Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama Romance

5.0  

Kalpesh Patel

Drama Romance

નીતિ- ૬

નીતિ- ૬

3 mins
2.0K


મારી લીલી નાઘેર જેવી જોવનાઇ વેડફાય છે ઇ પણ હું જાણું છું.

જો ઝૂમાં કાન ખોલી સાંભળ, તેં મને બીજો અવતાર આપેલો છે, તે સોળ આની, કોઈ મેખ નહીં. એણે વધુમાં કહ્યું, મારી લીલી નાઘેર જેવી જોવનાઇ વેડફાય છે ઇ પણ હું જાણું છું. માં બાપ અને મોસાળની આબરૂ, અને સાસરિયાંની શાખ અને એકવીસ ગોળ સમાજની પ્રતિષ્ઠા સાથે કુળદેવીએ કરેલી છેડા છેડીને કાળી ટીલી લાગે નહીંં તેનું ધ્યાન રાખી અત્યાર લગી જીવી છું. અટાણે હું સાવ ચોખ્ખી છું તેવું કહું તોખુદ મારો માંહ્યલોજ ટપારે, પણ હા મેં મારી ઈજ્જતને બજારમાં હરાજીમાં મૂકવા નથી દીઘી, એવડી હિંમત હોત તો ચંદુડા ને ઘેર લહેર કરતી હોત. પણ અહી મારા પણ મનમાં તારી વાત નોખી છે. હું બધા ની સામે બહારવટે ચડી, તારી હાટે ગ્રહસ્તી માંડવા તૈયાર છું. રહી હવે ફાવવાની વાત, તો ઝૂમાં, માં ને કોરાણે રાખ, તો ખર્યુ પાન,આજ છે.. તો કાલે કદાચ નહીંં પણ હોય. સમાજની નીતિ રિવાજને કોરાણે રાખ, વાતમાં મોણ નાખવું છોડી, મરદ બની સીધે સીધું પૂછ ‘ ભૂરી તારે મારી હાળે નાતરું કરવું છે ?.

ના ભૂરી, મને તારું ધેલું ખરું, પરંતુ હું જાણું છું, સ્ત્રીના મનની સ્લેટ ગારા જેવી તેમાં ઘૂંટાયેલું નામ ચીલો કોતરતું હોય છે તેમાં ફારગતિના લીંપણ વગર બીજી ગ્રહસ્તી માંડતા પહેલા એણે સમાજની નીતિ અનુસાર તારે ફારગતી તો લેવી ઘટે.

ફટ રે તારી નીતિ અને ફટ આ સમાજ ઝૂમા, બાકી હું તો જનમની અભાગી. રે મારા તાત, મામાએ મને ચંદુ હાળે વળાવતા કેમ વિચાર નૈ કર્યો હોય કે, સામું માણસ માણસમાં જ નો’તું, પણ જીવતું મરદું હતું !!!, મરદું, મુઓ પહેલી રાતેજ પરખાઈ ગયો. આટલું બોલતા તે ધમણની માફક હાંફવા લાગી, ભૂરીને ઉશ્કેરાયેલી જોઈ... “રે ઝૂમાં કેમ હેરાન કરે મારી દીકરીને”.... કહી માં એ ખોટો ગુસ્સો કરતાં મને બહાર ઘકેલ્યો.

ઝૂમાના બહાર ગયા પછી, માં એ ભૂરીને પાસે બેસાડી પખાળી,માં ભૂરીને સાંતવન આપતા બોલી “ભૂરી કોઇની ભૂલે હેરાન થાય ઇ માનહ નો ગણાય, અને ભૂલને સુધારી જીવે એ ખરો માનહ”, હજુ કઈ વહી નથી ગયું, ‘તગડી’ ગામ દરબારને મધ્યે રાખી ફારગતી લખાવી લે, અને મામાની ભૂલ સુધાર, પછી નવો એકડો માંડ. ઝૂમો.. મારો દીકરો છે..એટ્લે નહીંં.. પણ છે સોનાનું માનહ.. તને હાથમાં રાખશે, બાકી ભગવાનનું આપેલું અહી સન્ધુય છે, ઝૂમાના બાપની દયાથી. ભૂરીના ગાલ લાલ થઈ રહેલા જોઈ, માં એ એને એકલી મૂકી, બહાર આવી, ઝૂમાને કહ્યું, માળા હખણો રહેજે અને થોડી ધીરજ રાખજે. 

ઝૂમાંને શાંતિ ક્યાં હતી ? એનું તો મન ભૂરીમાં લાગી ગયેલું. ચલમ ધખાવી ક્યાય સુધી તેણે ફૂંકે રાખી, ને કઈ હવાઈ કિલ્લા ચણી નાખ્યા, એક ધારી ચલમ ફૂંકવાથી હોકલી. હવે ઝૂમાના હાથ દઝાડતી થાય તેવી ગરમ થઈ, અને ઝૂમાની મધુર વિચાર જાતરા પૂરી થઈ. એને જોયું તો આજે ભૂરી ઝૂંપડાની બહાર સૂતેલી હતી.. તેની નજર આભમાં ટમકી રહેલા તારલાઓમાં હોય તેવું લાગ્યું. ઝૂમો હિંમત કરી તેની પાસે ગયો. પૂનમના ચાંદના ઉજાસમાં ખુલ્લામાં સૂતેલી કે તંદ્રામાં રહેલી ભૂરીની અઘખૂલી આંખોમાં કોઈ અનેરું ખેંચાણ હતું, પણ માં’ના કીધેલા કથનની રેખા ખેંચેલી હોઈ ઝૂમો ભૂરીથી ત્રણ ગજ દૂર ઊભો ઊભો રસપાન કરતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Drama