Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manoj Joshi

Inspirational Others

5.0  

Manoj Joshi

Inspirational Others

પ્રાયશ્ચિત

પ્રાયશ્ચિત

3 mins
14.3K


રજાનો દિવસ હતો. કુમાર સાહેબ સપરિવાર પીઝાહટમાં ડીનર માટે ગયા હતા. રજાના લીધે ગાડીઓનો જમેલો હતો. માંડ પાર્કિંગની જગા મેળવી, કાર લોક કરી, સહું રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા. શહેરી પરિવારોની માનસિકતા અને આધુનિક રહેણી-કરણીથી રંગાયેલા મિડલ અને અપર મિડલ ક્લાસના પરિવારોના રસોડા રજાના દિવસે ખાસ કરીને સાંજના-બંધ રહેતા હોય છે. એરકંડીશન્ડ રેસ્ટોરેન્ટમાં બેસીને આરામથી ધીરે ધીરે ડબલ પેટ કરીને ખાવાની મજા યુવાન પૂત્ર-પુત્રવધુ પોતાની નવ વર્ષની લાડકી સાથે માણી રહ્યા હતા.

કુમાર સાહેબ પોતાની ડીશને ન્યાય આપીને રેસ્ટોરેન્ટમાંથી બહારની વેઇટિંગ લોંજમાં આવીને રાત્રીના સમયની ચોથા માળ પરથી નજરે આવતી શહેરની રોશની ને જોઈ રહ્યા હતા. અચાનક એમણે જોયું તો પોતાની કારના ઓટોમેટિક સાઇડ ગ્લાસ સાથે રમતા એક દસેક વર્ષના બાળકને જોયો. કુમાર સાહેબને ગુસ્સો આવ્યો. પોતાની મોંઘી કારને એક ભિખારી જેવો છોકરો નુકસાન પહોંચાડશે એ વિચાર આવતા એમને વધુ ખીઝ ચડી. પરિવારનું ડીનર ખત્મ થતા સહું બહાર આવ્યા.

લીફ્ટમાંથી ઉતરતાં જ સાહેબનો પુત્ર , પૂત્રવધુ અને પૌત્રી જરા ઝડપથી કાર સુધી પહોંચ્યા. કુમાર સાહેબે પોતાની પત્ની ને ભિખારી છોકરાની હરકત વિષે ગુસ્સા ભર્યા અવાજે વાત કરી. ગાડી પાસે પહોંચતા જ પિત્તો ગુમાવી બેઠેલા કુમાર સાહેબે બાળકને થપ્પડ મારી દીધી. 

અચાનક અને કશાય વાંક વગર પોતાને પડેલ થપ્પડથી ગભરાયેલા બાળકે આઘાત અને આશ્ચર્ય સાથે કુમાર સાહેબ સામે જોયું. તેની માસુમ આંખોમાં આંસુ ધસી આવ્યા. એક હાથે ગાલ પંપાળતો , બીજા હાથે મેલા-ઘેલાં, ફાટેલા શર્ટથી આંસુ લૂછતો, ચહેરા પર ફરિયાદ ભર્યા ભાવ સાથે સામે જ બેઠેલા પોતાના ગરીબ બાપ પાછળ તે સંતાયો. ફુગ્ગા વેચવાવાળા તેના બાપે પણ પહેલા પોતાના બાળક સામે, પછી કુમાર સાહેબ સામે જોયું. ક્ષણભર માટે તેની આંખોમાં અકળ ભાવ આવ્યા. પછી હાથ જોડી માફી માગવા લાગ્યો તે માણસ હતો પણ ગરીબ હતો અને બાળક પણ માણસ હતો પણ લાચાર હતો તેથી તેઓ ને ગુસ્સે થવાનો કે દલીલ કરવાનો અધિકાર ન હતો. એ સત્ય તેમણે જિંદગી એ અને સમજે શીખવી દીધું હતું. કુમાર સાહેબે થપ્પડ મારતા તો મારી દીધી પણ ભીતર અપરાધભાવ અનુભવતા હોય એમ ઝડપથી કારનો દરવાજો ખોલી, સીટ પર ગોઠવાયા પાસે બેસેલી પૌત્રીની આંખમાં દાદાના આ દુર્વ્યવહાર સામે ફરિયાદ હતી અને આંસુ પણ. દાદાએ પ્રેમથી પૌત્રી માથે હાથ ફેરવ્યો પરિવારમાં સહું કોઈ આ મામુલી છતાં અચાનક બનેલી ઘટનાથી સ્તબ્ધ હતા. રજાની સાંજની મજા જાણેકે મ્લાન બની ગઈ હતી.

ઘેર પહોંચી સહું સહુંના બેડરૂમમાં ગયા. કુમાર સાહેબ પોતાની પત્ની સાથે હિંડોળા પર બેઠા. થોડીવાર પછી ઘડિયાળ સામે જોયું. સાડાદસ થયા હતા. અચાનક તેઓ ઉભા થયા. ચાલીસ વરસથી ગૃહસ્થી નિભાવનાર સમજદાર પત્ની પતિના મનોભાવોથી સુપરિચિત હતી. તેણે અર્થસભર દ્રષ્ટિથી કુમાર સામે જોયું. કુમાર ઝડપથી બાઈક સ્ટાર્ટ કરી, ઘરથી પાંચેક કિલોમીટર દૂર આવેલા રેસ્ટોરન્ટ નીચે પહોંચ્યા.

ગરીબ ફુગ્ગાવાળો ત્યાં જ થાંભલાના ટેકે , રજા હોવા છતાં નહીં વહેંચાયેલા ચાર-પાચ ફુગ્ગા સામે જોતો, ભૂખ્યા દીકરા માથે હાથ ફેરવતો હતો. કુમાર સાહેબને પાછા આવેલા જોઈને હેબતાયો પણ કુમારે તેના દીકરાને ઉભો કરી, પ્રેમ થી માથે હાથ મૂકી પૂછ્યું

“બેટા શું ખાવું છે ?” અબુધ બાળકની આંખમાં ચમક આવી એણે ખીલતા ચેહરે કહ્યું – “મોટી બધી ચોકલેટ.” કુમારે તેનો હાથ પકડી, તેને મનગમતી ચોકલેટ અપાવી. બાળક રાજી થઇ, દોડીને બાપ પાસે ગયો. કુમાર ફુગ્ગાવાળાને સો રૂપિયા આપી, તેની પાસે બચેલા પાંચેય ફુગ્ગા હાથમાં પકડી પાછા વળ્યા. ફુગ્ગા વાળાની આંખમાં અહોભાવ હતો, બાળકની આંખમાં હરખ હતો, કુમારની આંખમાં ભીતરનો ભાર હળવો કરતી ભીનાશ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational