત ન સમજતા માતાની ગોદની હુંફ માણતા નિંદરરાણીને શરણે પહોંચી સપનાના દેશની સહેલગાહે ઉપડી જતી.

શાન સૂઈ ગઈ પણ મન અશાંત હતું તેથી વારે વારે પડખાં બદલતી હતી. બાળ માનસ સમજવા માટે તૈયાર ન હતું. નેહાની નરમ તબિયતને કારણે શાન તેના પ્રત્યે આકર્ષાઈ હતી. રીયાને શાળામાં દરરોજ મળતી પણ નેહા વિષે પૂછી ન શકતી. રીયાને પણ જવાબ આપવામાં તકલીફ જ પડત. એ પોતે અણ દ્વિધામાં હતી કે 'દીદી' ઘરમાંથી કેવી રીતે ગાયબ થઈ ગઈ? મમ્મી અને પપ્પાની સિકલ જોઈ પૂછવાની હિમત ન કરી શકતી. આખો વખત મા રડતી હોય અને પપ્પા તેને સાચવવાની ગડમથલમાં હોય ત્યાં પ્રશ્ન પૂછવો તેને ઉચિત ન લાગતો.

શાનને થયું હું મમ્મીને પૂછું, બીજે દિવસે શાળામાં મમ્મી લેવા આવી હતી. ચાલતાં ચાલતાં અમ્મીને કહે,'મા મને કહે ને નેહાને શું થયું હતું.?' હવે તો તેનો છૂટકો ન હતો.

કહે, 'ચાલ આઈસક્રિમ અપાવું પછી તને કહીશ, ધીરે રહીને કહે ,'બેટા નેહા બિમાર હતી.'ડોક્ટર પાસે લઈ ગયા. તે સાજી ન થઈ એટલે પછી સ્વર્ગમાં પરીઓ સાથે રમવા  ચાલી ગઈ. હવે એ કોઈ દિવસ પાછી નહી આવે. મૃત્યુ શબ્દ બાળક માટે ખૂબ ગહન હતો.

-------- 

વર્ષો પાણીના રેલાની માફક સરી રહ્યા હતા. રમત ગમતમાં મોટી થતી શાનને ભગવાને ફુરસદે ઘડી હતી. એમાંય પાછા સુંદર સંસ્કાર, જાણે સોનામાં સુગંધ ભળી. સ્વભાવે શાંત શાન, જોતાની સાથે વહાલ ઉપજે તેવી શાન. ખરેખર ખોટા વખાણ કરવાની આદત નથી. શાન મમ્મી, પાપા તથા સર્વે કુટુંબી જનોની આંખનો તારો બની ગઈ. સોહમ તેનો વહાલો ભાઈલો મઝાનો હતો. બંને વચ્ચે પાંચ વર્ષનો તફાવત હતો. મામ્મીને ખૂબ રાહત રહેતી. શાન મ્મ્મી બતાવે તે બધું કામ કરતી. દાદી વિચાર કરતી આટલી અમથી છોકરી કેટલી મમ્મીને મદદ કરે છે. ભાઈ સાથે કેવી સરસ રીતે રમે છે. પહેલે ખોળે દીકરી ને તેમાંય પાછી વહાલના દરિયા સમાન. બંને બાળકો લાડકોડમા ઉછરી રહ્યા હતા. ક્યાંય દીકરા કે દીકરી વચ્ચે ભેદ જણાતો ન હતો. હવે તો શાન પાંચમા ધોરણમા આવી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational