Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama Fantasy Children

4.9  

Kalpesh Patel

Drama Fantasy Children

હિસાબ - અકબર બિરબલ લાલકિલ્લાની સફરે

હિસાબ - અકબર બિરબલ લાલકિલ્લાની સફરે

11 mins
2.6K


એક દિવસની વાત છે. સ્વર્ગમાં બ્રહ્માજીની આગેવાની હેઠળ સભા ચાલી રહેલી હતી, ત્યાં સ્વર્ગના હિસાબનીશ ચિત્રગુપ્તે ધરતી લોકનું સરવૈયુ રજૂ કરેલું. બ્રહ્માજીએ જોયું તો, સારા કામ કરનાર વ્યક્તિઓના નામમાં બિરબલનું નામ મોખરે હતું. સભામાં હાજર રહેલા દેવોએ બિરબલનો જયજયકાર બોલાવી લીધો. અને બ્રહ્માજીને બિરબલનું બહુમાન કરી, તેને બે વરદાન આપવા ભલામણ કરી. બ્રહ્માજીએ કહ્યું એક વાર ધરતીલોકનો માનવી અહી આવી જાય પછી તેનું કશું અંગત રહેતું નથી, પણ ચાલો તમારા બધાનો આગ્રહ છે ! તો વિશેષ અધિકાર વાપરીને સ્વર્ગલોકની સભાના સભ્યોને માન આપવા પ્રયત્ન કરુ છું.

બ્રહ્માજીએ બિરબલને બોલાવ્યો, અને તેને બે વરદાન માંગવા કહ્યું. બિરબલે કહ્યું હે ભગવાન, મને દિલ્હીમાં ફરવા જવાનું ખુબજ મન છે. પરંતુ, મહારાજા અકબર બાદશાહ વગર મને દિલ્હીમાં કોણ પિછાણશે માટે તમે મારી તે ઈચ્છાને અધૂરી જ રહેવા દો. બ્રહ્માજી બિરબલની ચાલમાં આવી ગયા અને બોલ્યા અરે બિરબલ તમે અમને શું માનો છો ? અમે સર્વ શક્તિમાન છીએ, અમે ધારીએ તે કરી શકીએ.

ચાલો તમારી સાથે અકબર બાદશાહને પણ રાખજો બોલો હવે ખુશને ? અને બ્રહ્માજીના દરબારમાં અકબર બાદશાહ હાજર થયા. બ્રહ્માજીએ ધર્મરાજને વિનંતી કરી એક દિવસ માટે આ બંને માટે પાસપોર્ટ-વિસા અને દિલ્હીની રિટર્ન ચાર્ટર ફ્લાઇટ નક્કી કરાવી આપવા આદેશ આપ્યો.

અને બીજા વરદાન ના ભાગ રૂપે બિરબલ પોતે વરસો પછી ધરતી લોકમાં જાય છે ત્યારે,ધરતીલોકમાં આજના સમયના સાધનોને જોતાંજ, તે અંગેની જાણકારી આપોઆપ મળે તેવું માંગ્યું અને, બ્રહ્માજીએ તે વરદાન પણ બિરબલને આપ્યું. 

જવાની તારીખ નક્કી થઈ એટલે પછી બિરબલે અકબર બાદશાહની બાદશાહી રીત પ્રમાણે ખરીદી શરૂ કરી.‘ શર્ટ; પેન્ટ,હવાઈ જહાજ પર પહેરવા માટે સૂટ, સરસ ગરમ ઓવરકોટ, અંડરવેર, સ્લીપંગિ સૂટ, છત્રી, ગરમ ગાઉન, મોબાઈલ શેવિંગ સામાન અને ટૂથબ્રશ વસ્તુ ખરીદી બે નાની બેગ ભરી; અને આખરે દિલ્હી પહોચી આવ્યા.

અકબર બાદશાહના આદેશ પ્રમાણે, તેમનું વિમાન યમુના નદીના તટમાં લાલ કિલ્લા પાસે, તેઓને ઉતારી પરત ફર્યું. બિરબલે બંને બેગો ઉઠાવી નજર કરી તો, દૂર એક સાઇકલ રિક્ષાવાળો હતો, તેને બોલાવી,તેનુ નામ પૂછ્યું, અને ભીમા રિક્ષાવાળાને લાલ કિલ્લાની તેઓને સેર કરાવી, તાજમહાલ હોટેલે લઇ જવા કીધું.

ભીમાએ સામાન સાઈકલ રિક્ષામાં મૂક્યો અને અકબર બાદશાહ અને બિરબલને બેસાડી રિક્ષાના પેડલ મારવા ચાલુ કર્યા. રાતના ભૂતિયા અંધારાને ચીરતી એ સૂમસામ યમુના નદીની કેડીની ખામોશી તોડતી ભીમો હિમ્મતથી સાઈકલ રિક્ષા ચલાવી રહ્યો હતો.અને બિરબલ, બાદશાહને નવા જમાનાના સાધનો તથા વાહનોની સમજણ આપતો હતો.

'પ્રવાસી સાહેબો! તમારો લાલ કિલ્લો હવે નજીકમાં છે. પણ મારે તમને કહેવું પડશે, કે એ નાળા અને કિલ્લાની આસપાસમાં એક પ્રેતાત્મા રહે છે.' અરે ભીમા, તું ભાયડો છે !'ગભરાય નહીં, કશું જ નહીં હોય. તમે લોકોએ ડરામણી વાર્તાઓ સાંભળી - સાંભળી ખોટા વહેમને મનમાં પાળો છે. અમે જૂના અને અનુભવી લોકો આવા બધામાં નથી માનતા'. તું અમારા શેઠને જાણતો નથી, નહિતો આવી વાત ના કરત, કહેતા, ચતુર બિરબલે અકબર બાદશાહને આંખ મિચકારી.

પણ... આશું ?! હજી તો લાલ કિલ્લા આવ્યો નહતો... ત્યાં જ અચાનક સાઈકલ રિક્ષાના ડાયનેમાથી ચાલતી લાઈટ બંધ થઈ ગઈ. કાળી ડીબાંગ અમાસની રાતના અંધારામાં ઉબડ ખાબડ યમુના નદીની કેડી દેખાતી નહતી. અત્યારે એ લોકોની રિક્ષા હવે લાલકિલ્લાના નાળાના પૂલ પાસે પહોંચી હતી. અકબર બાદશાહે રિક્ષા ઊભી રખાવી અને ખિસામાથી મોબાઈલ કાઢી અને બિરબલના હાથમાં આપતાં કહ્યું, 'તું મોબાઇલની ટોર્ચ પકડીને આગળ રોશની ફેંકતો રહે. લાગે છે કે, લાઈટનો બલ્બ ઊડી ગયો છે.' મોબાઈલની રોશનીના સહારે હવે ભીમો સાઈકલ રિક્ષા ચલાવતો હતો. ભીમાએ થોડી દૂર સુધી રિક્ષા ચલાવી હશે, ત્યાં અચાનક જ સાઈકલ રિક્ષાના બંને પાછળના પૈડાં જામ થઈ ગયા, અને રિક્ષા કેડી ઉપર જકડાઈ બંધ પડી ગઈ. બિરબલ અને ભીમાએ નીચે ઉતરીને, સાઈકલ રિક્ષા ચાલુ કરવાની બધીયે કોશિશ કરી નાખી પણ રિક્ષાના પૈડાં ફરવાનું નામ જ નહોતા લેતા. ભીમાએ કોઈ ડરામણો ચહેરો જોયો હોય તેમ, પરસેવાથી ન્હાઈ ઊઠયો હતો. અને થોડી થોડી ધ્રૂજારી પણ અનુભવી રહ્યો હતો અને અકબર બાદશાહ રિક્ષામાં આરામથી જોકે ચડેલા હતા..

બિરબલે આસપાસના દૃશ્યનું નિરીક્ષણ કરવા માટે રિક્ષાને નાળા પાસે એક તરફ ઊભી કરી દીધી. અને ભીમાને સાથે લઈ થોડું આગળ ચાલ્યો.. ભીમાના તો હવે હાથપગ રીતસર ધ્રૂજવા લાગ્યા હતા એ સાવ ધીમા અવાજમાં બબડયો : 'સાહેબ! મારું કહ્યું માની જાવ અને તમે, આ રાતે કિલ્લે જવાનું માંડી વાળો. અને અહીંથી જ તમે મારી સાથે પાછા વળો. હું તમને સવારે કિલ્લાની સફર કરાવીશ. મને તો આ બધી કરતૂત એ હડળની જ જણાય છે. તમે લોકો તમારી જીદ છોડી દો. નહીંતર આપણે ત્રણેય નાહકના કમોતે મરીશું!'

અરે ભીમા આ’ હડળ’ કોણ છે ? અને તે બધાને શું કામ હેરાન કરે ? ચતુર બિરબલે અચંબાથી પૂછ્યું.

 સાહેબ અમારા પૂજારી કહેતા હતા કે, ‘હડળ’ ડરામણો ચહેરો ધરાવતું ભૂત છે અને તે વેશ પલટો કરી સુંદરી બની સારા રૂપ ધરી અને લોકોને ફસાવે છે, અને વટેમાર્ગુને શિકાર બનાવે છે. કહેવાય છે કે બાળકનો જન્મ થયા પછી દસ દિવસ પૂરા થાય તે પહેલાં જે ગર્ભવતી સ્ત્રી સુવાવડ સમયે મૃત્યુ પામે છે તે ’હડળ’ થાય છે. આવા ભૂત ખીચડા કે આંબલીના ઝાડ પર રહે છે. અહીં આ લાલ કિલ્લામાં આંબલીના ઝાડ નું જંગલ છે. આ ભૂત, અહી કિલ્લામાં રહે છે, અને અવનવા રંગના રંગના વસ્ત્રો ધારણ કરે છે અને તે જે મળે તેને પકડે છે. પણ સાહેબ આ ભૂત આમ લોકોને કેમ રંજાડે છે,તે મે પૂજારીને પૂછ્યું નથી.અને તેમણે મને કિધુ પણ નથી. એટલે, તેની મને ખબર નથી, માટે વધારે કઈ પૂછતાં નહીં .

બિરબલે જોયું તો અકબર બાદશાહ હવે આરામની ઊંઘમાં હતા, બિરબલે હસતાં- હસતાં કીધું, ભીમા ! મને તું ફક્ત એ કિલ્લાના આંબલીના ઝાડ બતાવી દે... હું આજે એ ‘ભૂત’ને મળી તેનો હિસાબ ચૂકતે કરી, મારે જોઈતો જવાબ મેળવવા માંગુ છું.

'મારા મોઘેરા મહેમાનો ! તમે સમજતાં કેમ નથી. એ લાલકિલ્લામાં જે કોઈ રાત્રે ગયું છે, એ સવારે ક્યારેય પાછું ફરીને નથી આવ્યું અને જે પાછો ફર્યો છે,તેને ગાંડા બની મરેલાથી બદતર જીવન જીવવું પડે છે. આ દિલ્હીમાં ઘણા લોકો એવા છે, જે આ કિલ્લામાં જવાની શેખી મારી, રાત્રે ગયેલા જે હજુ સુધી પણ ભૂતના અત્યાચારો ભોગવી રહ્યા છે.'!

'સારુ, ભીમા ! તું એક કામ કર. મારા આ શેઠનો ખ્યાલ રાખજે અને રિક્ષા પાસેજ ઊભો રહી અમારી આ પેટીઓ સાચવજે અને..મારી રાહ જોજે. પણ મહેરબાની કરીને તું હવે મને કિલ્લાની આંબલીએ જવાની મનાઈ ન કરતો. આજે દિલ્હીના લોકોને હેરાન કરનારનો હિસાબ ચૂકતે કરીને અમે હોટેલે જઈશુ.

હજી તો એ બંને અંધારામાં વાતચીત કરી જ રહ્યા હતા. ત્યાં જ સડકની બીજી તરફ ઝાડના ઝુંડની વચ્ચે એક ઝાંખો પ્રકાશ ચમકતો દેખાયો... 'એ, સામે જુઓ, સાહેબ! એ ‘હડળ’ પ્રેત એ જગ્યાએ રહે છે...આપણી સડસડાટ ચાલતી રિક્ષા જકડાઈ એકાએક બંધ થવી.... પછી એ વેરાન જગ્યાએ દૂર દૂર સુધી માણસોની કોઈ વસ્તી નથી. એવી જગ્યાએ આ રીતે ચમકતો પ્રકાશ દેખાય છે, તે જોઈ જરા ચેતો તો સારું.... શું હજુ પણ તમને વિશ્વાસ નથી બેસતો... કે આ બધું એ જ ભૂતની મરજીથી થઈ રહ્યું છે. ?

'ઠીક છે... ભીમા કદાચ તું, તારી રીતે સાચું કહી રહ્યો હોઇ શકે. પણ અમે રહ્યા પાક્કા દરબારી, ભૂતપ્રેતમાં ક્યારેય માનતા નથી અને માનશું..પણ નહીં.... તું અહીં રોકાઈ મારા શેઠનો ખ્યાલ રાખજે, તને તારું મહેનતાણું મળશે. હું જોઉં છું એ ભૂતના વેશમાં કોણ છે તમારું ‘હડળ’ ? જેને આખાય વિસ્તારનું જીવન હરામ કરી નાખ્યું છે?' હું તેનો હિસાબ ચૂકતે કરીને જ રહીશ.

બિરબલ હવે અકબર બાદશાહ અને ભીમાને, ત્યાં છોડી એ પ્રકાશની દિશામાં આગળ વધવા લાગ્યો. જ્યાં એ ચમકતું બિંદુ ટમટમી રહ્યું હતું.પવનના સુસવાટા અને કેડી પર પડેલાં સૂકા- પાંદડા પર બિરબલના પગ પડવાથી ઊઠતો કર્કશ અવાજ વાતાવરણને વધારે ભયજનક બનાવતું હતું.. કાઠા કાળજાના બિરબલના પગ ઉપરથી એક નાની ઉંદરડી અચાનક પસાર થતાં બે ડગલાં પાછા વળી એક હળવી ચીસ પાડી ઉઠ્યો. પણ, તે નાની ઉંદરડીની ચપળતાએ તેની પાછળ પડેલી બિલાડીની વચ્ચે હવે, બિરબલ હોવાથી બિલાડી પાછા પગે વળી ગઈ અને તે ઉંદરડી બચી ગઈ, એટલે પછી મોબાઈલની ટોર્ચની લાઇટનો શેરડો સામે લાલકિલ્લાની કેડી તરફ ફેરવ્યો. ત્યાં નાળાના છીછરા પાણીમાં એક સફેદ બગલો એક પગે ઉભો હતો, બિરબલના પગથી કૂચડાતા સૂકા પાંદડાંનો અવાજ સાંભળી તેને તેની સર્પ જેવી લાંબી ડોક બિરબલ તરફ ફેરવી, તેજ સમયે બિરબલની ટોર્ચનો પ્રકાશ તેની આંખ ઉપર પડતાં મોટા તણખા જેવા ઊંટેલા પ્રકાશ પૂંજથી બિરબલની પણ આંખ અંજાઈ ચૂકી હતી..

ઠંડી વધતી જતી હતી, અને આમ ઉપરા ઉપરી બનેલી અણધારેલી બીનાથી હવે બિરબલના હૃદયના ધબકારા હવે વધી ગયેલા હતા. કાતિલ બનેલા સુસવાટા મારતો ઠંડો પવન વાતાવરણને ધારદાર બનાવી બિરબલના કઠણ કાળજાની સોંસરવો વહેતો હતો. ક્યાક દૂર શિયાળની લાળી વચ્ચે ઠેર ઠેર ઉડતા ચામાચીડીયાની વીંઝતી પાંખોના ફડફડાટ વાતાવરણને ઘમઘોરી ભયાનક બનાવી મૂક્યું હતું.

બિરબલ વિચારતો હતો કે ભીમાએ જતાવેલ ડર, અહીના વાતાવરણને જોતાં અસ્થાને નહતો, સાથોસાથ. આવી ઘમઘોરી રાતમાં, વીરતા બતાવી ધીમી ગતિએ કિલ્લા તરફ ભૂતનો ભેટો કરવા આગળ વધતો હતો. હવે બસ નાળા ઉપરનો લાકડાનો પુલ વટાવે એટલે કિલ્લાનું કમ્પાઉન્ડ આવવાનું હતું. બિરબલ ધીમા પણ મક્કમ ડગલાં ભરી નાળાના પુલ ઉપર પહોચ્યો, નીચે નાળામાં જોયું તો, લીલવાળું બંધિયાર પાણી હતું પુલની રેલિંગ પકડી હજુ પાંચ- છ ડગ માંડયા, ત્યાં ‘બિરબલની કેડેથી વોટર બેગની પટ્ટી છૂટી જતાં, વોટરબેગ નાળામાં પડી પણ આ.. શું? પાણીની બોટલ નાળાના લીલવાળા પાણીમાં પડી તો ડૂબી નહીં અને કોઈ પત્થર ઉપર વસ્તુ પડે તેમ બે ત્રણ ઉછાળા પછી તે બોટલ સાઇડમાં રગડી પડી. બિરબલને આ જોઈ નવાઈ લાગી. અને તે કઈ વધુ વિચાર્યા વગર નાળાનો પુલ વટાવી કિલ્લાના કમ્પાઉન્ડમાં પહોચી. હજુ અહીં પગ મૂકે ત્યાં, ચારે બાજુએથી વિચિત્ર આવજો આવવા ચાલુ થઈ ગયા હતા., તેને અવગણી આખરે બિરબલ કિલ્લાને દરવાજે પહોચે છે, અને દરવાજાને હજુ ધક્કો મારી ખોલવા જાય છે ત્યાં, તે દરવાજો આપોઆપ ખૂલી જાય છે.બિરબલને હવે, બ્રહ્માજીએ એક દિવસ માટે નવા જમાનાની વસ્તુઓ વિષે માહિતગાર કરેલો, તેનાથી થોડો થોડો ખ્યાલ આવતો હતો કે, અહીં ઈલેક્ટ્રોનિક સેન્સરની કરામતો છે તેથી બિરબલનો ડર સમી ગયો હતો. કિલ્લાનો ચોક વટાવી તે આગળ વધતો હતો ત્યાં એક અત્યંત ઘરડી બાઈને ખાટલે પડેલી જોઈ. બિરબલ તેની પાસે ગયો. તે બાઈના આખા શરીરે માખીઓ બણબણની હતી અને ખુબજ ખરાબ વાસ મારતી હતી. બિરબલ નાકે રૂમાલ દબાવી, તેની પાસે જતો હતો ત્યાં કિલ્લાના ઉપરના રૂમનો દરવાજો ખૂલતો હોય તેવું લાગતા તે ઝડપથી એક ખૂણામાં ખાલી ખોખાનો ભંગાર પડેલો તેમાં છુપાઈ ગયો. થોડી વારે ઉપરથી એક આંખ વાળો ઊંચો માણસ તે ઘરડી બાઈ પાસે આવ્યો, અને ખિસ્સામથી એક બ્લૂ રંગની ગોળી કાઢી તે ઘરડી બાઈને બતાવી. બ્લૂ રંગની ગોળી જોતાં ઘરડી બાઈમાં ચેતન આવ્યું તે ઊભી થઈ તે માણસના પગે પડી ગોળી માટે આજીજી કરતી કગરતી હતી. ભંગારના ખોખા વચ્ચે બેઠેલ બિરબલને હવે વાતની ઘેડ બેસતી હતી, આ બાઈને કોઈ અજાણ્યા માણસોએ ડ્રગના નશાને રવાડે ચડાવેલી હોય તેમ લાગતું હતું. 

પેલા માણસે હજુ પણ ગોળી ઘરડી બાઈને આપી નહતી, તે બાઈને પૂછતો હતો, એય ગંગા બોલ કોણ આવ્યું છે અહીં, સવાર સાંજ મફતના રોટલા તોડે છે અને ઉપરથી રોજની બે ગોળીઓનો નશો કરે છે અને કામ ના નામે મીંડું.ના સાહેબ ના અહી કોઈ આવ્યું નથી, મને તડપાવો માં, મારી એક એક નસો તૂટી રહી છે, હું તમે કહેશો તેમ કરીશ, પેલા માણસે આખરે ગોળી આપતા બોલ્યો, ધ્યાન રાખજે, શેઠ તારાથી નારાજ છે અને ગમે ત્યારે તારી ગોળી બંધ થઈ શકે તેમ છે. પેલા એક આંખ વારા માણસે ખિસામાથી ફોન ઉઠાવ્યો, અને સામે છેડે વાત ક૨તા બોલ્યો.. હલો પોઈંટ નંબર ૪૨૪, શું રિપોર્ટ છે ? રાતની નીરવ શાંતિમાં ફોનનો નાનામાં-નાનો અવાજ પણ બિરબલને સ્પષ્ટ સંભળાતો હતો, યસ, કોઈ વટેમાર્ગુની રિક્ષા હતી અને આપણી સિસ્ટમે બરાબર કામ કરી તે રિક્ષા સાયકલના પૈડાંના સ્પોકમાં તીર છોડી વિલ જામ કરી નાખેલ છે, અને કોઈ કિલ્લા તરફ ગયુ હોય તેવા ચાંસ નથી. અરે બરાબર ચેક કરો. પોઈન્ટ નંબર ૫૨૫ થી સિગ્નલ હતું કે કોઈએ નાળુ પસાર કરેલું છે. સાહેબ અહીં ઊંદેડાનો ત્રાસ છે, કોઈ બિલ્લિ જરૂર પસાર થઈ હશે,આપણુ પેટ્રોલિંગ અને ડર ફેલાવનાર પી આર, બંને બરાબર કામ કરે છે અને કિલ્લાનો ડર બરકરાર છે તમે, આરામથી ઢોલિયા ઉપર સૂવો, ચોકી બરાબર છે. હરામખોરો મારા આરામની ફિકર છોડી, ફરજ બજાવજો, કલાક પછી ડિલિવરી માટે ગાડીઓ નીકળવાની છે. જોજો કોઈ જુવે નહીં.

ચતુર બિરબલને હવે બરાબર અહીના કારસાની ખબર પડી ગઈ. કોઈ પ્રતિબંધિત વસ્તુનો વેપાર ચાલતો હોય તેમ લાગ્યું, અને હવે તે, પેલા એક આંખ વાળા માણસ અહીથી હટે તેની રાહ જોઇ રહ્યો હતો. આખરે તે છીકોટા નાખતો પેલી બાઈ બે લાત મારી,તેને હડસેલી પાછો ઉપર જતો રહ્યો. થોડી વાર બિરબલ ત્યાં સંતાઈ રહ્યો. અને પછી ચૂપચાપ બહાર આવી, તે ઘરડી બાઈને ટેકો આપી ખટલે સૂવાડી, તે ઘરડી બાઈ બિરબલના હેતથી ગદગદીત થઈ, બિરબલને તેની કથની કીધી.

આ કિલ્લાને મારા મોગલ સામ્રાજ્યના વડવાઓએ વરસો પહેલાં બનાવડાવ્યો હતો. પણ અહીના મવાલીઓએ એવો તો અજીબ “કારસો” રચ્યો કે આ કિલ્લા ઉપર ગેરકાયદેસર કબ્જો ઝમાવી લીધો હતો. તે પછી તે શેતાન મને ખાવા પણ ન આપે અને રોજ મારઝૂડ કરી, મને દવાના નામે ગોળીઓના રવાડે ચડાવી દીધી છે. મારાથી તે ગોળીના બદલામાં ધાર્યું ખોટું કામ કરાવે છે, આ કિલ્લાના પેટાળમાં વિશાળ ગેબી સુરંગ છે, તે નરાધમ તે સુરંગમાં નશાની ગોળીઓ બનાવી આખા દેશમાં લાખો લોકોના જીવન બરબાદ કરે છે. અહી કોઈ ભૂત –ચૂડેલ નથી તે બધા રોકોર્ડ કરેલા અવાજો છે, અને આજુ-બાજુ વિસ્તારના મંદિરના પૂજારીઓને પગાર આપી લોકોને બીવરાવી રાખ્યા હોવાથી તે શેતાનનો વેપાર બેધડક ચાલતો રહે છે. ગોળીનો નશો ચડતા તે બાઈ સૂઈ ગઈ, બિરબલ લપાતા પગલે ઉપર જાય છે તો અહી કંટ્રોલ રૂમ હતો દીવાલે લાગેલ જુદા જુદા સ્ક્રીન ઉપર લોકો કામ કરતાં દેખાતા હતા. બિરબલે થોડા ફોટા પાડી નીચે આવી, જે રસ્તે આવ્યો હતો તે રસ્તે પરત વળી, અને નાળા પાસે આવે છે ત્યાં મોટી ઘડઘડાટી થઈ. બિરબલે એક નવાઈની વાત જોઈ, નાળાની નીચે કોઈ લીલ વાળું પાણી નહતું, પરંતુ પાણીનો આભાસ કરાવે તેવા રંગથી રંગેલું લોખંડનું કવર હતું, બિરબલને હવે ખબર પડી કે તેની વોટર બેગ પાણી ઉપર કેમ રગડતી હતી. થોડી ક્ષણોમાં તે કવર ખૂલ્યું અને તેમાંથી લિફ્ટથી એક પછી એક લોડીંગ ટ્રક નાળા ઉપર આવતી ગઈ, ચાર ટ્રકો નાળા ઉપર આવ્યા પછી કવર પાછું બંધ થઈ ગયું અને ટ્રકોને રસ્તો પકડી શહેર તરફ રવાના થતી જોઈ. બિરબલે નાળાની હિલચાલની બરાબર વિડીયો ઉતારી. તે થોડી વાર ત્યાં રોકાયો અને આસપાસના બીજા ફોટા લીધા ! જ્યારે બિરબલ રોડ ઉપર પરત આવી જુવે છે,ત્યારે ભીમો પણ બાદશાહ સાથે શાહી નીંદરમાં હતો. બિરબલે સાઇકલના પૈડાંમાથી તારના તીર દૂર કર્યા અને સાયકલ રિક્ષાના પૈડાં ફ્રી કરી દીધા.. અને ભીમાને ઉઠાડયો ત્યારે સવારનો સૂરજ ઊગી ગયેલો હોઈ અજવાળું થઈ ગયેલું હતું. ભીમો હવે સાઇકલ રિક્ષાને તાજમહાલ હોટલે લઈ ગયો. અને અકબર બાદશાહે ભીમાને મોટી રકમ આપી ખુશ કરી રવાના કર્યો.

તે જ દિવસે, તાજમહાલ હોટલમાં અકબર બાદશાહે એક તાકીદની મિટિંગ બોલાવી તેમાં દિલ્હીના સિક્યુરિટી અમલદારોને અને પ્રેસવાળાઓને બોલાવ્યા. અને મિટિંગમાં, લાલકિલ્લામાં ચાલી રહેલા નશાના મોટા કારસાને ઉજાગર કરતાં ફોટાઓ અને વિડીયો ફૂટેજ બિરબલ દ્વારા તેઓને સોંપ્યાં. અને આ બદમાસોનો તાત્કાલિક હિસાબ થાય તે જોવા વિનંતી દિલ્હી સરકારના અમલદારોને કરી.

અકબર બાદશાહ અને બિરબલની એક દિવસની દિલ્હીની મુલાકાતની મહેતલ હવે ટૂંકમાં પુરી થતી હોઈ, સ્વર્ગથી આવેલા વિમાનમાં પાછા જવાનો સમય થયેલો હતો, તેઓ બંને ભીમા રિક્ષા વાળા સાથે યમુના કિનારે વિમાન પકડવા જતાં હતા. ત્યારે પ્રેસ અને મીડિયાના કેમેરાઓની ધડા- ધડ ફ્લેશ લાઈટોથી તાજમહાલ હોટલનું પ્રાંગણ જળહળી ઉઠ્યું હતું. દિલ્હી સરકારના ચુનંદા સૈનિકો જીવતા ભૂત બની લાલ કિલ્લાની ઉપર ત્રાટકવા માટે થન-થનતા હતા અને, પ્રેસ વાળા તેમના પ્રેસ ઉપર જઈ અકબર બાદશાહ અને બિરબલની તસ્વીરો સ્ટુડિયોના ડાર્કરૂમમાં ડેવેલપ કરતાં હતા.પણ ડેવેલપ થયેલી પ્રિન્ટમાં બધાની તસ્વીરો વચ્ચે અકબર બાદશાહ અને ચતુર બિરબલ ગાયબ હતા.

ત્રીજા દિવસે લાલકિલ્લા ઉપર પોલીસ કંપની ત્રાટકી ત્યારે મોટું ઇન્ટરનેશનલ ડ્રગ કનેક્શન ક્રેક થતા આખા દેશમાં દેકારો બોલ્યો અને, હવેલીના ભૂતોનો “કારસો” ખુલ્લો પડી હવે તેઓનો હિસાબ પોલીસ વિભાગ ચૂકતે કરવાની હતી.

ભીમાની સાઇકલ રિક્ષા હવે લાલ કિલ્લાના મ્યુઝિયમ લોકોનું આકર્ષણ બનેલી હતી. અને તેની પાસે હવે નવી નક્કોર હોંડા સિટી ગાડી ઈનામમાં આવી ગયેલી હતી.

બીજે અઠવાડિયે બ્રહ્માજીની આગેવાની હેઠળની સ્વર્ગની સભામાં હિસાબનીશ ચિત્રગુપ્તે ધરતી લોકનું સરવૈયુ રજૂ કર્યું ત્યારે બિરબલના ખાતે પહેલા કરતાં પણ વધારે સારા કર્મ જમા હતા. 


Rate this content
Log in

Similar gujarati story from Drama