Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama Fantasy Thriller

4.9  

Kalpesh Patel

Drama Fantasy Thriller

ચક્કર

ચક્કર

15 mins
3.8K


એકવીસમી સદીના વૈજ્ઞાનિક યુગમાં, વિસ્તારવાદની લાલસા સંતોષવા, લોકો કેવા કેવા પેંતરા કરતા રહે છે, તેનાથી આપણે સૌ મીડિયામાં આવતા સમાચારોથી અવગત છીએ, આજે સમગ્ર માનવ જાતને બાનમાં લેવા માટે રચાયેલ "ચક્કર"ની સફળતા માટે કેટલી હદ સુધીના કાવાદાવાના ખેલ ખેલાય છે ? માનવી ખુદ માનવીના નિકંદન માટે કેટલી હદ સુધી અધમ કૃત્ય કરે છે, તે આ કથામાં જોઈ શકશો. 

વાંચક મિત્રો આજની આપની હવે પછીની ચંદ મિનિટોની સનસનાટી ભરી કથાની વાંચન યાત્રા સુખદ, સરળ અને રસમય બને તે માટે પહેલા કથામાં આવતા મુખ્ય પાત્રોનો પરિચય મેળવી લઈએ. 

પાત્રો:-શેરલોક હોમ્સ :- મશહૂર ઈંગ્લેન્ડ સ્થિત જાસૂસ. ટોની હોમ્સ:- શેરલોક હોમ્સનો નાનો ભાઈ. હેરિસન જ્યોજ :- શેરલોક હોમ્સની ઓફિસનો કર્મચારી, વિલિયમ સ્મિથ :- પોલીસ ઈન્સ્પેકટર, ડોક્ટર ગેબરીલા:- બાયોલોજીની સંશોધક, ચાચા ચોધરી:- શેરલોક હોમ્સનો મિત્ર અને ભારતનો એક નીવડેલો પ્રાઈવેટ જાસૂસ., સાબુ:- ચાચા ચોધરીનો ગુરુ ગ્રહથી આવેલો વફાદાર મિત્ર.

દ્રશ્ય:- ૧- રવિવારની ખુશનુમા સવાર

લંડનના છેવાડે આવેલી સ્ટ્રીટ નબર ૨૧ના ડેડ એન્ડ પાસે આવેલી શેરલોક વિલાની ઉગમણી દિશાએ, અદ્ભુત નજારો હતો, ચારે બાજુ બરફથી ઢંકાયેલા પર્વતો ઉપર પથરાયેલા અંધકારને ચીરી રહેલો સૂરજનો લાલાશ પડતો પ્રકાશ પર્વતો ફાડી જાણે બહાર આવતો હોય અને એ પ્રકાશ સફેદ પર્વતો પર પડીને એક કલ્પનાતીત વાતાવરણ ઊભું કરતા હતા નાના પહાડોની. વચ્ચે વહેલી પરોઢની એ તાજગીભરી સ્વર્ગીય શાંતિનો સાક્ષાત્કાર કરાવતો હતો. આવી ખુશનુમા રવિવારની સવારે, શેરલોક હોમ્સના મોબાઈલમા એલાર્મ એક્ટિવેટ થયું.

સવારના સાત વાગ્યાની એલાર્મ રિંગથી શેરલોક હોમ્સની આજના સંડેની સવાર ખરેખર બગડે તેવી હતી, કારણ કે ગઈકાલે રાત્રે મેયરની પાર્ટીમાં ખૂબ મોડુ થયેલું. પરંતુ આજની વાત અલગ હતી, એલાર્મ રિંગ ટોનની બાઈબલની બે ટૂંક પતી ત્યાં સુધી, મેડિટેશનમાં પથારીમાં રહ્યા પછી, મિસ્ટર હોમ્સ, તેમના નાઈટ ગાઉનનો બેલ્ટ બાંધતા ઝપાટાભેર પથારીમાંથી ઊભા થયા. તેઓ ઉત્સાહિત હતા. આજે સવારે તેઓનો પરમ મિત્ર ચાચા ચોધરી તેના સાથીદાર સાબુ સાથે, બુધવારે લંડનમાં આલ્બર્ટ હોલમાં યોજાવનાર લતામંગેશકરના લઈવ પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીક પ્રોગ્રામ જોવા આવવાનો હતો, અને તેને રિસીવ કરવા, હિથરો એર-પોર્ટ પોર્ટ જવાનું હતું. મિસ્ટર હોમ્સે સૌ પહેલા કોફી મેકર ઓન કર્યું, અને ટોસ્ટરમાં બ્રાઉન બ્રેડ લોડ કરી, વોશરૂમમાં ગયા, બહાર આવ્યા ત્યારે, કોફી અને ટોસ્ટ તૈયાર હતા, તેઓએ ફ્રિજમાંથી બ્લૂ બેરી ઝામની બોટલ લીધી અને ગરમા ગરમ કોફી,અને ટોસ્ટની ટ્રે લઈ, લિવિંગ રૂમમાં આવ્યા ત્યારે, ડોર બેલ રણકી ચૂક્યો હતો. મિસ્ટર હોમ્સે સર્વેલન્સ સિસ્ટમમાં જોયું…….તો એક બાઈ દરવાજે ગુલાબી કોટ પહેરી ગભરાયેલી હાલતમાં દરવાજો ખૂલે તેની રાહ જોતી ઊભી હતી,

ડોર ઉપર લાગેલા રિંગ બેલના માઈક્રો ફોનમાં મિસ્ટર હોમ્સે, એપોઈંટમેંટ વગર આવી ટપકી પડેલી બાઈને પોતાની નારાજગી છુપાવતા, મૃદુભાષામાં આવકાર આપતા કહ્યું,

કમ ઈન, ડોર ઈસ ઓપન, પ્લીજ હેવ જેંટલ પુશ.

મિસ્ટર હોમ્સ હજુ એક બીજો કપ કોફીનો ભરી રહ્યા હતા, ત્યાં તે ગુલાબી કોટ પહેરેલી બાનુએ લિવિંગ રૂમમાં આવી મિસ્ટર હોમ્સના પગ પકડી વિનતિ કરી.

ઑ મિસ્ટર હોમ્સ, તમારી રવિવારની સવાર બગાડવા બદલ, હું ખુબજ મુસીબતમાં છું, કદાચ મને સમગ્ર માનવ જાત માફ નહીં કરે, પ્લીજ મને મદદ કરો.

મિસ્ટર હોમ્સ કહ્યું અરે બાનુ, તમે પહેલા આ ગરમા ગરમ કોફી ને ન્યાય આપી, તમારી ઠંડી ઉડાડો, આમેય, હું રવિવારે કોઈ એપોઈંટમેંટ નથી રાખતો, એટલે આપની પાસે સમય પૂરતો છે.

થેન્ક યૂ મિસ્ટર હોમ્સ, આઈ એમ, ડોક્ટર ગેબેરીલા ચીફ સાયંટિસ્ટ, હું જીનીવા સ્થિત ઈન્ડો – બ્રિટન બાયો લોજિકલ ઈન્સ્ટિટ્યૂટની ડીન છું. હું બહુ જ મોટી આશા લઈને તમારી પાસે આવેલી છું. આવંગતુક ગુલાબી કોટમાં આવેલી બાનુએ કોફીની ચૂસકી લેતા કહ્યું.

 મિસ્ટર હોમ્સ નરમાઈથી બોલ્યા: ઈટ્સ ઑકે, ડોકટર ગેબેરીલા, તમે બેધડક કહો. બોલો હું તમારી શું સેવા કરી શકું ?

ડોકટર ગેબેરીલા ઉત્તેજના આવજે કહ્યું ઑ મિસ્ટર હોમ્સ, હું ખૂબ પરેશાન છું, મારી લેબોરેટરીની ફ્રોસ્ટ ચેમ્બરમાંથી વિઘટિત કરેલા, ખતરનાક જીવાણું નબર XOXUKIND1145875 ની ટેસ્ટ ટ્યુબ ગાયબ છે..

ડોક્ટર, તમે જરા માંડીને વાત કરો તો કઈ ખબર પડે, મિસ્ટર હોમ્સે ગરમ ટોસ્ટ ઉપર બ્લૂ બેરીનો ઝામ લગાવતા, તે ગુલાબી કોટવાળા બાનુને કહ્યું.

મિસ્ટર હોમ્સ, શું વાત કરું સાહેબ ? ડોક્ટરે મનની વ્યથા ઠાલાવતા ઉમેર્યું, 'સર' જો તે કાચની ટેસ્ટટ્યુબ, કોઈ ખોટા માણસને હાથ આવે કે તૂટશે તો મોટો અનર્થ થઈ શકેતેમ છે. તે ટેસ્ટ ટ્યુબના રહેલા જીવાણુઓ માનવીના મગજ ઉપર હુમલો કરી, વિચારવાની શક્તિને પળભરમાં ખેરવી નાખે તેવા છે, અને આ એક ટેસ્ટ ટ્યુબ, આખા યુરોપની વસ્તીને તબાહ કરવા માટે, પૂરતી છે. આ જંતુઑ અમે વેક્સિન બનાવવા માટે વિઘટિત કરીને સાચવી રાખેલા હતા. યુરોપના માનવ જાતની સલામતી માટે તે ટેસ્ટ ટ્યુબને શોધવી અનિવાર્ય છે.

મિસ્ટર હોમ્સ :- ડોક્ટર આ જીવાણુની ઘાતક અસરો જરા વિગતે કહેશો ?  

ડોકટર ગેબેરીલા:-, મિસ્ટર હોમ્સ, અમે આ જીવાણુઓને મરઘી અને ડુક્કરમાં જોયા,આ જીવાણુઓ ખુબજ ઘાતક છે, તેઓ ઓબ્જેક્ટની ડાયઝેશન સિસ્ટમ સાથે જોડાઈ સ્પાઈક પ્રોટીન રીસેપ્ટર સાથે જોડાય છે અને પોતાને માનવ કોષની સપાટી સાથે જોડે છે અને તેના આનુવંશિક આંતરિક હુમલાથી માનવની નર્વઝ કોષોને તેમની નોર્મલ કામગીરીથી મુક્ત કરે છે. તેના બે મૂળ લક્ષણો છે – માનવીમાં ખુબજ ઉત્સાહ અને ઉમંગની લાગણી નો ધોધ વહેતો હોય તેવી લાગણી નો અનુભવ કરાવે, પરંતુ તે વાસ્તવવમાં બુઝાતા દીવાનો એક અંતિમ ઝબકારો હોય છે, અને નર્વઝ કોષોને થયેલા નુકશાનનું નિદાન થાય ત્યારે ઘણું મોડુ થઈ ચૂક્યું હોવાથી, બીમારી નાઈલાજ થઈ જાય છે.

મિસ્ટર હોમ્સ:- હમ..., ઈટ ઈસ રિયલી સિસરિયસ મેટર, હેવ યૂ રિપોર્ટેડ ધીસ ટુ પોલીસ ?

 ડોકટર ગેબેરીલા:-નો સર, મીડિયાના લોકો ખોટો હંગામો કરી લોકોમાં ડર ફેલાવે, તેવી મને બીક છે, એટલે, હું સીધી તમારી પાસે આવેલી છું. મે છેલ્લી તે ટેસ્ટ ટ્યૂબને શુક્રવારની સવારે જોઈ હતી, જે બપોર પછી લેબોરેટરીની ચેસ્ટ ચેમ્બરમાંથી ગાયબ હતી. 

મિસ્ટર હોમ્સ:- ડોક્ટર, જુઓ અત્યારે તો મ્હારે, એક બીજા અગત્યના કામે જવું પડે તેમ છે. હું મારા કર્મચારીને કહું છું, તે તમારી સાથે આવી, પ્રિલિમરી મેટર એક્ઝામીન કરશે, તેનું નામ હેરિસન જ્યોજ છે, તે ખૂબ જ કાબેલ છે આપણે પહેલા શુક્રવારના રોજ ના CATV ફૂટેજ તપાસી જોઈએ, તમે થોડીક રાહ જુવો, હું તેને અહી બોલવું છું, તે આવે ત્યાં સુધી તમે કોઈ મેગેઝીન વાંચી શકો છો, કહેતા મિસ્ટર હોમ્સે ટેબલ ઉપર પડેલા મેગેઝીનના ઢગલા તરફ ઈશારો કર્યો અને, લિવિંગ રૂમની હીટિંગ સિસ્ટમ ચાલુ કરી, રૂમમાંથી બહાર નીકળી તૈયાર થવા ગયા.

મિસ્ટર હોમ્સ, ફેમિલી રૂમમાં આવી વિચારતા હતા, કે સ્થિત ઈન્ડો – બ્રિટન બાયો લોજિકલ ઈન્સ્ટિટ્યૂટનો કિસ્સો જો, હકીકતમાં કે ઉઠાંતરી હોય તો ? તે કેટલો ખતરનાક છે, તેઓએ તેઓના નાના ભાઈ ટોનીને ફોન કરી ઊંઘમાંથી જગાડ્યો અને એરપોર્ટ જવા તૈયાર થવા એલેર્ટ કર્યો. 

દ્રશ્ય ૨ :-ચોધરી,વેલ કમ ટુ બ્રિટન, તું મારો ખરો યાર છે, અને મારી પસંદને હજુ ભૂલ્યો નથી.

હિથરો ઈન્ટરનેશનલ એરપોર્ટ દિવસની ૧૯૦૦ ફ્લાઈટની અવરજવર સાથે રોજના હજારો પ્રવાસીઓની અવરજવર ધરાવતા આ એરપોર્ટ પર યાત્રીઓનું ઝડપી ક્લીયરન્સ આપવામાં આવતું હોવાથી, તાજેતરમાં સમાચારમાં ચમક્યું હતું. મિસ્ટર હોમ્સ અને ટોનીની ધારણા વિરુધ્ધ જયારે તેઓ, એરપોર્ટની એરઈવલ લોંજમાં પહોચ્યા ત્યારે સામે ચાચા ચોધરી તેમના પારંપારિક પોશાક કુરતો ધોતી અને માથે કેસરી સાફા અને મરૂન શાલ ઓઢી ઉભેલા જોયા. હવાઈ જહાજના લેંડિંગ થયેથી માત્ર વીશ મિનિટના ગાળામાં મહેમાનોને સમાન સાથે બહાર આરાઈવળ લોંજના આવેલા જોઈ, એરપોર્ટ અંગે વાંચેલા સમાચારની સત્યતાની પ્રતીતિ વચ્ચે ટોનીએ ફૂલનો બુકે ચાચાજી ને આપ્યો, અને મિસ્ટર હોમ્સે ભાવ વિભોર થઈ, તેમણે ભેટી રિસીવ કર્યા.

ટોની'નાં કાબેલ ડ્રાઈવિંગના પ્રતાપે દસમી મિનિટે તેઓની સલૂન-વાન એક્સ્પ્રેસ હાઈવેના ટ્રેક ઉપર પહોચી ગઈ હતી. દસ-દસ મિનિટથી મૌન રહી ચિંતામાં ગરકાવ થયેલા મિસ્ટર હોમ્સને જોઈ, ચાચા ચોધરીએ, હૅન્ડ બેગમાંથી પેપર ડિશ કાઢી, તેમા હલદીરામનાં 'આલુ લચ્છા', અને 'રસ-ગુલ્લા' પીરસી મિસ્ટર હોમ્સને ઓફર કર્યા, ચાચા ચોધરીને ખબર હતી, કે મિસ્ટર હોમ્સની આ હંમેશને માટેની માનીતી વાનગી રહી હતી, અને મિસ્ટર હોમ્સે પોતાની મનગમતી વાનગીને સામે હાથવગી જોતાં, હસી પડ્યા અને બોલ્યા, ચોધરી,વેલ કમ ટુ બ્રિટન, તું મારો ખરો યાર છે, અને મારી પસંદને ભૂલ્યો નથી, તેનો મને આનંદ છે. કહેતા આલુ લચ્છા, અને રસગુલ્લાની પ્લેટને હાથમાં લીધી. રસગુલ્લાએ તેનું કામ કર્યું હોય તેમ, મિસ્ટર હોમ્સે,ચાચાજીને કહ્યું, યાર એક મોટી મુસીબતના એંધાણ જોઈ રહ્યો છું. માનવ જાત માટે કદાચ મોટામાં મોટી મુસીબત આવતી હોય તેમ લાગે છે, પણ આવે વખતે, ચોધરી, તું મારી સાથે છે, એટલે સૌ સારા વાના થશે.

 મિસ્ટર હોમ્સે, સવારમાં ડોકટર ગેબેરીલા સાથે થયેલી મુલાકાતની વિગત આપી, ગુમ થયેલી ટેસ્ટ ટ્યુબથી અણુંબોંબથી પણ વિનાશ થાય તેવી સ્ફોટક પરિસ્થિતી ઉદભવી શકે તેમ જણાવ્યુ. ચચા ચોધરીએ કહ્યું, યાર શેરલોક, તું ફિકર ન કર, મારો શો તો હજુ ભૂધવારે દિવસે રાત્રે છે, અને આપની પાસે પૂરા ૭૨ કલાક છે. આપણે તારી ડોકટર ગેબેરીલાની ખોવાયેલી ટેસ્ટ ટ્યૂબનું 'ચક્કર' ખોલી નવડાં મેળવી લઈશું, બસ, તું જરા આમ તારું મોઢું હસતું રાખ, આપણી સાથે ગુરુ ગ્રહનો સાબુનો સબળ સાથ છે, પછી ચિંતા શેની?

દ્રશ્ય ૩:-ઈન્સ્ટિટ્યૂટની સ્ટ્રોંગ રૂમમાં આવેલી ચેસ્ટમાં મર્કયુરીના ફ્લાસ્કમાં રાખેલી જીવાણુઓની ટેસ્ટ ટ્યુબોમાંથી જીવાણુ ની ટેસ્ટ ટ્યુબ ગાયબ હતી.

૨૩મી ઓગષ્ટ ૨૦૧૯ ના દિવસે બપોર પછીનો એ સમય હતો. શુક્રવાર હોવાથી ઈન્ડો – બ્રિટન બાયો લોજિકલ ઈન્સ્ટિટ્યૂટને સાફ સફાઈ માટે બંધ રાખવામાં આવ્યું હતું. ઈન્સ્ટિટ્યૂટના તમામ કર્મચારીઓ પોતાના કામને આટોપવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન આ ટેસ્ટ ટ્યૂબને એક કર્મચારીને ચેકિંગ દરમ્યાન જોવા નહતી મળી. કર્મચારી તરત જ દોડતો દોડતો ઈન્સ્ટિટ્યૂટના ડીન ડોકટર ગેબેરીલા મેડમ પાસે જઈ આ વાતની જાણ કરે છે. ડોકટર અને સુરક્ષા અધિકારી તેની તપાસ કરે છે અને તાત્કાલિક ઈન્સ્ટિટ્યૂટને બંધ કરી દેવામાં આવે છે. ઈન્સ્ટિટ્યૂટના ખુણે ખુણાની વારંવાર તપાસ કરવામાં આવે છે. ઈન્સ્ટિટ્યૂટની સ્ટ્રોંગ રૂમમાં આવેલી ચેસ્ટમાં મર્કયુરીના ફ્લાસ્કમાં રાખેલી જીવાણુઓની ટેસ્ટ ટ્યુબોમાંથી જીવાણુ ની ટેસ્ટ ટ્યુબ ગાયબ હતી.

શેરલોક હોમ્સ દ્વારા બધા જ કર્મચારીઓની આકરી પૂછપરછ કરવામાં આવે છે. જોકે કોઈને ખબર ન હતી કે જીવાણુ ની ટેસ્ટ ટ્યુબ આખરે, કેવી રીતે અને ક્યાંરે ગાયબ થઈ ગઈ ! ઈન્સ્ટિટ્યૂટ બંધ હોવાથી બહારનો કોઈ વ્યક્તિ ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશી શકે તેવી તો કોઈ શક્યતા જ ન હતી. આખરે મિસ્ટર હોમ્સે શંકાની સોય ઈન્સ્ટિટ્યૂટના જ કોઈ કર્મચારી પર તાંકતા. હેરિસન જ્યોજે (મિસ્ટર હોમ્સનો મદદનીશ ) ઈન્સ્ટિટ્યૂટના દરેક કર્મચારીઓનો ઈન્ટરવ્યૂ લેવાનો શરૂ કર્યો. કર્મચારીઓની તપાસ પરથી ખબર પડી કે ટેસ્ટ ટ્યુબ શુક્રવારે બપોરે ૧ થી૨ વાગ્યાની વચ્ચે જ ગુમ થયેલી હતી. શુક્રવારે બપોરે બે વાગ્યા પછી જીનીવા સ્થિત ઈન્ડો – બ્રિટન બાયો લોજિકલ ઈન્સ્ટિટ્યૂટ સફાઈ માટે કયાં મુલાકાતીઓ માટે બંધ હોય છે. ઈન્સ્ટિટ્યૂટ જ્યારે બંધ હોય ત્યારે તેમાં માત્ર કર્મચારીને જ પ્રવેશવાની મંજૂરી હોય છે. અને તમામ ૧૨૪ લોકોની સઘન પુછપરછ કરવામાં આવી. તપાસને અંતે માત્ર એટલું જ જાણવા મળ્યુ કે એક અજાણી મહિલા તે બપોરે લંચ અવરમાં જોવા મળી હતી. જે ક્લિનિગ કોન્ટ્રાકટરનાં કહેવા પ્રમાણે નવી કામદાર હતી.

મામલો જન સમુદાયની સલામતિને લાગતો હોઈ. મિસ્ટર હોમ્સે, પોલીસને પણ ઈન્સ્ટિટ્યૂટની જીવાણુ ની ટેસ્ટ ટ્યુબ ગાયબ થવાના સમાચાર થી વાકેફ કરી તેની ગંભીરતા જણાવી હતી. આ ચોરી અંગે સમમાંતર ચાલતી તપાસમાં પોલીસ ઈન્સ્પેકટર વિલિયમ સ્મિથ દ્વારા આદરેલી તપાસ કવાયતમાં કર્મચારીઓની દરેક એંગલથી પૂછ પરછ કરાઈ હતી, પણ કોઈ કડી મેળવવામાં અસફળ રહ્યા હતા. ઈન્સ્ટિટ્યૂટના સ્ટ્રોંગ રૂમના દરવાજેથી કોઈ અજાણ્યા ફિંગરપ્રિન્ટ પણ મળી આવી પણ તેના અંગે પોલીસ પાસે પણ કોઈ રેકોર્ડ પ્રાપ્ત નહતો.

ઈન્ડો – બ્રિટન બાયો લોજિકલ ઈન્સ્ટિટ્યૂટમાંથી જીવાણુ ની ટેસ્ટ ટ્યુબ ગાયબ થવાના સમાચારની વાત જ્યારે દુનિયાને ખબર પડી ત્યારે, છાપાઓએ પોલીસ અને શેરલોક હોમ્સના માથે માછલાં ધોયા. લોકોના મોઢે માત્ર તેની વાતો જોવા મળતી હતી. એક દેશના લોકો બીજા દેશના લોકો પર આરોપો મુકવા લાગ્યાં. ભારતના લોકોએ પાકિસ્તાનના લોકો પર આરોપ મુક્યો અને પાકિસ્તાનનાં લોકોએ અમેરિકાના લોકોએ જાસૂસો પર. કાતિલ જીવાણુ ભરેલી ટેસ્ટ ટ્યુબની ચોરી થયે કલાકો વિતતા ગયા પણ તેને મળવાની કોઈ શક્યતા દેખાઈ નહોંતી.

બધાજ એરપોર્ટ અને સી પોર્ટ સીલ કરી બહાર જતાં લોકોની સઘન તપાસ ચાલુ હતી આમ કરતાં પૂરા ૨૪ કલાક વિતી ગયા પણ ટેસ્ટ ટ્યુબનો કોઈ અતો-પતો મળતો નહોતો. હવે આ ઘટનાને બીજો દિવસ પણ વીતવા આવ્યો હતો. કેટલાક લોકો એવું માનતા હતા કે જીવાણુ ની ટેસ્ટ ટ્યુબનો સાફ-સફાઈ દરમિયાન સળગાવવામાં આવતા વેસ્ટ સાથે નાશ પામ્યું હતું.

પરંતુ મિસ્ટર હોમ્સના મિત્ર ચાચા ચોધરીના મત અનુસાર , ઈન્સ્ટિટ્યૂટના કર્મચારીઓ દ્વારા જ નાશ પામવાની ખોટી થિયરી ઊભી કરી ચોરીની ઘટનાને ગેરમાર્ગે માટેની ચાલ પણ હોઈ શકે !. આખરે મિસ્ટર હોમ્સે લંડન મેયરને ફોન કરી સલામતી સમિતિના સભ્યોને તાકીદની મિટિંગ બોલાવી ભેગા કરવા કહ્યું, અને અર્ધા કલાકમાં મિટિંગ મળી....

દ્રશ્ય ૪:- લંડન સિટિ હોલ- મેયર ઓફિસ, "આ લોકો અતિશય અતિશય બુદ્ધિશાળી, દુરોગામી વિચારનારા અને ભારે સંવેદનશીલ છે"

લંડન નાં મેયરે ડાયસ ઉપરથી જણાવ્યુ કે, જીવાણુ ની ટેસ્ટ ટ્યુબના ગાયબ દુર્ઘટનાની પૃષ્ઠભૂમિમાં, બદલાતા વિશ્વ અને બ્રિટન તથા ભારતના શક્તિના સમીકરણોથી ઊઠીને તેના ઉદ્દેશ્યનાં વિશ્લેષણની જરૂર છે. કારણ કે આ બીનાની દુરોગામી અસર છે. આપણે ખુશનસીબ છીએ કે આવી કપરી પરિસ્થિતીમાં મિસ્ટર હોમ્સ ઉપરાંત ચાચા ચોધરી અને તેઓના સાથીદાર ગુરુ ગ્રહના સાબુની વિલક્ષણ ક્ષમતાને,આપણે મેળવી શકીએ તેવી હાલતમાં આપણે છીએ. મારા સૂચન પ્રમાણે આ, સમગ્ર ઘટનાની તપાસ તેઓને આપણે સોંપીએ તે હિતકારક રહેશે. આ બંને લોકો અતિશય અતિશય બુદ્ધિશાળી, દુરોગામી વિચારનારા અને ભારે સંવેદનશીલ છે,તેઓ ટેસ્ટ ટ્યુબના ગાયબ થવાથી ઊભા થનારા હજાર પ્રશ્નોના લાખ ઉકેલો જરૂર જરૂરથી શોધી કાઢશે ! મેયરે લંડન પોલીસ ઈન્સ્પેક્ટર વિલિયમ સ્મિથને તેના ફોર્સ સાથે મિસ્ટર હોમ્સ અને ચાચા ચોધરીને પડખે રહી કામ કરવા આદેશ આપ્યો.

દ્રશ્ય ૫:- નિરાશા કરતાં નિરાશ થવું વધુ ખતરનાક છે

મિસ્ટર હોમ્સનો નાનો ભાઈ ટોની,તેઓની ઓફિસનો કર્મચારી હેરિસન જ્યોજે, તેઓની પોલીસ ઈન્સ્પેકટર સાથેની કરેલી પચાસ કલાકની તપાસ પછી રજૂ કરેલા રિપોર્ટમાંથી, મિસ્ટર હોમ્સ કે ચાચાજીને કોઈ સગડ જડતો ન હતો, અને કોઈ પણ વાત બનતી ન હતી,પહેરા બંધ ઈન્સ્ટિટ્યૂટમાંથી, ટેસ્ટ ટ્યુબનું ગાયબ થવું તે અજ્બ ચક્કર હતું. સામાન્ય રીતે દરેક ગુનામાં ગુનો કરનાર ક્યાંને ક્યાંક સગડ છોડતો હોય છે પણ ઈન્સ્ટિટ્યૂટમાં હજુ કોઈ પગેરું મળતું નહતું, સીએટીવીના ઈનપુટ્સ પણ કોઈ નક્કર કામ આવે તેવા ન હતા.

સામાન્ય રીતે હંમેશા આનંદમાં રહેતા મિસ્ટર હોમ્સને અત્યારે ઓફિસમાં સુનમુન અને મુંજાયેલા જોઈ, આજે ટોનીને નવાઈ તો લાગી!. "પણ મિસ્ટર હોમ્સ મજામાં હોય તો સ્ટાફ તકલીફમાં" તેમજ "સાહેબ ની આગળ અને ગઘેડાની પાછળ જાજુ ન રહેવાય" તેવું માનતા ટોનીએ ઝટપટ મિસ્ટર હોમ્સના ટેબલ ઉપરના પેપર્સ અને ફાઈલ્સ ગોઠવી અને નિયમ અનુસાર તારીખ અને ૨૭ મી ઓગસ્ટનાં દિવસનું સુવિચારનું કાર્ડ બદલી મિસ્ટર હોમ્સની કેબિનની બહાર છટક્યો.

ભાવ વિહીન મિસ્ટર હોમ્સની કેળવાયેલ તીક્ષ્ણ નજર બધુ જોતી હતી, અને ત્યાં તેની નજર આજના સુવિચાર "નિરાશા કરતાં નિરાશ થવું વધુ ખતરનાક છે" ઉપર પડતાં એક અગમ્ય શક્તિનો સંચાર થતો હોય તેવું લાગ્યું, અને એકજ ઝટકા સાથે ઊભા થઈ ચાચાજીને મળવા તેમની રૂમમાં ગયા.

લગભગ દસેક મિનિટની મિટિંગ પછી મિસ્ટર હોમ્સે, ચાચા ચોધરીની રૂમમાંથી બૂમ પાડી, "ટોની. ડ્રાઈવરને કહે, સાહેબો આવે છે. અને મિસ્ટર હોમ્સે ઍક નવી સિગાર પેટવી, બેગ ઉઠાવી માથે બોલર હેટ અને ગુચીના ગોગલ્સ ચડાવી, ચચા ચોધરીને લઈ ઈન્ડો – બ્રિટન બાયો લોજિકલ ઈન્સ્ટિટ્યૂટ જવા સડસડાટ નીકળ્યા.

દ્રશ્ય ૬ :- અંધારમાં છોડેલા તીરે ટેસ્ટ ટ્યુબની ચોરીનો ખોલી આપ્યો રસ્તો !

જીવાણુ ની ટેસ્ટ ટ્યુબને ચોરાયાના પંચવન કલાક જેટલો સમય વિતી ગયો હતો. ઈન્ડો – બ્રિટન બાયો લોજિકલ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત દરમિયાન ચાચા ચોધારીને શું સુજયું, કે તેઓએ ધડાધડ નવું ઈમેલ અકાઉન્ટ જનરેટ કર્યું,અને ઈન્સ્ટિટ્યૂટનાં સર્વરથી મેસેજ વહેતો મૂક્યો ઈન્ડો – બ્રિટન બાયો લોજિકલ ઈન્સ્ટિટ્યૂટે વિઘટિત કરેલા જીવાણુ ની ટેસ્ટ ટ્યુબ વેચાઉ છે, જે કોઈને ખરીદવી હોય તે, "માલી" ટાપુ સ્થિત મિસ્ટર સાબુનો સંપર્ક કરે.

અંધારી આલમના દેશોને અજાણ્યો મેઈલ તે સમયે, એક ઈટાલીનાં આઈ-પી એડ્રેસથી અજાણી વ્યક્તિએ તેને માત્ર એક મજાક ન સમજતા, તે ટેસ્ટ ટ્યુબ ખરીદવાની તૈયારી બતાવી તે વ્યક્તિએ સાબુ'ને, માલી ટાપુ આવવા ના કહી, જો સોદો કરવો હોય તો ટેસ્ટ ટ્યુબ લઈ, સાબુને, વેનિસ (ઈટાલી) બોલાવ્યો અને બંને વચ્ચે એક હોટલમાં મુલાકાત નક્કી કરવામાં આવી.

ઈ-મેઈલનો જવાબ આવવો, એ મિસ્ટર હોમ્સ અને ચાચા ચોધરી માટે "બગાસું ખાતા, મોમાં રસગુલ્લું આવી પડવું " એવે ઘાટ થયેલો હોય, હવે કોઈ કડી મળતી જોઈ, મિસ્ટર હોમ્સનું મગજ આગળની રણનીતિ ઘડવામાં વ્યસ્ત થઈ ગયું. અને પ્રથમ તો પોલીસ ઈન્સ્પેકટર ને "DND" "ડુ નોટ ડિસ્ટર્બ" નો મેસેજ મૂકી જણાવ્યુ, કે" તેઓ તેઓના મિત્ર ચાચા ચોધરીની તબિયત ખરાબ છે, માટે સિવિલ હોસ્પિટલ તેમની સાથે છે". અને સિવિલ હોસ્પિટલમાં ફોન લગાવી ડોક્ટર પાસે એક રૂમ ચાચા ચોધરી માટે બૂક કરવી લીધો. 

દ્રશ્ય સાત -"અરે ભાઈ આજ હમ બહુત પરેશાન હૈં, તુમ આજ, હમે ઈતની પીલા દો કી ગમ સારે ડૂબ જાય ".

વેનિસ નગરીની લગુના નદીના કિનારે આવેલ "બીઝી- બી" ના નાઈટ બાર માં યુવક –યુવતીઑના પગ," જોહની બેન્ડના ધ્વનિના તાલે ડાંસ ફ્લોર ઉપર થરકતા હતા. મોહ-મહી તરતી નગરી વેનિસની આજ તો ખાસિયત છે કે,સૂરજના ડૂબતાંજ આમ આદમીની રાત્રિની સાથે, નવા જમાનાના યુવાન નબીરાઓનો દિવસ, રોમાન્સ અને બાર ગર્લ્સની મોહક અદાઓ વચ્ચે ઊગતો હોય, જે અહીં સામાન્ય હતું.

સંગીતનાં ઘોંઘાટ અને સિગારેટના ધૂમડાઓ વચ્ચે એક ટાલિયા કદાવર આધેડ માનવીએ બારમાં પ્રવેશ કર્યો, અને કાઉન્ટર ઉપર લીરાની નોટોનું બંડલ ફેંકી ટેબલ નંબર સાતની ચેરમાં સ્થાન ગ્રહણ કર્યું ત્યાર સુધીમાં તો, આવનાર કદાવર સખ્સને જોઈ કેટલાયના હ્રદયના ધબકારા વધી ગયા. આખા બારમાં આ કદાવર સખ્સને જોઈ એક અચંબો પ્રસરી ગયો.. "અરે ભાઈ આજ હમ બહુત પરેશાન હૈં, તુમ આજ હમે ઈતની પીલાદો કે, ગમ સારે ડૂબ જાય " આવનાર કદાવર સખ્સના આવા આદેશથી, વેઈટરોના સમુહે ક્ષણના પણ વિલંબ વગર સ્પેશ્યલ બ્રાન્ડનો પેગ તથા મલબરો લાઈટ સિગારેટ કેસ અને ઈટાલિયન ચીઝ બોલ્સ સર્વ કરતા, મોટી ટીપ માટેની લાલચુ નજરે બંને વેઈટરો બોલ્યા, જોરદાર લાગો છો ને ?. કોઈ સ્પેશ્યિલ ડે છે કાંઈ ?, વેનિસ પહેલી વાર આવ્યા લાગો છો,, વાતને અધવચ્ચે કાપતા.. 'સાબુ'એ બંને વેઈટરો સામે વેધક નજર ફરકાવતા, બંને વેઈટરોએ ત્યાં થી ચલતી પકડી, હા, આ કદાવર સખ્સ, ચચાજી નો વહાલો સાથીદાર સાબુ હતો, ચોધારીજી એ ઘડેલી યોજનાના ભાગ રૂપે 'સાબુ'ના ખભે બેસી, ચપટીમાં મિસ્ટર હોમ્સ અને ચાચા ચોધરી, ઈમેઈલ માં કીધેલી હોટલે આવી ગયા હતા !

લગભગ રાત્રીના એક વાગવાની તૈયારી હતી બારમાં બધો કોલાહલ શાંત થઈ ગયો હતો, બધા થાકીને કહો,કે ખિસ્સા ખાલી કરી, જે ગણો, તે, પણ સૌ પોત પોતાના મુકામે પરત ગયા હતા, પણ ટેબલ નંબર સાત બેઠેલા કદાવર સાબુ'નો મદિરા-પાનનો દોર અવિરત ચાલુ હતો, કાઉન્ટર ઉપરનો ફર્નાંડ્ડીઝ લમણે હાથ રાખી તેના ઉઠવાની રાહ જોતો હતો, તેવામાં ફર્નાંડ્ડીઝએ બારનાં દરવાજે કોઈ ચહલ પહલ જોઈ,મહિલાની ઠસ્સા ભેર ચાલથી ફર્નાંડ્ડીઝ તે બાઈને ઓળખી ગયો, અને વિચારતો હતો કે આટલા મોડા મેમ, કેમ આજે આવ્યા હશે ? ફર્નાંડ્ડીઝ વિચારે ત્યાં સુધીમાં રૂખસાના મેડમની બારમાં એન્ટ્રી થઈ ચૂકી હતી.ઓલિવ ગ્રીન બ્લેક કલરના ગાઉનમાં સજ્જ રુખસાના મેડમનો આજનો ઠસ્સો લાજવાબ હતો, ફર્નાંડ્ડીઝ પણ તેને છાંની નજરે જોયા વગર રહીના શક્યો. મેડમે હાથમાં પહેરેલા બ્લુ હીરાના બ્રેસલેટ ઊંચા ચડાવતા, ટેબલ નંબર સાતની ચેરમાં 'સાબુ'ની સામેની બેઠકે સ્થાન ગ્રહણ કર્યું.

ત્યાં સુધીમાં ફર્નાંડ્ડીઝ ખુદ રૂખસાના મેડમની સરભરા માટે આવતો હતો, ત્યાં મેડમે હાથથી ઈશારો કરી, "લિવ આલોન" કહી અટકાવી દીધો. અને મેડમનો 'સાબુ' સાથેનો વાત નો દોર આગળ ચાલ્યો. સાબુને ઉદ્દેશીને કહ્યું કે

દ્રશ્ય –સાતમું 'ઓ મિસ્ટર સાબુ - મારા બોસની મનો વિકૃતિની તને ખબર નથી સાંભળીશ તો તારા શરીરના બધા રૂવાંડા ઊભા નહીં.. પણ અળગા થઈ જશે.'

બીઝી બી બાર'નાં તે ટેબલ નબર સાત ઉપર બેઠેલી રૂખસાનાએ તેનું પર્સ ખોલ્યું અને સિગારેટનું પેકેટ કાઢી એક સિગારેટ સળગાવી. સામે બેઠેલા સાબુએ રૂખસાનાની ડાબી આંખના કાચના ડોળામાં સળગતા અંગારા જેવું કંઈક સળગીને હોલવાઈ ગયું. પણ ઠંડુ કલેજું રાખી બેઠેલા સાબુએ, તેના જમણા હાથના બેલ્ટને લમણે ઘસી તેમાં રહેલો કેમેરો એક્ટિવેટ કરી, રૂખસાનાને નિરાંતે ધૂમ્રપાન કરવા દીધું. તે સિગારેટ ફૂંકતી ગઈ અને ધુમાડા છોડતી ગઈ. પછી સિગારેટ ઠુઠું થઈ ગઈ એટલે બૂંઝાવી દીધી, કારણ કે હવે, મિસ્ટર સાબુને તેની સામે સબૂત જોઈ, તેના મગજમાં જલતી યાદોની સિગારેટ ફરી સતેજ થઈ ગઈ… …' તેણે ખુરશી પર ટટ્ટાર થતાં શરૂ કર્યું…'ઑ મિસ્ટર સાબુ, ત્ન્હે મને ખોટી ટેસ્ટ ટ્યુબ પધારાવી મુરખ બનાવી પૈસા પડાવવા માટેના ઈરાદાથી મેઈલ કર્યો ત્યારથી મારું મગજ બહેર મારી ગયું છે. તારા એક મેળથી રાતે મારી ઊંઘ હરામ થઈ ગઈ છે…તેને મારા બોસનીની મનોવિકૃતિની ખબર નથી સાંભળશે તો તારા શરીરના બધાજ રૂવાંડા ઊભા નહીં.. પણ અળગા થઈ જશે.' અને રૂખસાનાએ પળના વિલંબ વગર તેના નાઈટ્રોજન યુક્ત પર્સમાંથી એક હાથમાં રિવોલ્વર પાકડી અને બીજા હાથે ટેસ્ટ ટ્યુબ બહાર કાઢી,ટેબલ ઉપર મૂકી અને બોલી. બોલ કોના ઈશારે તને આવું ખોટું ચક્કર ચલાવવા સુજયું ?

સાબુએ હસતાં હસતાં કીધૂ ""ડોકટર ગેબેરીલા" "યોર ટાઈમ ઈજ નાવ ઓવર", "તારી પાસે ટેસ્ટ ટ્યુબ છે, તે ખોટી છે", અને "જો જીવાણુ ની ખરી ટેસ્ટતો મારી પાસે છે", એવું કહેતા ટ્યુબની રિપલિકા રૂખસાના સામે ટેબલ ઉપર મૂકી.

દ્રશ્ય: આઠ - કબૂલાત નામું

મુદ્દા-માલ સાથે રંગે હાથ આરોપી જ્યારે ઝડપાય ત્યારે મિસ્ટર હોમ્સ શાંત રહે ખરા ?, ચાચાજીના વફાદાર સાથી 'સાબુ'ના હાથના કેમેરા દ્વારા ટેબલ સાત ઉપરની થઈ રહેલી વાતની રજેરજ માહિતી મળતી જતી હતી. પળ ગુમાવ્યા વગર મિસ્ટર હોમ્સ અને ચચા ચોધરી ટેબલ નબર સાત ઉપર ધસી આવ્યા. મિસ્ટર શેરલોક હોમ્સ તેમની આગવી ખાતીરદારીથી ડોક્ટર ગેબેરીલા ઉર્ફે રૂખસાના પાસે બધા રાઝ ઓકાવતાં હતા,

ડોક્ટર ગેબેરીલાએ રડમસ અવાજે કહ્યું, મિસ્ટર હોમ્સ, આ તમારો મૂછાળો ચાચો પિસ્તોલથી પણ ખતરનાક છે, ડાબેરી દેશોના એજન્ટે, મારી ચાર વરસની દીકરી ડોલીનું અપહરણ કરેલું, અને તેને છોડાવવા માટે મારે બદલામાં ટેસ્ટ ટ્યુબ આપવાની હતી. જે મે સિલિકોનનાં બનાવટી ફિંગર પ્રિન્ટ વાળા મોજા પહેરી સફાઈ કામદારના વેશમાં રહી આબાદ તફડાવી લીધી હતી, પણ આ તમારા ચાચાએ ચલાવેલા ટેસ્ટ ટ્યુબ વેચવાના 'ચક્કર' નાં ચકરાવે ડાબેરી દેશના એજન્ટે મારી દીકરીને ન છોડતા પછી હું તમારા 'ચક્કર'માં આવી પડી...

.........તેવામાં એક અજબ બીના અચાનક ઘટી.

ચાચા-ચોધરીના ગુરુ ગ્રહના તે કદાવર સાથીદાર મિસ્ટર 'સાબુ'એ ડોક્ટર ગેબેરીલાની પાસે ટેબલ પર પડેલી ટેસ્ટ ટ્યુબ આંચકી લઈ, તેને મોમાં મૂકી, ટેસ્ટ ટ્યુબ, જીવાણુઓ કાચની ટ્યુબ સહિત ચાવી ગયો. આ જોઈ હેબતાઈ ગયેલા મિસ્ટર શેરલોક હોમ્સ અને ચાચાજી, આગળ કઈ બોલે તે પહેલા, સાબુ બોલી ઉઠ્યો, મિસ્ટર હોમ્સ તમારા હવે જીવાણુ ની વેક્સિન બનાવવાના 'ચક્કર' પૂરા. તમારા બ્રિટન નાં ડોક્ટરોને કહો, કે તેઓ મારા શરીરમાંથી ખેચવું હોય તેટલું લોહી ખેંચે. આ તમારી પૃથ્વીના કીડી માકોડા મને કોઈ અસર નહીં કરી, અને હવે મારા લોહીનાં પ્લાઝમાંથી તૈયાર થતી વેક્સિન, અમારા ભારતના ચાચા ચોધરી તરફથી તમને ભેટ છે.

બીજે દિવસે ફરી લંડન શહેરમાં ધડબડાટી બોલી.. અત્યાર સુધી જે લોકો પોલિસ ડિપાર્ટમેન્ટ અને મિસ્ટર હોમ્સની પાછળ હતા તે જ લોકો આજે આરતી ઉતરતા હતા. કેમ ના ઉતારે ? અહીં માત્ર ખતરનાક જીવાણુની ટેસ્ટટ્યુબની ચોરીનો ભેદ જ નહતો ઉકેલાતો પરંતુ જીવલેણ બીમારીથી બચાવનારી વેક્સિન મળવાની હતી.

ત્યારે ચાચા ચોધરીનાં ફોન ઉપર આલ્બર્ટ હૉલથી લતાજીનાં પ્રોગ્રામ માટેનો ફોન હતો કે તે સત્વરે હોલ ઉપર પહોચે, સૌ બહુમાન માટે તૈયાર છે. ચાચાજી એ નવો સફેદ સાફો પહેર્યો,અને મિસ્ટર હોમ્સે સિગાર પેટવી,તેઓ બંને સડસડાટ આલ્બર્ટ હૉલ પહોચ્યા ત્યારે લતાજી ગીત ગઈ રહ્યા હતા......ઇતની શક્તિ હમે દેના દાતા .. મનકા વિશ્વાસ ... !


Rate this content
Log in

Similar gujarati story from Drama