Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Crime Romance Tragedy

3  

Irfan Juneja

Crime Romance Tragedy

હમ તુમ્હારે હૈ સનમ - ૮

હમ તુમ્હારે હૈ સનમ - ૮

10 mins
14.3K


અરમાનના અમ્મી અબ્બુ જેતપુરથી પાછા ફરે છે. ઘરે આવતા જ એ અક્રમ અને અરમાનને મળે છે.

"સલામ અમ્મી તમે આવી ગયા..."

"હા બેટા..."

"શું જવાબ આપ્યો એમણે..."

"એ તો શું જવાબ આપવાના જે આપવાનો હતો એ જ. જેતપુરમાં તારા અબ્બુને કહીને ગયા'તા એમ જ ઇન્કાર કર્યો..."

"તો તમે આજે કેમ આવ્યા..."

"અમે ઇન્કાર સાંભળીને જેતપુર ગયા હતા. થયું તારા સલમા માસીને મોકલીને એકવાર કોશિસ કરી લઈએ. કદાચ એમનું મન બદલાઈ જાય..."

"તો પછી શું થયું અમ્મી?"

"કઈ નઈ એમને પણ એ જ જવાબ મળ્યો... પણ બેટા તું ચિંતા ના કર આયત તારી જ છે..."

"અમ્મી ચિંતા છે કોને અહીં... આયત મારી હતી ને રહેશે. હું મારી ગમતી વસ્તુ કોઈને નથી આપતો...."

"અરમાન બેટા થોડા દિવસ જૂનાગઢ ના જતો. આયતના મોટા બાપુજી પોલીસમાં છે અને એમના છોકરા ઝઘડાના મૂડમાં..."

"અબ્બુ હું કોઈથી ડરતો નથી અને એમના છોકરાઓ ઝઘડાના મૂડમાં છે તો મેં પણ હાથમાં બંગડીઓ નથી પહેરી... જેને રોકવો હોય મારો રસ્તો એ રોકી લે પછી હું થશે એ તો ત્યારે જ ખબર પડશે..."

અરમાન ખૂબ જ ગુસ્સામાં બોલે છે. આયતની સખી સારા આયતની ઘરે આવે છે. ડેલી ખખડાવે છે. આયતના અમ્મી દરવાજો ખોલે છે.

"સલામ માસી... આજે આયત સ્કૂલે કેમ નહોતી આવી ?"

"એને તાવ આવ્યો છે. એ ઉપર રૂમમાં સૂતી છે..."

"હું એને મળી આવું?"

"ના.. એ સૂતી છે. એને અછબડા થયા છે. તું ના જઈશ એની પાસે... તને પણ થશે..."

આટલું કહી આયતના અમ્મી સારાને આયતને મળતા રોકે છે. સારા એને મળ્યા વગર પોતાના ઘરે જઈ રહી હોય છે. રસ્તામાં શાહીલ મળે છે.

"ભાઈજાન શાહીલ આપ ક્યાં જાઓ છો?"

"આયતને મળવા કેમ ?"

"ના જશો એને અછબડા થયા છે. તમને ચેપ લાગશે..."

"મળવામાં કઈ ન થાય... તું જા હું તો એને મળી ને જ રહીશ..."

શાહીલ આયતના ઘરે જાય છે. આયતના અમ્મી ફરી દરવાજો ખોલે છે. શાહીલને અંદર આવવા દે છે. શાહીલે આંગળાંમાં પડેલા ખાટલા પર બેસાડે છે.

"શું થયું છે આયતને કાકી ?"

"કંઈ નઈ થોડો તાવ છે... સુતી છે..."

"હું એને મળી આવું કાકી?"

"ના બેટા અછબડા છે... પછી મળી લેજે... તારી જ તો છે એ..."

"કાકી ઓલો અરમાન તો હવે જૂનાગઢ નો રસ્તો ભૂલી ગયો..."

"બેટા એ એના બાપ જેવો જિદ્દી છે. આવશે... એ જરૂર આવશે..."

"કાકી મન તો કરે છે એ કાલે જ આવી જાય... એકવાર આવી ગયો તો પોતાના હાથ પગ પર પાછો નઈ જઈ શકે..."

"બેટા હાથ પગ ના તોડતો ડરાવી ને જ મોકલી દેજે..."

"કાકી મારી ગન દેખાડી... હવામાં બે ચાર ફાયરિંગ કરીશ.. જો ડરીને ચાલ્યો જશે તો ઠીક નહિતર પછી ઝઘડો મોટો થશે..."

આમ જ શાહીલ પોતાનો ગુસ્સો એની કાકી સાથે વાત કરી દર્શાવે છે. સારા ગસ્ત માટે મૌલવી સાબ પાસે જાય છે.

"અસ્સલામું અલયકુમ મૌલવી સાબ..."

"વઅલયકુમ સલામ... કોણ છે..." મૌલવી સાબ એ ઘર ની ડેલી એ ઉભેલા વ્યક્તિ ને જવાબ આપ્યો.

"હું સારા..."

"હા બેટા... ખુલ્લું જ છે આવી જા અંદર..."

સારા મૌલવી સાબના ઘરે આવે છે. એ જમતા હોય છે.

"મૌલવી સાબ આજે ગસ્ત નથી પણ એક સમસ્યા છે. એટલે હું તમારી પાસે આવી છું..."

"શું સમસ્યા છે બેટા..."

"આજે હું સ્કુલ એ ગઈ હતી પણ આયત નહોતી આવી. હું એ તપાસ કરવા ગઈ પણ એના અમ્મી એ મને ના મળવા દીધી..."

"હા તો એના અમ્મી એ કંઇક તો કહ્યું હશે ને કારણ..."

"હા એમને કહ્યું કે એને અછબડા થયા છે.. તું ના જા..."

"હા તો બેટા થયા હશે એમાં શું..?"

"પણ મને નથી લાગતું ... મને કંઇક ગડબડ લાગે છે..."

"કેમ તને ગડબડ લાગે છે?"

"કાલે એના રાજકોટ વાળા માસી અને માસા આવ્યા હતા. અને એ જતા પણ રહ્યા. અને આજે એ સ્કૂલે ના આવી એટલે મને ચિંતા થાય છે..."

"હા તો બેટા હું શું મદદ કરી શકું તારી એ કે મને..."

"તમે એમના ઘરે જાઓ ને... કે એને સાચે અછબડા થયા છે કે બીજું કોઈ કારણ છે?"

"બેટા બોલાવ્યા વગર કેમ જાઉં હું કોઈના ઘરે?"

"તમે એમ કહેજો કે હું પાણી દમ કરવા આવ્યો છું... જે એ પીસે તો સારું થઇ જશે..."

"હા બેટા એ બહાને જઈ શકાય.... તું અહીંયા બેસ હું જઈને આવું. અહીં બેસીને કુરાનનો એક ભાગ વાંચી લે. તને ઘણું પુણ્ય મળશે..."

"મૌલવી સાબ મેં તો તમને જમવા પણ ના દીધા..."

"બેટા આના જમવાનો મને એક રોજા જેટલું પુણ્ય મળશે..."

મૌલવી સાબ સારાને પોતાના ઘરનું ધ્યાન રાખવા બેસાડીને આયતના ઘરે જાય છે. ડેલી ખખડાવે છે. આયતના અમ્મી દરવાજો ખોલે છે.

"અસ્સલામું અલયકુમ મૌલવી સાબ..."

"વલયકુમ સલામ... શું હું અંદર આવી શકું..."

"હા આવી જાઓ..."

મૌલવી સાબને એ અંદર બોલાવીને ફળિયામાં બેસાડે છે.

"કેમ આજે અહીં મૌલવી સાબ?"

"મેં સાંભળ્યું કે આયતને અછબડા થયા છે. તો પાણી દમ કરતો આવું..."

"એને દવા લઇ લીધી છે..."

"ડોક્ટરની દવાથી દસ દિવસે એ મટે. ઈલ્મ પઢીને પાણી દમ કરીને એ પીવડાવો તો જલ્દી મટી જશે.. ક્યાં છે આયત મને લઇ જાઓ એની પાસે..."

"હા મૌલવી સાબ હું એના રૂમમાં એક નજર કરી આવું પછી તમને લઇ જવું..."

આયતના અમ્મી એના રૂમમાં આવે છે. આયત જમતી હોય છે. એના ચહેરા પર એના અમ્મીએ ઢોર માર માર્યો હોય છે એના નિશાન પડી ગયા હોય છે.

"આયત જમવાનું મૂક... અને જલ્દી સુઈ જા આ ચાદર ઓઢીને... મૌલવી સાબ આવે છે. આ ચાદર ના હતાવતી..."

થોડીવાર પછી આયતના અમ્મી મૌલવી સાબને લઇને આયતના રૂમમાં જાય છે મૌલવી સાબ ત્યાં બેસે છે. એના અમ્મીને કહે છે. એક ગ્લાસ પાણી લઇ આવો. આયતના અમ્મી એ કિચનમાં લેવા જાય છે.

"બેટા મોઢા પરથી ચાદર હટાવ..."

આયત ચાદર હતાવે છે. મૌલવી સાબ એના ચહેરા પરના ઘાવ જોઈને સમજી જાય છે.

"રાજકોટ વાળાને ના પાડી દીધી તારા અમ્મી અબ્બુ એ?"

આયત ડોકું હલાવીને હામાં જવાબ આપે છે.

"તું અમ્મી અબ્બુ સામે કંઈ બોલી'તી બેટા....?"

આયત મોઢું હલાવી ને હા માં જવાબ આપે છે.

"સારું ચાલ ઓઢીને સુઈ જા..."

એના અમ્મી આવે છે. પાણી આપે છે. મૌલવી સાબ કુરાનની એક સુરાહ પઢીને પાણી દમ કરી આપે છે જેથી એનું મન શાંત થાય. અને એના અમ્મીને જતાં જતાં કહે છે.

"મેં પાણી દમ કરી દીધું છે. એનાથી ૩ દિવસમાં અછબડા મટી જશે પણ ચહેરા પર થોડા દાગ રહી જશે... જાણે કોઈએ એને બેરહેમીથી મારી હોય..."

મૌલવી સાબ ઘરે પહોંચે છે. ત્યાં સારા બેઠી હોય છે.

"બેટા સબ્જી પણ ઠંડી થઇ ગઈ હશે. જા ગરમ કરીને લઇ આવ..."

"મૌલવી સાબ... તમે એ તો કહો એને અછબડા છે કે નહિ..."

"બેટા એ છોડ... તું એની સહેલી છે. એને સમજાવ કે સગાઇ તો તૂટે મા-બાપ સામે ના બોલાય. એમનો હંમેશાં આદર કરાય..."

"મૌલવી સાબ વાત સગાઇની નથી એથી બહુ આગળ વધી ગઈ છે..."

"એટલે? તું કહેવા શું માંગે છે..."

"એ હું તમારી સામે ન બોલી શકું..."

"બેટા હું તમને કુરાન પઢાવું છું. એક પિતા સમાન દરજ્જો છે મારો તું મને કે બેટા વાત શું છે..."

"મૌલવી સાબ.. એ એના પ્રેમમાં છે..."

"મૌલવી સાબ થોડીવાર ચુપ રહીને કહે છે. જા બેટા સબ્જી ગરમ કરીને લઇ આવ."

મૌલવી સાબ કુરાનને ચુંબન કરીને અલ્લાહ સામે દુઆ કરે છે. સારા એમને સબ્જી ગરમ કરતા કરતા જુવે છે. એમને જમવાનું આપીને સારા ઘરે જાય છે. રાત્રે આયતની અમ્મી એના રૂમમાં આવે છે. આયત પોતાના ચહેરા પરના નિશાન એક મેકઅપ દર્પણમાં જોઈ રહી હોય છે.

"તું હજી પણ એને યાદ કરે છે..."

"ના અમ્મી હું એને ભૂલવાની કોશિસ કરું છું. પણ એ વારંવાર યાદ આવે છે..."

એના અમ્મી એ સાંભળી ને ફરીવાર એને મારવા જાય છે.

"અમ્મી ના મારો બે દિવસ બ્રેક લઈલો. નહીંતર નાકમાંથી લોહી બહાર આવી જશે..."

"તું સમજ તી કેમ નથી. હું તને અરમાન સાથે લગ્ન કરવા નથી માંગતી..."

"લગ્ન કરવા કોણ માંગે છે અમ્મી. પ્રેમમાં લગ્ન થવા જરૂરી નથી. પ્રેમ તો બે મનનો મેળ છે..."

"તું એને કહી કેમ નથી દેતી એ અહીં ના આવે એ તો તારા હાથમાં છે ને..."

"અમ્મી મારા હાથ માં શું છે તમે પાસે બેસજો હું નિરાંતે કહીશ..."

"શું છે તારા હાથ માં ?"

"મને તમે કહેશો ઝેર પીજા હું પી જઈશ... તમે કહેશો ઠંડીમાં આંખ પલકાવ્યા વગર ઊભી રે હું ઊભી રહીશ... તમે કહેશો તું જમવાનું છોડી દે ભૂખી મરી જા મારી જઈશ...."

"તું કહેવા શું માંગે છે...?"

"અમ્મી સાચું તો એ છે કે હું રોજ નમાજ પઢી ને એક જ દુઆ કરું છું કે હમણાં જ ડેલી ખખડે ને એ આવે. મારે એને જોવો નથી ના એને મળવું છે. બસ એ મારા માટે આવે છે. એ જ મારા સાચા પ્રેમની નિશાની છે..."

આટલું સાંભળતા જ આયતના અમ્મી એક થપ્પડ મારે છે. આયતની નસકોરી ફૂટે છે ને નાકમાંથી લોહી નીકળે છે.

"કહ્યું તું ને અમ્મી હવે ના મારતા નહીંતર લોહી નીકળશે..."

આયતના અમ્મી ગુસ્સો કરીને નીચે જાય છે. આયતના અબ્બુ ફળિયામાં સુતા હોય છે.

"તમારી દીકરીની આ બારમાની પરીક્ષા પતે એટલે પરણાવી દો એને..."

"રુખશાના પણ આટલી જલ્દી કેમ..."

"એને હવે વધુ સમય અપાય એમ નથી. એ આપણાં હાથમાં હવે રહી નથી..."

"એવું ના બોલ રુખશાના દીકરી શરમ અને મહાબા વાળી છે..."

"એ પ્રેમમાં પડી છે... એના માટે ઝેર પીવા તૈયાર છે..."

"એવું ના બને... હું શાહીલ ને વાત કરું છું..."

"શાહીલને નહિ સલીમ ભાઈને વાત કરો કે બે મહિના પછી નિકાહ કરીને લઇ જાઓ તમારી અમાનતને..."

સવારનો સમય છે. સારા ફરીવાર આયતના ઘરે આવે છે. એના અમ્મી રોકે છે પણ સારા મૌલવી સાબ એ કહ્યું એ ઠીક થઇ ગઈ એમ કરી ને આયત ને મળવા આવી જ જાય છે.

"આયત તને તો બહુ નિશાન થઇ ગયા છે... એ આવશે તો શું કરીશ..."

"આ એના પ્રેમની નિશાની છે. સારા એ આવશે તો જોશે કે મેં એના પ્રેમની નિશાની કેટલી સુંદર રીતે સજાવી છે..."

"આયત પણ એ ક્યારે આવશે...? એ કાલ આવશે..."

"તને કેમ ખબર..."

"મેં જવાબવાળી ચિઠ્ઠી મોકલી છે એ આજે મળી જશે..."

"તો એ આવશે... તને પાક્કી ખાતરી છે..."

ત્યાં જ આંગણામાં કાગડો ઝાડ પર બેઠા બેઠા બોલ્યો...

"હા હવે તો પાક્કું... જો આ કાગડો પણ કે છે એ આવશે..."

અરમાન ક્રિકેટ ગ્રાઉન્ડ પર છે. કપ્તાન ટોસ જીતીને બેટિંગ લઇને આવે છે.

"ચાલ અરમાન પેડ પેરી લે... બેટિંગ લીધી..."

"આજે હું નઈ જાઉં ઓપનિંગ માં... હું ચોથા નમ્બરે જઈશ..."

"આમ ના કર તું સ્પિનર ને સારું નથી રમતો... "

"કપ્તાન તું ઈજ્જત ના ઉતાર હું બધા ને રમી શકું છું..."

ટિમની બે વિકેટ પડે છે. અરમાન બેટિંગ માટે જાય છે. સ્પિનરને એ ખૂબ જ સારી રીતે રમેં છે. અરમાન ૯૯ એ પહોંચે છે. ત્યાં રફીક ટપાલી એની નજરે પડે છે. જે મેદાનના ગેટ પાસે ઊભો હોય છે. અરમાન એક પોઇન્ટ તરફ શોટ મારી એક રન દોડે છે. દોડતો દોડતો એ મેદાનનો બહાર ગેટ પાસે જતો રે છે.

"મારી ચિઠ્ઠી આવી?"

"હા આવી ગઈ...."

"લાવ આપ.."

"પહેલા ૧૦૦ રૂપિયા આપ..."

"આપણે ૫૦ની વાત થઇથી..."

"ના ૧૦૦ આપે તો જ..."

"કાલે લઇ લેજે બીજા પચાસ ચાલ આપી દે.."

"હા લે.. લઈજા પણ કાલે પચાસ આપવાનું ભૂલતો નઈ.."

અરમાન ચીઠ્ઠી લઇને કપ્તાન ને કહી ને ઘરે જાય છે. એ ચિઠ્ઠી ખોલે છે.

***

તમને સલામ અને તમારો આભાર,

તમે કોઈની પરવાહ કર્યા વગર મને મળવા આવ્યા અને ચિઠ્ઠી આપીને ગયા મને એ ખૂબ ગમ્યું. તમારી એ ચિઠ્ઠીને હું ખુબ જ સાચવીને રાખું છું અને જયારે જયારે તમારી યાદ આવે છે હું એ વાંચી લઉ છું.

તમે આવ્યા એ અમ્મી અબ્બુને ના ગમ્યું પણ તમે આવ્યા એ મને ખુબ ગમ્યું. હું જાણું છું કે તમને અમ્મી અબ્બુનો જવાબ મળી ગયો હશે.

જેમ તમે મનમાં અનેક વ્હેમ પાળીને બેઠા છો એમ હું પણ પાળીને બેઠી છું પણ એ વ્હેમની સાથે અરમાન પણ મારા મનમાં જીવે છે અને એ બધા વ્હેમ અરમાનથી ડરે છે.

તમારો ગુસ્સો અને ઘમંડ બહુ છે. ગુસ્સાનો મને વાંધો નથી પણ ઘમંડ મને પસંદ નથી કેમ કે એ અલ્લાહને પસંદ નથી. હું તમને હંમેશાં ચાહતી રહીશ આપણે મળીએ કે ના મળીએ...

તમારી આયત....

***

અક્રમ ત્યાં આવે છે. સાંજના ૩:૩૦ વાગ્યા હોય છે. અરમાન લેટરને વારંવાર વાંચી રહ્યો હોય છે.

"કેટલી વાર વાંચ્યો?"

"૧૦૦ વાર તો થઇ ગયો હશે...." અરમાન હસતા કહે છે.

અરમાન લેટર મૂકીને અક્રમને પૂછે છે.

"કેટલા પૈસા છે તારી પાસે...?"

"૬૦૦ - ૭૦૦ હશે કેમ?"

"એમાંથી ૫૦૦ મને આપ..."

"પણ કેમ?"

"પેલા આપ પછી કહું છું..."

અક્રમ અરમાનને ૫૦૦ રૂપિયા આપે છે.

"અક્રમ હું જૂનાગઢ જાઉં છું..."

"એકલા? અને અત્યારે તાબે પહોંચતા સાંજ પડી જશે..."

"હા એકલા... અક્રમ એકલા જ જવું પડશે... એ શાહીલ ને પણ બતાવું પડશે કે હું એકલો આવું છું..."

"અરમાન પાગલ ન બન.. એ ત્યાં ગુંડા લઇ ને ફરે છે અને તું એકલો ત્યાં રાત્રે ના જા...."

"અક્રમ તું ચિંતા ના કર એ મારુ કઈ નઈ ઉખાડી શકે..."

"એની પાસે ગન છે... અને ફાયદો ઉઠાવશે તારા એકલા હોવાનો..."

"અક્રમ તું દુઆ કર એ મને મારી નાખે... હું આયત શાહીલ ના હાથે મારવાનું પસંદ કરીશ પણ એ એમ કહી જાય છે હું ફટ્ટુ છું. હું ડરપોક છું એ નહિ બને...."

આટલું કહી અરમાન એકલો જૂનાગઢ જવા નીકળે છે...

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Crime