Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Horror Thriller

5.0  

Kalpesh Patel

Horror Thriller

બચાવો ~ 3

બચાવો ~ 3

3 mins
1.4K


ફોરેન્સિક ટીમને આકાશના કપડાં અને પગરખાનો હાવલો લેવાનો હોઈ તેઓ બેઠા હતા અને આકાશના મમ્મી સાજનબા તેના બીજા કપડાં લઈને આવી પહોચતા, આકાશે પહેરેલા કપડાંનો હવાલો લઈ પોલીસ પાર્ટી નીકળી ગઈ. અને રીંકલની માતા રમીલાબેન અને પિતા રસીકલાલ પણ આવેલા હતા. તેઓ રીંકલના આકસ્મિત મૃત્યુથી દુ:ખી થતાં હતા. સોહનલાલે તેઓને સાંત્વના આપી હકીકતથી વાકેફ કર્યા. સોહનલાલ ઘેર પહોચ્યા ત્યારે સવારના સાત વાગી ગયા હતા.  

સોહનલાલનું મગજ ફાટ- ફાટ થતું હતું, તે વારે વારે આકાશ ને પૂછતાં હતા બેટા શું થઈ ગયું.. યાદ કરી કહે અને આકાશે એકજ વાત પકડી રાખેલી “પાર્ટી પત્યા પછી થોડો સમય તેઓ પાછળ બગીચામાં ફરતા હતા, અને પછી તે રીંકલને હવેલી બતાવવા હવેલીમાં લઈ ગયો, દીવાન ખંડથી સ્ટડી રૂમમા આવ્યા અને તેણે એલ્વિસ પ્રિસલીના ગીતની રેકર્ડ ગ્રામોફોનમાં મૂકી ડાન્સ કરવા રીંકલને કહ્યું થોડા સ્ટેપ પતાવ્યા ત્યાં રીંકલે મને કહ્યું ચાલ આકાશ આપણે “સિંહ સાથે સેલફી લઈએ છે એટલે અમે એન્ટિક રૂમમા આવ્યા, મે લાઇટ ચાલુ કરી રીંકલ રૂમમાં ગઈ અને હું તમારી હંમેશની સૂચના મુજબ હું એરકંડિશન ચાલુ કરવા ખૂણામા સ્વિચ પાડવા ગયો અને તે પછી તેની પેનલ સેટ કરવા, પેનલ પાસે નમ્યો અને મને લથડિયું આવ્યું અને નીચે પડ્યો, પછી શું થયું તે મને ખબર નથી ॰પણ હા, મે ચોક્કસ રીંકલનના અવાજમાં એવું સાંભળ્યું હતું કે “મેં કઈ નથી કર્યું. આ..આ”... બસ પછી જ્યારે આંખ ઊઘડી ત્યારે માથે પાટો હતો અને અહીં ડોક્ટર કાકા પાસે હતો.

સવારે નવ વાગતા સોહનલાલે તેમના પરમ મિત્ર અને લીગલ અડવાઈજર “દસ્તૂરજીને બોલાવ્યા અને હકીકતથી વાકેફ કર્યા. અનુભવી દસ્તૂરજી પણ આ અણધારી બનેલી હકીકતથી અચંબામા હતા. તેઓ ફાર્મ હાઉસની ભૂગોળથી (રજો-રજ) પરિચિત હતા અને રીંકલના મોતનું કારણ બનેલા સાબરના બુતથી પણ વાકેફ હતા, હાઉસના તે એન્ટિક રૂમમા સિંહ, વાઘ, દીપડો, હરણ, શિયાળ અને સાબર, આ બધા બુત સારી રીતે એરેંજ કરેલા હતા અને સાબરનું બુત સ્ટીલના હૂક અને તારથી એન્ટિક રૂમના મધ્ય ભાગમાં લટકાવેલું હતું, અંહી રૂમમા પૂર્વ દક્ષિણ બાજુમા કાચની બારી હોઈ, દિવસ દરમ્યાન આવતા નેચરલ ઉજાશ તે જીવંત લાગતું હતું અને એન્ટિક રૂમમા ભલે બીજા ખૂંખાર પ્રાણીઓના બુત હતા પણ આ અઢી ફૂટ શિંગડા ધરાવતું આદમ કદના સાબરના બુતની વાત અલગ હતી.

દસ્તૂરજીએ સમય ગુમાવ્યા વગર આકાશ અને સોહનલાલથી વિગતો લેવા માડી, કારણકે ગુલમોહર હવેલીમા જવાય તેમ ન હતું. તેઓએ ઓફિસમાં ફોન કરી અને આકાશના આગોતરા જામીનના પેપર તૈયાર કરવા તેમજ તે અંગે તજવીજ કરવા માણસોને પણ કામે લગાવી દીધા.

સોહનલાલે દસ્તૂરજીને જણાવ્યુ કે રીંકલ અને લતા એ રસીકલાલ ઝવેરીનની બે દીકરીઓ, રીંકલ તેમની પહેલી પત્ની ગીતાબેન નું સંતાન હતી, રસિકભાઈના સસરા એકલા હતા તેમની દીકરી ગીતા સાથે રસિકભાઈના લગ્ન થયેલા, આ લગ્નજીવન ટૂંકું નિવડેલ હતું, અને ગીતાના અવસાન થવાથી રીંકલના યોગ્ય ઉછેર થાય તે હેતુથી રસીકલાલે ગીતાબેનના કાકાની દીકરી રમીલાબેન સાથે બીજા લગ્ન કરેલ અને રમીલાબેન સાથેની ગ્રહસ્થી દરમ્યાન લતાનો જ્ન્મ થયેલો. રસીકલાલ ઝવેરીની શહેરમાં શોપ હતી. અને તેઓનું વર્ષ પહેલા કેંસરની માંદગીમાં અવસાન થયેલું હતું. અને હાલમાં તેઓ નો બિઝનેસ રમીલાબેન ના પિતાજી સાંભળતા હતા. રીંકલ અને આકાશ કોલેજના સાથી હતા તેઓની મિત્રતાને સોહનલાલે લગ્નની સ્નેહ ગાંઠમાં બાંધવા નક્કી કરેલું હતું. તેના ભાગ રૂપે ગઈ રાત્રિએ પાર્ટી હતી.

દસ્તૂરજીએ સોહનલાલ ને ધરપત આપી અને ચિંતા ન કરવા સમજાવ્યા, અને હવેલીમાં સર્ચ માટેની પરવાનગી માટે પોલીસને મળવા રવાના થયા,ત્યારે આજે હવેલીમાં બનેલી ઘટના ક્રમથી ભૂતકાળમાં અહીંજ રૂપકુંવરબાના આકસ્મિત ઘટેલ મૃત્યુનો કિસ્સો યાદ આવતા બેચેન હતા, અને આજ નૈ બીનામાં હવે તેઓ કાવતરાની આશંકા કરતાં હતા. હજુ બે કલાક પહેલા તો હસતી-રમતી રીંકલનું મોહક સ્મિત કેમેય કરી ભૂલતું ના હતું. ભૂત પ્રેત, ડાકણ, પિશાચ અંગેની લોકવાયકામાં નહીં માનનાર અને પ્રેતને એક ભ્રમ તેમજ આવી વાતોને કાલ્પનિક માનતા દસ્તૂરજીને આજની બીનાએ હવેલી વિષે સાંભળેલું તાજું થઈ આવતા,... યાદ આવી ગઈ કે પુરાણી હવેલીને અડીને આવેલા જંગલના આંબલીના ઝાડમાં ઘણી ડાકણો વસે છે, અને પૂનમની દરેક રાત્રે વિચરતી હોય છે કોઈ અદમ્ય ડરે તેમના કાબેલ દિમાગમાં ભય પ્રવેશી ચૂક્યો હતો. તેઓ અવઢડમાં હતા આજના પ્રસંગે તેમનું મન હવે ખરેખરનું બેચેન બન્યું હતું. 


Rate this content
Log in

Similar gujarati story from Horror