હંમેશા સાચું બોલો
હંમેશા સાચું બોલો


એક રાજાને ત્યાં નોકર હતો. નોકર બહુ જ ભોળો અને ઈમાનદાર હતો. રાજા એના પર ખુબ જ વિશ્વાસ કરતો હતો. રાજાનો દીકરો ધીરે ધીરે મોટો થઇ રહ્યો હતો. રાજાને બીજા વધુ ભરોસામંદ નોકરની જરૂર પડી. રાજાએ પોતાના નોકર રામુને કહી એના જેવા જ બીજા નોકરને શોધવા કહ્યું.
રામુએ એના મામાના દીકરા લક્ષ્મણને રાજાના દરબારમાં નોકરી માટે કહ્યું. લક્ષ્મણ થોડો કપટી અને ચાલબાઝ હતો. રામુ એટલો ભોળો હતો કે એને ખબર નહોતી કે એનો ભાઈ એવો છે. લક્ષ્મણએ એક દિવસ રાજકુંવરનો હાર ચોરી લીધો. આખા રાજ્યમાં ચોરીની ચર્ચા ફેલાઈ ગઈ. રાજાએ બંને નોકરોને બોલાવ્યા. રામુની આંખમાંથી ધડધડ આંસુડાં વહેતા હતા. પણ રામુ કશું બોલી શકે એ હાલતમાં નહોતો. રાજાએ રામુ અને લક્ષ્મણને સવાલો કર્યા. લક્ષ્મણ ખોટું બોલીને બચી ગયો. રામુ કઈ બોલી ન શક્યો અને રાજાએ એને શંકા કરીને સજા આપી.
થોડા મહિનાઓ પછી રામુ કાળકોટડીમાં સજા ભોગવી રહ્યો હતો અને રાજ્યમાં બીજીવાર ચોરી થઇ. આ વખતે મહારાણીના ઘરેણાંઓ ચોરાયા. રાજા આ વખતે ખુબ જ ગુસ્સે થયો. એને નોકરને બોલાવવા કહ્યું. લક્ષ્મણ રાજાના મહેલમાંથી ફરાર થઇ ગયો હતો. રાજાએ પોતાના સિપાહીઓને મોકલીને એની તપાસ કરાવી. બે દિવસ પછી લક્ષ્મણ પકડાઈ ગયો. રાજાને ભાનપ લાગી ગઈ કે લક્ષ્મણે જ ચોરી કરી છે. એને કોડાઓ મારીને સાચું બોલવા કહ્યું. એને બંને ચોરીઓ વિશે રાજદરબારમાં જણાવ્યું.
રાજાને રામુને આપેલી સજા માટે દુઃખ થયું. રાજા રામુને ફુલહાર લઈને કાળકોટડી સુધી લેવા ગયા. એને ગળે લગાવીને વાજતે ગાજતે દરબારમાં લઈને આવ્યા. કપડાં, મીઠાઈ, સોનાના ઘરેણાં આપી એની સચ્ચાઈનું સન્માન કર્યું. લક્ષ્મણને રાજ્ય માંથી તગડી દેવામાં આવ્યો.
તો બાળ મિત્રો આ વાતથી એ બોધ મળે છે કે સાચું બોલવું જોઈએ અને હંમેશા સાચા માર્ગે ચાલવું જોઈએ.