Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

પાનખરમાં વસંત

પાનખરમાં વસંત

5 mins
15K


જેવી પાનખર આવે અને મારી સહેલી વર્ષાનું મન ઉદાસીનતાથી છવાઈ જાય. અરે, પાગલ પાનખરમાં વનની શોભા માણ! કુદરત ચારે બાજુ ફુલી ફાલી છે. રંગોની બૌછાર ઉડાવે છે. તું લટકતું મુખ રાખે છે! ક્યારે સુધરીશ? આજમાં મસ્ત રહેનારી હું, બને ત્યાં સુધી કાલની ફિકર કરતી નથી ! સુખમાં કે દુખમાં ક્યારેય, આજે ખાધા પછી કાલે મળશે કે નહીં તેવો પ્રશ્ન ઊભો થયો ન હતો. હા, દુઃખની ઝડીમાં ભાંગી ગઈ હતી. કદાચ પાગલખાનામાં ભરતી કરવી પડે તેવા હાલ થયા હતા. કુટુંબ, મિત્ર મંડળ અને મારી વહાલી માએ સંભાળી ધીરજ ધરી મને પાછી ઊભી કરી. ઉજ્જડ વનમાં પાછી બહાર આવી. ‘બહાર’, વર્ષાની ઝડીમાં કે ધોમ ધખતા તાપમાં મુરઝાય પણ ફરી પાછી લહેરાય!

જો જીવનમાં ફરિયાદ કરવી હોય તો તેનો અંત નથી. ફરિયાદને ઠેકાણે પેલા અવ્યક્તને ફરી ફરી યાદ કરીએ તો જીવનમાં ‘પાનખર વસંત’ જણાશે! જરાપણ અતિશયોક્તિ નથી ! હકિકતનું ચુર્ણ ફાક્યું છે. સંકટના સપાટા ઝીલ્યા છે! સણસણતી વાણીના તીર ચુભ્યા છે. અપમાનના ઘુંટડા ગળ્યા છે. ફરિયાદ એટલે બીજું કાંઈ નહી, સમયની બરબાદી ! એજ સમયનો સદઉપયોગ કરી કાંઈ ઠોસ કામ કરીએ તો જીવન હર્યુભર્યું બની જાય !

પાછી એની એ જ વાત ! વર્ષા, 'હવે બહોત ગઈને થોડી રહી. આ, ઉદાસ મુખે શું ફરતી હશે?'

વર્ષાના પતિ બે વર્ષ પહેલાં ટુંકી માંદગીમાંથી પાછાં બેઠા ન થઈ શક્યા. નસીબ સારાં હતાં. લીલી વાડી જોઈને ગયા હતા. ખરું કહું, મને પ્રતિકુળ સંજોગમાં ખૂબ સહાય કરી હતી. તે સમયે દિલને સહારો આપવો, મારી ગાંડી ઘેલી વાતો સાંભળવી, કદી મોઢું બગાડ્યું ન હતું. આજે વર્ષાને મારી પાસે બેસાડી તેના દિલનો ઉભરો ઠાલવવા કહ્યું. હજુ તો કાંઈ બોલે તે પહેલાં આંખો ઉભરાઈ ગઈ.

હા, બાદલને ગયે બે વર્ષ થઈ ગયા હતાં. ઘા આમ તો તાજો જ કહેવાય. તેને પંપાળી , ઉભા થઈને

સરસ મજાનું ઠંડું પાણી લઈ આવી.

'શું કહું પમી તને, બાદલ ગયાનું દુઃખ હવે જીરવી શકું છું. મન મનાવ્યું. આજે નહીં તો કાલે સહુએ

એજ રસ્તે જવાનું છે. તારા માનવામાં નહીં આવે મારી બન્ને દીકરીઓ હવે પાછળ પડી છે.'

'શાને માટે?'

'મમ્મી, તને હજુ માત્ર ૬૦ થયા છે. તારી તબિયત જો. એકદમ સરસ છે. તને નખમાં પણ રોગ નથી. તારી પ્રવૃત્તિમય જિંદગી તને સહાય કરે છે. મમ્મી તારે કોઈ યોગ્ય વ્યક્તિ સાથે ફરીથી લગ્નગ્રંથીથી જો્ડાઈ જવું જોઈએ !' તને સારી કંપની મળે. 'એકલતા તને કોરી ખાય છે ! હું તો આ વાત સાંભળીને સડક થઈ ગઈ. મેં જ્યારે પતિ દેવનો સાથ ગુમાવ્યો ત્યારે મારા જીવનની નાવ મધદરિયે હતી. બન્ને બાળકો હજુ સ્થાયી થયા ન હતા. નસીબ સારાં હતાં કે મોટા દીકરાના લગ્ન થઈ ગયા હતા. આજની રીતે કહું તો એમ.ડી. થઈને તરત પરણી ગયો

હતો. હજુ વહુના હાથની મહેંદીનો રંગ પણ ગયો ન હતો ત્યાં એકલી થઈ ગઈ. ખૂબ ઝઝુમી. બાળકો એ સાચવી. નાની બહેને અને મા એ સાંત્વના આપી. બેમાંથી એક પણ બાળકે કદી મને લગ્ન કરવા વીશે કહ્યું ન હતું. મારા સુખી સંસારની સ્મૃતિમાં જીવન આનંદભેર પસાર થતું રહ્યું. નાનામોટાં તોફાન આવ્યા અને શમી ગયા. ધિરજ, સમજ્દારી, ઉદાર દિલ અને નિઃસ્વા્ર્થના ગુણોએ સહાય કરી.

આજે વર્ષાની વાત સાંભળી ઉપરવાળાનો આભાર માન્યો. શરૂમાં તો હું ચોંકી ઊઠી. દીકરીઓ માને આવું કઈ રીતે કહી શકે? શું તેમને માનો ભાર લાગતો હતો? શું તેઓ માતા પ્રત્યે કુણી લાગણી ધરાવે છે? શું તેમને પિતાની મમતા અને પ્યારભરી હુંફ યાદ નથી આવતી?

જો વર્ષાએ કહ્યું હોત તો હું માની લેત કે તેને જીવનમાં સાથીની ખોટ સાલે છે. યેનકેન પ્રકારે તે આ ખોટ પૂરી કરવા માગે છે! વાત સાવ જુદી હતી. મોટી દીકરી ભર્યા ઘરમાં હતી. વારેવારે મા પાસે આવવાનો સમય કાઢવો મુશ્કેલ હતો. નાની દીકરી બે મહિનામાં કાયમ માટે અમેરિકા જઈ રહી હતી.

બન્ને દીકરીઓ માતાનું ભલું ઈચ્છતી હતી. તેમને માતા શું ચાહે છે એ જાણવું જરૂરી હતું. વર્ષા આમ પણ ઓછાં બોલી હતી. બાદલના પ્યારમાં અને તેના જીવન પ્રત્યેના સુંદર અભિગમને કારણે માન ભેર જિંદગી જીવી હતી. આજે મારે ત્યાં આવી હતી તેની ઉલઝન સુલઝાવવા માટે.

લગભગ ૨૦ વર્ષ થઈ ગયા હતા. જીવને ઘણા રંગ રૂપ બતાવ્યા. અંતે એક નિર્ણય પર હું પહોંચી, એક જિંદગી જીવવાની છે. પરોપકારમાં જીવીશ. મારી તબિયતનું ધ્યાન રાખવા સદા પ્રયત્ન શીલ રહીશ. કોઈ પણ નવિન વસ્તુ શિખવા માટે તત્પરતાનો ગુણ કેળવ્યો હતો. જેને કારણે બાળકોને બોજા રૂપ ન લાગું. જો કે આવો નકામો વિચાર મને આવે બાકી, બાળકોનો અખૂટ પ્યાર પામવાનું નસીબ પામી છું. ક્યારે પણ સ્વપનામાં કે ખયાલોમાં ફરી પરણવાનો વિચાર ફરક્યો નથી.

વર્ષાના દિલમાં શું છે જાણવું હતું. 'સાચું કહેજે તને બાદલની જગ્યા કોઈ લે તે ગમે ખરું?'

'આવો સવાલ પમી તું મને કરે છે?'

'અરે બાબા, હું તો માત્ર પૂછું છું.'

'કહતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના.'

'તારી પાસેથી જે જવાબની આશા હતી તે મળી ગયો!'

'આપણે એક કામ કરીએ. જો તને યોગ્ય લાગે તો !'

'તું કાંઈ પણ કહીશ એ યોગ્ય જ હશે! મને ગળા સુધી ખાત્રી છે.'

'પહેલાં આપણે બન્ને જણાં નક્કી કરીએ, શું કરવું છે? આપણાં બાળકોની સંમતિ લઈને પાકે પાયે વાત કરીશું. ડગલું ભર્યું તે ના હઠવું. એક વાર નિર્ણય લીધા પછી પાછીપાની કરવી નથી. વર્ષાએ ઘરે ફોન કરી મોટી દીકરીને જણાવ્યું એ આજની રાત પમી માસીને ત્યાં રહેશે. બન્ને જણાએ આખી રાત જાગી શું તોડ કાઢવો તે વિષે વિચાર વિનિમય કર્યો.

સહુ પ્રથમ તો કેટલા વર્ષો જૂનો સંબંધ છે તેનો હિસાબ ગણવા બેઠાં. બેઉની આંખો પહોળી થઈ ગઈ. બાપરે જિંદગી ક્યાં સરી ગઈ ખબર પણ ન પડી. હવે બાકીની સાથે ગુજારવી એ વાતપર સહી સિક્કા કર્યા. તેમાં કોઈ મીનમેખ થવાની શક્યતા નથી. પમીના બન્ને બાળકો એક જ ગામમાં હતાં. માત્ર વર્ષાની નાની દીકરી અમેરિકા જવાની હતી.

આપણે એક કામ કરીએ, હાલમાં જે ઘરમાં રહીએ છીએ તેને વેચી – હજુ હું વાક્ય પૂરું કરું ત્યાં વર્ષા બોલી, મારા ઘરથી બે માઈલ દૂર મોટી ઉંમરના લોકોની કૉલોની બંધાઈ છે. આપણે બન્ને ત્યાં બાજુ બાજુમાં બે રૂમ લખાવીએ. વેઈટિંગ લિસ્ટમાં નામ હોય છે. બધી આધુનિક સગવડતા તેમાં છે. ખાવા પીવાનું સાત્વિક અને એક રસોડે. આપણા રૂમમાં નાનું ફ્રિજ રાખવાનું જેથી દહીં, દુધ અને ફળફળાદીની સગવડતા રહે.

બીજે દિવસે સવારના પહોરમાં બન્ને તે કૉલોનીમાં પહોંચી ગયા. ત્યાંની મેનેજરને મળી બધી વિગતે તપાસ કરી. બન્ને એક મત પર આવ્યા. સાથે રહીશું. મનમાની પ્રવૃત્તિ કરીશું.

બાળકો સમય અનુકૂળતાએ મળશે. તેમને આપણી ફિકર કરવાની કોઈ જરૂરત નહી જણાય. બગીચામાં બાંકડા પર બેસી ફાયદા અને ગેરફાયદા વિષે વિચાર વિનિમય ચાલતો હતો.

'પમી અને વર્ષા તમે બન્ને અહીં?' સ્વરનો રણકો જાણીતો લાગ્યો. ઘણા વર્ષો બાદ એ પરિચિત અવાજ સંભળાયો.

અમે બન્ને સાથે બોલ્યા, 'શિશિર તું? કેટલા વર્ષો પછી મુલાકાત!'

'હા, હું શિશિર. તમે બન્ને સવારના પહોરમાં અહીં શું કરો છો?' વર્ષા આમેય શરમાળ અને ઓછા બોલી મેં ટુંકાણમાં સમજાવ્યું.

શિશિરનું અટ્ટાહાસ્ય મને અને વર્ષાને ચોંકાવી ગયું. આ કૉલૉની મેં બનાવી છે. મારા માતા અને પિતાની ઈચ્છાને સજીવ રાખી. તેમને ગૌરવભેર જીવવું હતું. મારી સોનાલીએ મને પ્રેર્યો, પ્રોત્સાહન આપ્યું. તમે બન્ને જ્યારે પણ મન થાય ત્યારે આવી જજો. બાળપણની યાદો ફરીથી દોહરાવીશું ! શાળા અને કૉલેજકાળ દરમ્યાન અમારી ત્રિપુટી ખૂબ પ્રખ્યાત હતી.

વર્ષાની ઉદાસિનતા દુમદબાવીને ભાગી. પાનખરનો સંદેશો વસંત બની ચમનમાં રેલાઈ રહ્યો !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational