Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama Romance Tragedy

5.0  

Kalpesh Patel

Drama Romance Tragedy

મુક્ત

મુક્ત

3 mins
2.4K


ધબકાર ઘોષ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો કાબેલ સંગીતકાર હતો. તેના ગીતો લોકોને ગમતા અને બ્લોક બસ્ટર રહેતા. વીણા તેની પત્ની હતી અને તે ધબકારને દિલોજાનથી પ્રેમ કરતી હતી, લગ્નજીવનની પાંચમી તિથિ આવી ત્યા સુધીમાં પરિસ્થિતિએ કરવટ બદલી. હજુ ગયે વરસે વીણાની ડિલિવરી વખતે કોંપ્લિકેશન ઉદભવતા અધૂરામાસે, તાકીદનું સિઝેરીયન કરવું પડ્યું અને “વીણા કે પુત્ર ?” ના સવાલ સામે, ધબકારે વીણાને સ્વીકારતા, ફક્ત વીણા બચી ગયેલ, અને વીણાને બચેલી જોતાં ધબકારના આનંદનો પાર ના હતો. પણ કુદરતને કઈ બીજુ જ મંજૂર હતું. ધબકારનો આનંદ ક્ષણભંગુર હતો, વીણાની કુખે હવે કોઈજ સંતાન નહીં અવતારે તે સમાચારે ધબકારને કારમો આઘાત લાગ્યો અને તે લખવાગ્રસ્ત થઈ પરાવલંબી થયો.. 

અવિરત ચાલતા સમયના ચક્ર સાથે વીણા અને ધબકાર એકબીજાને અનુરૂપ બની જીવન જીવતા હતા. ધબકાર ભલે લખવાગ્રસ્ત અને લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર જીવતો હતો પણ તેની સર્જન શક્તિ હજુય અકબંધ રહેલી હતી અને નવી નવી ધૂન રોજ રચતો રહેતો અને તેની સંગીતની દુનિયામાં રહી સસ્નેહ વીણા સંગ જીવન વ્યતીત કરતો હતો. પરંતું જીવનભરની પાનખરમાં વીણાની મુક્ત ઉર્મિઓ અને આશાઓના મોજાઓ તેના બેરંગ જીવનમાં પડઘા પાડી તેની ડિલિવરીના ગોઝારા દિવસની સતત યાદી આપતા રહેતા હતા.

વીણા ધબકારને કહેવા માંગતી હતી કે તે હવે કંટાળી છે અને તેનાથી મુક્તિ જંખે છે, ધબકારની વીણાના દિલના “મુક્ત” તાર કોઈ બીજી વ્યક્તિને હવાલે થઈ ચૂક્યા છે. વીણા વિચારતી હતી, એકતો એ અત્યારે ધબકારને લઈને દુનિયાભરની સાહબી ભોગવે છે, ત્યારે ધબકાર શું વિચારશે ? આજના સમયે જ્યારે ધબકારને સૌથી વધુ તેની જરૂર છે, ત્યારે તે તેને કેવી રીતે કહી શકશે કે તે હવે પનારની પાછળ ઘેલી છે અને પ્રેમ કરે છે અને પનાર પણ તેને તેટલોજ પ્રેમ કરે છે.

વીણાની નજર સમક્ષ અત્યારે પનાર ચોક્સી સાથેની પહેલી મુલાકાતનું ટ્રેલર ચાલતું હોય તેમ ક્લિપ રીવાઇન્ડ થઈ પ્લે થતાં, તાજી થઈ આવી. પોતે પ્રોવિઝન સ્ટોરમાં ધબકાર માટે ડાઇપર અને ટોયલેટરી લેવા ગઈ હતી ત્યારે પાછી ફરતા પનાર અકસ્માતે તેને અથડાયો હતો અને બંનેની પેપર શોપિંગ બેગો ફાટી ગઈ અને વિખરાયેલી વસ્તુઓ ભેગી કરતાં વીણાના હાથમાં ટીક -૨0ની બોટલ પકડેલો પનારનો પંજો હાથમાં આવ્યો. બંનેની ચાર આંખ ક્ષણભર એક થઈ. પનારની આંખમાં ઝળકતા આંસુઓની લહેરો જોઈ, વીણાની ધારણા બાહર જોતજોતામાં એ આંસુ બધાજ બંધ તોડી ઝરણા જેમ ઝર્યા ત્યારે તેને આશ્ચર્ય થયું અને દયાભાવે પોતે પનારને, પાસેની લારીએ લઈ જઈ જ્યુસ પીવરાવ્યો. અને અકસ્માતે ભેટેલ વીણાને, પનારે તેની પત્નીએ કરેલા વિશ્વાસઘાતથી વ્યથિત થઈ આપઘાત કરવાના ઈરાદાની જાણ કરી.

વીણાએ, તરતજ પનારના આવેગો શાંત પાડી, તેને માનવ જીવનનું મહત્વ જણાવતા સમય બધાજ દુ:ખની દવા છે તે સમજાવ્યું. આ દિવસ પછી તેઓની ટૂંકી પણ નિયમિત મુલાકાતોના દોર શરૂ થયા. પ્રારંભિક મૈત્રીના ફૂલો હવે પ્રેમની વસંતમાં પલોટાયા. બંને વચ્ચેનું અંતર ઝપાટેભર ઘટતું રહ્યું. નિકટતા વધતી ચાલી, એટ્લે સુધી કે એક વરસાદી રાતે પનાર, વીણાને ઘેર આખી રાત રોકાયો. વાતાવરણનની અસર કે ઉમ્મરના આવેગો, તે રાત્રિએ મુક્ત બની બંને એકબીજાના સહવાસે બધુ વિસરી ગયા. વીણાએ નવા સંબંધને હજુ કોઈ નામ નહતું આપ્યું પણ તેનું દિલ ડંખ મારી તેને કનડી રહ્યું હતું. તે હવે ધબકારને વફાદાર રહી શકશે કે નહીં ?, તે પોતે નક્કી નથી કરી શકતી તેનો મોટો રંજ હતો. પોતે જો પનાર સાથે સંસાર માંડે તો... ધબકારનું કોણ ? અને એક છત હેઠળ.... આમ..ક્યાં સુધી..?

રોજ બરોજના અપરાધભાવ રાખી જીવવાથી મુક્તિ મેળવવાના ઉપાયે આજે.. વીણાનું મન મક્કમ હતું, ધબકારને સ્પંચ કરી ડાઇપર બદલાવ્યા, નવો નક્કોર બંગાળી સફેદ ઝભ્ભો પહેરવ્યો અને તેની પથારી પાસે બેસી તેનું માથું પોતાને ખોળે લઈ, મનની વ્યથા મુક્ત બની ઠાલવતાં કહ્યું, ધબકાર તારી વીણાએ અપરાધ કર્યો છે, હું તારી ગુનેગાર છું, તું મને કહે કે, હું હવે શું કરું ?, પનાર મને આંધળો પ્રેમ કરે છે. અને મારા દિલના તાર હવે તેના ઈશારે ઝણઝણે છે ! ઓ ધબકાર તું મને આ વમળમાંથી છોડાવ અને બાહર નીકળવાનો રસ્તો સૂચવ.

રૂમની નીરવ શાંતિમાં હાર્ટ બીટ મોનીટરે બીપ-બીપના એકાએક સતત આવતા અવાજે વીણાનું ધ્યાન ખેંચ્યું, ડોક્ટરને sos મેસેજ આપે તે પહેલા મોનીટર ઉપર ઝળકતી ધબકારના જીવનની ઊંચી નીચી લીલી રેખાઓ શાંત બની એક સીધી લીટીમાં ફેરવાઈ શાંત થઈ વીણાને જવાબ આપી ચૂકી હતી, કે વીણા હવે તારા દિલના તાર હવે ધબકારથી મુક્ત છે, જેને તું ચાહે તેને હવાલે કરી શકે છે.

શીર્ષક પંક્તિ :-રહ્યા છીએ જ્યારે સ્પર્ધક એક બીજાને સુખી કરવા કાજે, તો હવે જા હવે તું "મુક્ત" છે,પણ ધબકતો રહેવાનો હું “ધબકાર વિના”, અનંત હું, હવે ઓ “વીણા” તારા દિલમાં !

~~

શબ્દ પરિચય :-"પનાર" એક વાંસળી જેવું બે થી ત્રણ ફૂટ લાંબુ વાદ્ય,જેના છેડે ચાર છિદ્રો હોય છે. તે એયક વાયુ વાદ્ય છે અને મોઢેથી વગાડવામાં આવે છે. ભારતમાં તે કચ્છમાં પ્રચલિત છે. 


Rate this content
Log in

Similar gujarati story from Drama