Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

ગંગાજળિયો

ગંગાજળિયો

5 mins
528


સવાર હજી પૂરૂં પડ્યું નથી. હમેંશા પ્રભાતે ઠેઠ કાશીથી આવનારી ગંગાજળની કાવડની રાહ જોતો રા'માંડળીક સ્નાન વિહોણો બેઠો છે. કોઇ કહે છે કે છેક કાશીથી જૂનાગઢ સુધી રોજેરોજ રા' માંડળિક માટે ગંગાજળની કાવડો ચાલતી. એ કાવડના ઉપાડનાર કવડિયા પલ્લે પલ્લે બદલાતા આવતા. એ રોજ તાજા આવતા ગંગાજળે સ્નાન કરતો તેથી ગંગાજળિયો કહેવાયો છે; ને કોઇ કહે છે કે ગંગાજળની ને કાશ્મીરનાં ફૂલોની એ છાબડી લઇને રોજેરોજ આવતી કાવડ તો સોમૈયા દેવનાં સ્નાનપૂજન માટે જ ગોઠવાઈ હતી, એટલે ગઢ જૂનાનો રા' તો એ સોમૈયા દેવની કાવડનો રખેવાળ, ઉપાડનાર હોવાથી ગંગાજળિયો કહેવાણો છે. કાવડના રખેવાળો ને ઊંચકનારાઓ દર થોડા થોડા ગાઉને પલ્લે બદલાતા આવતા, રા'નું રખોપું સોરઠમાંથી શરૂ થતું. હિંદુ રાજાનો એ મહિમા હતો.

કોણ જાણે. પણ રા' માંડલિક ગંગાજળની કાવડની વાટ જોતો બેઠો હતો. સૂરજનું ડાલું હજુ સહસ્ત્ર પાંખડીએ ઊઘડ્યું નહોતું. તે વખતે ઉપરકોટની દેવડી ઉપર નીચેથી કાંઇક કજિયો મચ્યો હોય તેવા બોલાસ આવવા લાગ્યા. તરવારનો કજિયો તો નહોતો એની રા'ને ખાત્રી હતી. તરવારની વઢવેડ બોકાસાં પાડી પાડીને નથી થાતી.

તરવારો જ્યારે ખેંચાય છે ત્યારે ગોકીરા બંધ થાય છે. પછી તો ફક્ત સબાસબી ને ધબાધબી જ સાંભળવાની રહે છે.

ગોકીરા નજીક આવ્યા તેમ તેમ તો કજિયા કરનારાઓની ન્યાત જાત પણ પરખાણી. વણિકોના ટંટામાં હાહોકારા ને ન સમજાય તેવી શબ્દગડબડ હોય છે. આ તો સંસ્કૃત ભાષામાં સામસામા ઉચ્ચારતા શાપો હતા.

દ્વારપાળ આવીને વરધી આપે તે પૂર્વે તો રા'એ કહ્યું:

'કોણ ગોર બાપાઓ છે ને?'

'હા મહારાજ. દામા કંડેથી પરબારા બાઝતા આવે છે.'

'શું છે?'

'મહારાજ પાસે ન્યાય કરાવવો છે.'

'શાનો ? દક્ષિણાની વ્હેંચણનો જ હશે.'

'હા. મહારાજ.'

'હું જાણું ને? બ્રાહ્મણોની લડાલડીમાં તે વગર બીજું હોય જ શું?'

ગોખેથી રા'એ ડોકું કાઢ્યું. નીચે ટોળું ઊભું હતું. લાંબા ચોટલા, અરધે મસ્તકે ધારીઓ, કપાળે ત્રિપુંડો, મોંમાં તમાકુવાળી ચોરવાડી પાનપટીઓના લાલ લાલ થુકના રેગાડા, ને મેલીદાટ જનોઇઓ.

'આશીર્વાદ મહારાજ.' સૌએ હાથ ઊંચા કર્યા.

'મોંમાંથી શરાપ સૂકાણા નથી ત્યાં જ આશિર્વાદ કે?' રા'એ વિનોદ કર્યો.

બ્રાહ્મણો શરમાયા.

'સંસ્કૃતમાં ગાળો દેવાની ઠીક મઝા પડે, ખરૂં ને દેવો?' રા'એ વિનોદ વધાર્યો. 'છે શું?'

'આ છે કજિયાનું મૂળ મહારાજ!' પાંચેક હાથો એકસામટા ઊંચા થયા. એ પાંચે હાથોએ ઝકડીને ઝાલેલો હતો એક સોનાનો હાથી. 'આની વ્હેંચણ કરી આપો રાજન!

'અટાણમાં કોણ ભેટ્યો આવો દાનેશ્વરી?' સોનાના હાથીની દક્ષિણા દેખી રા' ચકિત થયા. 'લાવો અહીં.'

રા'ના હાથમાં પાંચે બ્રાહ્મણોએ હાથી સોંપ્યો.

'કોણ હતું?'

'અમને પૂરૂં નામ તો આપતા નહોતા. પણ એક રક્તપીતીઓ રાજા હતો. એનું નામ વીજલ વાજો કહેતા હતા.'

'વીજલજી ! વાજા ઠાકોર વીજલજી? ઊના દેલવાડાના ? રક્ત પીતીઆ? બ્રાહ્મણો, આ તમે ખરું કહો છો?'

'સાંભળવામાં તો એવું આવ્યું મહારાજ ! કોઇનો શરાપ લાગ્યો છે.'

'ક્યાં છે?'

'ચાલ્યા ગયા. સવારના ભળભાંખડામાં દામે કુંડે ન્હાઇને પડાવ ઉપાડી મૂક્યો. વાતો કરતા હતા કે કોઇને શહેરમાં જાણ થવા દેવી નહિ.'

'કઇ દૃશ્યે ગયા ?'

'હેમાળે ગળવા હાલ્યા ગયા.'

'વીજલ રાજ, મારા બનેવી, રક્તપીતમાં ગળીને હેમાળે ગાળવા હાલ્યા જાય છે? દોડો, દોડો, અરે કોઇ મારો અશ્વ લાવો."

એક સમજુ બ્રાહ્મણ આગળ આવી કહેવા લાગ્યો.

'મહારાજ, થંભો. એણે આપનાથી જ અણદીઠ રહેવા પડાવ પરબારો ઉપાડી મૂકેલ છે. એણે કહ્યું કે હું રગતકોઢીયો ગંગાજળિયા રા'ની નજરે થઇને એના દેહને નહિ જોખમું. મને આંહીથી ગુપ્ત માર્ગે ઉપાડી જાવ જલદી.'

'હું ગંગાજળિયો - ને હું મારા સ્વજનના રોગથી મોં સંતાડું? એ મારું ગંગાજળિયાપણું ! ધૂળ પડી. લાવો મારો રેવત.'

'એમ કાંઇ જવાય મહારાજ !' અમીરો, મહેતો ને મુસદ્દીઓ આડા ફર્યા. 'રાજા છો, લાખુંના પાળનાર છો.'

'ન બોલો, મોઢાં ન ગંધાવો. મારે એ વખાણ ને વાહવાહ નથી જોતાં. ગઢ જૂનાને પાદરેથી રક્તપીતીઓ સ્વજન હાલ્યો જાય છે, ને હું ગંગાજળિયો ગંગાજળિયો કૂટાઈને ગર્વ કરતો બેઠો રહીશ? શો મહિમા છે મારાં નિત્યનાં ભાગીરથી-સ્નાનનો, જો મને દુનિયાના રોગનો ડર બ્હીકણ બનાવી રાખે તો?'

માંડળિકે ઘોડો પલાણ્યો અને કાશીનો ને હિમાલયનો જગજાણીતો પંથ પકડી લીધો. ઘોડાની વાઘ એણે ઘોડાની ગરદન પર છૂટી મૂકી દીધી. ઘોડો ક્ષિતિજની પાર નીકળી જવા ભાથામાંથી છૂટતા તીર જેવો ગયો.

જોતજોતામાં વડાળનું પાદર વટાવ્યું. સામું જ કથરોટા વરતાણું. સીમાડા ઉપર કોઇ કાફલો ક્યાંય નથી દેખાતો. પણ વચ્ચે આવતા એક વોંકળાની ભેખડ ઊતરતાં એણે કાવડ દીઠી - પોતાના રોજીંદા નાવણ માટે છેક કાશીથી વહેતી થયેલી ગંગાજળની કાવડ.

પોતે ઘોડો થંભાવ્યો. પૂછ્યું, કાવડિયાઓ, રક્તપીતીઆ રાજા વીજલ વાજાનો પડાવ સામે મળ્યો?'

'હા મહારાજ, પાંચક ગાઉને પલ્લે.'

'કાવડ હેઠી ઉતારો.' કહીને પોતે વસ્ત્રો કાઢવા લાગ્યો.

'મારા માથે આંહી ને આંહી જ હાંડો રેદી દો.'

ગંગોદકમાં તરબોળ દેહે ફરીથી એણે અશ્વ પલાણ્યો, અશ્વને ઉપાડી મૂક્યો.

કાવડિયાઓ વાતો કરતા ગયા:-

'રાજા વાજાં ને વાંદર્યાં ! કોણ જાણે શોય ચાળો ઊપડ્યો હશે ભાઇ ! હાલો, એટલો ભાર ઉપાડવો મટ્યો. કોણ જાણે કઇ સદ્ધાઇ રોજ ગંગાજળે ન્હાએ મળી જાતી હશે. નખરાં છે નખરાં સમર્થોનાં. સોમનાથને ત્રણ ત્રણ વાર તો રગદોળીને મલેચ્છો ચાલ્યા ગયા. કોઇનું રૂંવાડું ય થીયું 'તું ખાંડું? શું કરી શક્યો ડાડો સોમનાથ, કે શું આડા હાથ દઇ શક્યા શંકરના ભૂત ભેરવ ! ગયા ગતાગોળમાં શંકર ને કંકર સૌ સામટા. આ વળી એક જાગ્યો છે ચેટકીયો. થોડા દિ' મર ગંગાજળે નાઇ લે બચાડો ! એની ય એ વાળી જ થવાની છે અંતે તો.'

આવી આવી બળતરા ઠાલવતા કાવડિયા જૂનાગઢ પહોંચ્યા. રોજ ગંગાજળની કાવડ ઉપાડનારાઓને મન એ પાણીનો મહિમા માત્ર બનાવટી ઠરી ચૂક્યો હતો.

'ઊભા રો, ! ઊભા રો, ! ઊભા રો!'

એવી રીડિયા પાડતો ઘોડેશ્વાર રા' છેક જેતલસર નામના ગામડાની સીમમાં વીજલ વાજાના મ્યાનને ભાળી શકે છે. મ્યાનો ઉપાડનારા ભોઇઓ ઘોડાવેગે ડાંફો ભરતા જાય છે. કોઇ કશું સાંભળવા થોભતા નથી. વસ્તીની નજરે થવાનું રક્તપીતીઆનું મન નથી. એની સૂરતા તો એક માત્ર હિમાલય ઉપર જ ચોંટી છે. જિંદગીને ને જોબનને એણે પાછળ મૂકી દીધાં છે. એની દૃષ્ટિ મંગળ મોતની જ પધોરમાં છે.

'ઊભા રો' ! ઊભા રો' ! ઊભા રો.'

'કોણ આવે છે? કોને સાદ કરે છે?'

'રેવત આવે છે વ્હાણના વેગે. પણ માથે અસવાર બેઠો છે. ઉઘાડે ડીલે, કોઈક બાવો કે બામણ દક્ષિણા વગરનો રહી ગયો લાગે છે.'

'ઊભા રો' ! ઊભા રો' ! ઊભા રો.'

'ભાઈઓ,' વીજલ વાજો ભયભીત કંઠે કહે છે : ' આ હાક કોઈ બાવા બામણની નોય. આ તો ઓળખીતી ને જાણીતી હાક લાગે છે. આ હાક મારા રા'ની તો ન હોય?'

ખભે ઢળકતા શિર-કેશ દેખાયા. આરસામાં કંડારી હોય તેવી કાયા વરતાણી. અજાનબાહુ જોદ્ધો જણાયો.

'અરે ગઝબ કર્યો ભાઈઓ રે ભાઈઓ, માંડળિક પોતે આવે છે. બાતમી મળી ગઇ લાગે છે. પગ ઉપાડો, મને કાળમુખાને ક્યાંઈક સંઘરી વાળો. માંડળિક ગંગાજળિયો હમણે નંદવાઇ જાશે. મારી એકાદી માખી ય જો એના ફૂલદેહને માથે બેસશે તો મારાં આજસુધીનાં પાતકમાં ઊણપ શી રહેશે ? મને હેમાળોય નહિ સંઘરે ભાઈઓ!'

આખરે માંડળિક આંબી ગયો. ઘોડો આડો ફેરવીને રસાલો ઊભો રખાવ્યો. વીજલ વાજાએ મ્યાનમાંથી ઊતરી ન્હાસવા માંડ્યું. માંડળિકે દોડીને એને જોરાવરીથી બથમાં લીધો. એ બાથના શીતળ સ્પર્શે વીજલના રોમેરોમમાં ઉપડેલા દાહ ઉપર એકાએક ઠારક વળી. ને એના મોંમાંથી 'હા...શ!' એટલો ઉદ્ગાર ઊઠ્યો.

'છેટા રહો રા'! ગંગાજળિયા, છેટા રહો.' બોલતો વીજલ પોતાના લોહીપરૂનાં કણો લઇને માખીઓને માંડળિકના ખુલ્લા દેહ ઉપર બેસતી જોતો હતો.

'હવે છેટા રહીને શું સાચવવું હતું વાજા ઠાકોર ! પાછા વળો.'

'ટાઢક તો બહુ વળવા લાગી રા', પણ મારાં પાપ...'

'પુણ્યે પાપ ઠેલાય છે વીજલજી. પાછા વળો. ત્રિપુરારિ સૌ સારાં વાનાં કરશે.'

'ત્રિપુરારિને જ શરણે જાઉં છું રા'. અહાહા ! કોઠો કાંઇ ટાઢો થતો આવે છે!'

'માટે ચાલો પાછા. ત્રિપુરારિ જૂનાગઢને જશ અપાવશે.'

માખીઓ ઊડવા માંડી. લોહીપરૂના ટશીઆ સૂકાવા માંડ્યા.

'ચાલો પાછા.'


Rate this content
Log in

Similar gujarati story from Classics