Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama Romance

5.0  

Kalpesh Patel

Drama Romance

નીતિ-૭

નીતિ-૭

3 mins
2.0K


હું બેધડક ફારગતી માંગીશ

ભૂરી આભમાં અધખૂલી છત ટેકવીને જાગતી પડી રહી. એની આંખમાં નીંદ ન હતી. છેલ્લા ત્રણ મહિના – જ્યારથી એ ઝૂમા હારે દરિયા કિનારેથી, અહી આશરો લેવા આવી, તેની એક એક ક્ષણ પોતાના કિસ્મતને કોસી રહી હતી. એનું મન એના સ્વાભિમાનને કોરી રહ્યું હતું.

ભૂરી સ્વગત પૂછી રહી હતી : રૂપ હોવું અને સાથે સ્ત્રી હોવું એ તે શું ગુના જેવું છે ? એ સ્ત્રી હતી અને રૂપાળી હતી માટે કોઈને પણ આમ વર્તવાનું મન થાય ! હાય રે રૂપ ! એવું નહતું કે તેના દિલમાં પણ ઝૂમા માટે કોઈ જગ્યા નહતી. જે દિવસે ઝૂમાએ એને દરિયાકિનારની ખાડીએ બહાર નીકળવા હાથ લંબવાયો હતો ત્યારનું તેના દિલમાં તુમુલ યુદ્ધ ચાલતું હતું. પણ એનેય સમાજની ખેંચેલી રેખા નડતી હતી. એને નીચી નજરે ઝૂમાને જોયો. ઊંઘનું નાટક ભૂરીએ ચાલુ રાખ્યું.અને બોલી,

"રે ઝૂમા તું મરદ છે. ત્રણ મહિને તારે પૂછવાનું હોય, કે તને અમારી સાથે ફાવશે ? દોટ લગાવ. ‘તગડી’ના પસાયતો પાસે અને ઊભી કરીદે. હું ભરી સભામાં એ ચંદુડાને ત્રણ ઘોલ ઠપકારીશ. પહેલી એ નામર્દ જુવાન કોડ ભરી કન્યાને પરણ્યો એની બીજી એને માંડેલી મારી હાટડી, અને ત્રીજી એ કાચા કાનનાએ મને અડધી રાતે કાઢી મૂકી એની."

"ઝૂમાં તું ફક્કડ ગિરધારી છે, કોઇ દી તે વિચાર કર્યો છે, કે આ દુનિયામાં સ્ત્રીનો અવતાર શું ચીજ છે ? આ દુનિયામાં મરદને એક ઉપર બીજી નહીં, પણ તે ચાહે એટલી સ્ત્રી લાવે, સાથે રાખી કે તેની સાથે પરણી શકે ! એને પોતાના દલડાની રાણી કે દાસી બનાવી શકે. પણ એક સ્ત્રીને એમાંનો કોઈ એક પણ અધિકાર નથી આપ્યો. એક ભરથાર સાથે ફેરા ફર્યા પછી તેને જીવનભર તેના ખીલડે બંધાઇ જીવવું પડે છે. ઝૂમા તારી નીતિ અને ધરમ હાટુ હું બેધડક ચંદુડાથી ફારગતી માંગીશ. હે ભડવીર ઝૂમાં મને તું ચંદુના સિંદૂરથી મુક્ત કર. પછી જોજે તું મારાં મનનો મોરલો અને હું તારી ઢળકતી ઢેલ."

ઝૂમો એવડો મૂર્ખ નહતો કે, એમ સમજે કે ભૂરી સમણામાં બબડે છે તેમ માને એને ખબર થઈ ચૂકી હતી કે ભૂરી જે દિવસના ઉજાસ અને માની હાજરીમાં જે નહતી કહી શકતી, તે અત્યારે ઝૂમાંને ઊંઘના નાટકમાં કહી રહી હતી. કરમ સ્ંજોગે ઝૂમા ભેગી બાજુના ઝૂંપડે સૂતેલી ઝૂમાની મા પણ ભૂરીના મનોભાવ જાણી સવાર ક્યારે પડે તે રાહ જોતી ઝૂમી ઉઠી હતી. તેના મનમાં ઝૂમાના લગ્નના નગારાના અવાજ ભેગા રાંદલ માના આશિષ લહેરતા હતા.

ઝૂમાની માં’એ જાગીને જોયું તો નિત્ય સૌ પહેલી જાગી જનારી ભૂરી હજી ઊઠી નહોતી. ‘ભલે સૂતી’ વિચારતાં એ કામમાં જોતરાયાં. ભેંસ દોહી, ખાણપાણી ને કચરોકૂડો. ચા-પાણી કરતાં પહેલાં મા ફરી ભૂરીના ઝૂંપડે ગઈ. સવારના ટાઢા અજવાળામાં નિરાંતે સૂતી ભૂરીના મોઢા પરની શાંતિ જોઈને એમનો ગઈ કાલનો ઊંચકાયેલો જીવ ઠર્યો ને એ બબડ્યા, ઝૂમાના યોગ જાગ્યા છે.

મોડી જાગ્યા છતાં ભૂરી હાંફળી-ફાંફળી થયા વીના ઝડપથી દાતણ પરવારીને ઝૂમાની હોકલી ધોઈને પડસાળમાં તેને આપવા ગઈ ત્યારે, ઝૂમાની મા ઝૂમાને છ્ંડાયેલી જુવાન નારને પખાળવા વિશે સમજાવતા હતા,

"ઝખમ ખાધેલી નારી સાથે જરાક હાચવીને વાતું ઉખેડવી પડે. તું નોખો રહી મમતા રેલવતો રહેજે. બેત્રણ દહાડામાં તો તું જોજેને તારી પાસે આવી ભોંય ચુનરી પાથરી આવી જશે. દરેક નારી મમતાની ભૂખી હોય છે, તેનું દિલ મમતા પામે એટ્લે એનો શક્કો જ ફરી જતો હોય."


Rate this content
Log in

Similar gujarati story from Drama