Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Crime Romance Tragedy

3  

Irfan Juneja

Crime Romance Tragedy

હમ તુમ્હારે હૈ સનમ - ૨૨

હમ તુમ્હારે હૈ સનમ - ૨૨

8 mins
14.5K


આયતના અબ્બુ એને લઈને ઘરે આવે છે. આયતના અમ્મી જેમ એક દુશ્મનને મળે એમ એની તરફ આવે છે.

"આવી ગઈ લુતા લમણે પાછી? ચાલ અંદર..."

આયતના અમ્મી એને રૂમમાં લઇ જઈને બેડ પર પટકે છે.

"મને તો હતું તું હજી બે ચાર દિવસ ઢોંગ કરીશ, અમે કેટકેટલી આજીજી કરીશું ત્યારે આવીશ, મને શું ખબર હતી કે તારા અબ્બુની ખોટી વાત કોઈ માની લેશે..."

"રુખશાના દીકરીને આમ ન કર એ આવી ગઈ છે ને તો હવે શાંતિ રાખ..."

"શાંતિ શું રાખું, ગામમાં જવાબ શું આપીશ કે નિકાહના દિવસે છોકરી ભાગી ગઈ..."

"જવાબ હું આપીશ અમ્મી, એ પણ એવો કે કોઈના અમ્મી અબ્બુ ક્યારેય જબરદસ્તી નિકાહ ન કરાવે..."

"મારી સામે બોલે છે..." એમ કેહતા રુખશાના એક થપ્પડ મારે છે.

"દીકરીને ના માર રુખશાના..." સુલેમાન રુખશાનાનો હાથ પકડીને મારતા રોકે છે.

"હું તો માનતી તી કે મારી આયત આખા ગામમાં સૌથી સારી છે, પણ જુવો આતો પોતાના પ્રેમી માટે અમ્મીને પણ સંભળાવે છે..."

"અમ્મી હું એમ નથી કહેતી હું સારી છું. મારા જેવી ઘણી છોકરીઓ હશે પણ ખુદા કસમ તમારા જેવી એક જૂનાગઢમાં નથી, જૂનાગઢ તો શું આખી દુનિયામાં નથી..."

"હરામખોર મારી સામે જીબ ચલાવે છે... છોડો સુલેમાન તમે મને હું આને આજે માર્યા વગર નહીં મુકું..."

"એવું ન કર રુખશાના જવાન દીકરીને ન માર..." આટલું કહી સુલેમાન એનો હાથ પકડીને બહાર લઇ જાય છે

"જો રુખશાના શાંત થા, હું બહુ આજીજી કરીને એને અહીં લાવ્યો છું..."

"હા, એતો મેં જ તમને મોકલ્યા હતા એને લાવવા હવે જોવું છું કેવા આવે છે એ આપણી ઘરે..."

સુલેમાન ગુસસે થઇ રુખશાનાને બેડરૂમમાં લઇ જાય છે.

"જો રુખશાના તે મને કસમ આપીને મોકલ્યો હતો અને કહ્યું હતું કે ગમે તે ખોટું બોલીને લાવજો પણ હું સાચી દાનતથી ખુદાને સાક્ષી માનીને કુરાન પર હાથ રાખીને વચન આપીને આવ્યો છું અને હું એના લગ્ન અરમાન સાથે કરાવીશ..."

"તમારું મગજ તો ઠેકાણે છે?"

"હા છે, હું પુરા હોશ હવાશમાં જીબ આપીને આવ્યો છું..."

"એ નહિ બને સુલેમાન... હું મરીશ તો જ આ લગ્ન થશે..."

"હા તો મરી જા રુખશાના પણ હવે હું મારી જીભ તારા કારણે નહીં ફેરવું..."

સારા આયતની ઘરે આવે છે. એ સીધી આયત પાસે છત પર જ જાય છે.

"આયત તું ફરી પાછી આવી ગઈ?"

"હા, પ્રેમ કરવા માટે મારી ઉંમર નાની પડી..."

"તને હવે ભાન પડી..."

"શું કરું જજ સાહેબે કહ્યું ત્યારે સમજી... "

"તે બહુ ભૂલ કરી એ જ દિવસે જેતપુરની જગ્યા એ રાજકોટ જઈને લગ્ન કરી લીધા હોત તો હાલ તો તું શાદીસુદા હોત..."

"હા લગ્ન તો એ દિવસે નાનીને ત્યાં પણ થઇ જાત પણ કિસ્મત પોતાનું સમયપત્રક લઈને જ ચાલે છે. મારા કિસ્મતને એ મંજૂર નહીં હોય..."

એટલામાં ડેલી ખખડવાનો અવાજ આવે છે. સારા છત પરથી જુવે છે. ડેલી ખુલતા આયતના નાની અને આબિદ અલી આવે છે.

"આયત તારા માસા અને નાની આવ્યા છે..."

રુખશાના અને સુલેમાન એમને આવકારો આપે છે. આયત પણ એમને મળીને ઉપર જાય છે. રુખશાના એને બહાર આવીને રોકે છે.

"ઓલો હરામી પણ આવ્યો હશે નઈ?"

"ના અમ્મી મને ખબર છે એ હવે નઈ આવે..." આટલું કહી આયત ઉપર સારા પાસે જાય છે.

"તને કેમ ખબર અરમાન નથી આવ્યો?"

"પ્રેમમાં આભાસ થાય સારા..."

"અચ્છા તો તને ફરિસતા આવીને કહી જાય છે એમ?"

"પ્રેમ કરો એટલે દિલ ફરીસ્તો બની જાય..."

"હા તો એ કે તારા લગ્ન ક્યારે થશે?"

"ફરિસતા ફક્ત મુલાકાતની માહિતી આપે છે..."

"નીચે આજે તારા લગ્નની વાત થશે જો આજે પણ તારા અમ્મી અબ્બુ ના કહી દેશે તો?"

"મને ખબર છે અમ્મી ક્યારેય હા નહીં કહે..."

"તો પછી શું થશે... મને તો ડર લાગે છે આયત..."

"એમાં શું ડરવાનું, તું કેમ ડરે છે?"

"એના લગ્ન બીજે થઇ જશે તો ?"

"થઇ જવા દે..."

"તને જરાય ડર નથી લાગતો?"

"ના સારા તારી કસમ જરાય નહીં... હું તો એ છોકરીને પણ ખૂબ પ્રેમ કરીશ જેની સાથે એ પરણશે..."

"એ તો ખોટી વાત..."

"વિશ્વાસ નથી આવતો, અજમાવીને જોઇલે..."

"કેવી રીતે અજમાવું..."

"તું કરી લે અરમાન સાથે નિકાહ... ખુદા કસમ મોઢું ચૂમી લઈશ તારું..."

સારા આ સાંભળી સ્તબ્ધ થઇ જાય છે. નીચે લિવિંગ રૂમમાં વાતો ચાલે છે.

"હા તો બોલો આબિદ ભાઈજાન કેમ આવ્યા આજે અહીં?"

"જો સુલેમાન તે મને વચન આપ્યું મેં એ વિશ્વાસ કરીને માની લીધું કે લગ્ન થશે. પણ આપણે નિકાહ વહેલા કરી લઈએ અને અમે આયતને ત્રણ વર્ષ પછી લઇ જઇએ..."

"શેનું વચન આબિદ અલી... હું તો હાજર નહોતી..." રુખશાના બોલી

"ઓય કાળમુખી તું ચુપ બેઠ... અમે સુલેમાન સાથે વાત કરીયે છીયે..." નાની બોલ્યા.

"અમ્મી જી એને બોલવા દો હું છું ને અહીં..."

"પણ એ ના શું કામ ને પાડે છે.."

"મારી દીકરી છે, મારી મરજી વગર હું પણ જોવું છું કેમ નિકાહ થાય છે..."

"રુખશાના તું ચુપ બેસ... હું આબિદ અલીને વચન આપી જે આવ્યો છું ને આ નિકાહ કોઈ પણ હાલતમાં હું કરાવીશ..."

"કોને પૂછીને વચન આપ્યું'તું?"

"મેં ખુદાને સાક્ષી રાખી, કુરાનનો હલફ લઈને પુરા સાચા ઇરાદાથી વચન આપ્યું અને એમાં મારે કોઈને પૂછવાની જરૂર નથી... સમજી..."

"હો, તો તમે જ કરી લો વાત હું તો આ ચાલી."

રુખશાના ઉઠી ને ભાર ચાલી જાય છે.

"હા તો બોલો ભાઈજાન ક્યારે કરવો છે નિકાહ..."

"પણ રુખશાના નું શું કરશું?"

"એને હું સંભાળી લઈશ તમે ચિંતા ન કરો..."

"જોજે નિકાહ ના દિવસે ફરી ન જતો..."

"હા અમ્મી જી હું કહું એ પથ્થર ની લકીર..."

"સારું તો આવતા રવિવારે નિકાહ ...."

"હા મને મંજુર છે આબિદ અલી... હું મરી જાઉં કે રુખશાના નિકાહ તો રવિવારે જ થશે..."

સારા પોતાના ઘરે જાય છે અને આયતના નાની એને મળવા ઉપર પહોંચે છે.

"બેટા ગળે મળ ખુશીના સમાચાર છે..."

"શું ખુશી...?"

"બસ જો હવે રવિવાર સુધી રાહ જોઈ લે પછી જે માંગીસ એ મળશે..."

"શું મળશે?"

"અરમાન મળશે બેટા... તારા અબ્બુ માની ગયા છે ને આવતા રવિવારે નિકાહ છે તમારો..."

"અમ્મી માની ગયા છે?"

"ના પણ એને તારા અબ્બુ સાંભળી લેશે..."

"તો તો નઈ થાય નિકાહ નાની મા..."

"બેટા એવું ન વિચાર આજે મેં તારા અબ્બુની હિંમત જોઈ છે..."

"અમ્મી તમારા બધાથી તાકાતવર અમ્મી છે. એ આ નઈ થવા દે..."

"હા તો લગાવી લે શરત../ જો નિકાહ થાય તો તારે મને પચાસ રૂપિયા આપવાના અને ના થાય તો હું તને પાંચ હજાર આપીશ..."

"હા. લાગી ગઈ શરત નાની મા... બસ જો હું શરત હારી જાઉં એ દુઆ કરજો..."

આબિદ અલી અને નાનીમાં ત્યાંથી નીકળે છે. ચોકમાં રાત્રે રિક્ષાવાળા કાકા હોય છે.

"આવો ભાઈજાન... બેસો ક્યાં જશો.."

"બસ સ્ટેશન જવું છે, દસ વાગ્યાવાળી બસ મળી જશે ને?"

"ના સાળા દસ વાળી મળશે... "

"કેટલા પૈસા લેશો?"

"પૈસા તો હું ના લઈ શકું... બસ એમ કહો ખુશીના શું સમાચાર છે?"

"ખુશીના સમાચાર એટલે?"

"સુલેમાન ભાઈ એ હા કરી કે નહીં?"

"શેની હા?"

"ભાઈજાન તમારો અરમાન મારી જ રિક્ષામાં અવારનવાર આવે છે અને આયત પણ મારી જ રિક્ષામાં સ્કુલ જાય છે..."

"હા હા આ રવિવારે નિકાહ છે..." નાની બોલ્યા

"અલ્લાહનો કરમ છે ચાલો..."

"પણ તમે આટલા ખુશ કેમ છો ભાઈ?"

"જેની રિક્ષામાં સારા મુસાફરો આવતા જતા હોય એની સાથે એક સંબંધ બંધાઈ જાય સુખ, દુઃખનો મારો પણ એ બંને બાળકો પ્રત્યે એ જ સંબંધ છે..."

"અચ્છા તો તમે પણ રવિવારે નિકાહમાં આવી જજો અમે દાવાત આપીએ છીયે..."

"જી જરૂર ભાઈજાન હું પહોંચી જઈશ..."

આબિદ અલી અને નાની ના ગયા પછી રુખશાના સુલેમાન પાસે આવે છે.

"તમે મને અત્યારે ને અત્યારે જ તલાક આપો..."

"રુખશાના શાંત થા..."

"મારે કઈ નથી સાંભળવું..."

"આપણાં પાંચ સંતાનો છે તને કંઈ ભાન પડે છે...?"

"મારે એ કઈ નથી સાંભળવું...."

"રુખશાના એમના પર દયા કર... એ બંને આપણને દુવા દેશે... એમને એક થઇ જવા દે..."

"હું મરી જઈશ પણ એક નહીં થવા દઉં..."

"મેં વાત કરી લીધી છે, આ રવિવારે નિકાહ છે.. એ બંને ખૂબ પ્રેમ કરે છે હવે હું એમને વધુ નહીં તડપાવું..."

"અચ્છા એવું છે? પ્રેમ કરવાવાળાને મળાવવાનો ઠેકો લીધો છે એમ? તો મને પણ મળાવો..."

"તને કેમ?"

"મારો પણ પ્રેમ હતો ચૌદ વર્ષનો... મારી બેન ભરખી ગઈ મારા પ્રેમને..."

"શું બોલે છે તું?"

"ઉડી ગયાને હોશ? મારા પણ એમ જ ઉડે છે. હું એ અકબર અને અનિશાના દીકરા જોડે મારી દીકરી નહીં જ આપું... એ બંને એ મારો પ્રેમ મારાથી દૂર કર્યો.. તમારી દીકરીની તમને પડી છે ને તો મારો તો પ્રેમ તમારી દીકરીથી વિસ વર્ષ જૂનો છે. એ સુલેમાનના છોકરાઓ પેદા કરવાથી પૂરો નથી થઇ જતો..." સુલેમાન આ સાંભળી કાળજું ચિરાઈ ગયું હોય એમ ચુપ થઇ જાય છે.

"આપો તમે મને તલાક અને આબિદ અલીને કહો તલાક લે અને જાન લઈને આવે તો બે ડોલી લઈને આવે... પછી હું ના આયતને રોકીશ ના અરમાનને..."

સુલેમાન કઈ જ બોલ્યા વગર ચુપચાપ મનમાં જાણે કોઈ એ હથોડો માર્યો હોય એમ બેસી રહે છે. સારા પોતાના ઘરે જાય છે. આયતની એ વાત એના કાનમાં ગુંજતી જ રહે છે. રાત્રે એ સુવે છે.

અરમાન બાઇક લઈને સારા ના ઘરની બહાર આવે છે બાઇક મૂકીને એ સારાની ડેલી ખોલી અંદર આવે છે. સારા સુતી હોય છે. અરમાન એના ખાટલે આવીને બેસે છે.

"સારા... એ... સારા... ઉઠ ને..."

સારા આંખો ખોલે છે.

"તમે અહીં?"

"હા, કેમ ન આવી શકું?"

"આવી જ શકો ને કેવી રીતે આવ્યા દીવાલ કૂદી ને ?"

"ના ડેલીએથી આવ્યો. શું કીધું આયત એ તને..."

"એ કહેતી હતી કે હું તમારી સાથે લગ્ન કરી લઉં..."

"અને તે શું જવાબ આપ્યો?"

"હું તો શરમથી લાલ થઇ ગઈ ને ઘરે આવી ગઈ..."

"ચાલ તો આપણે આજે જ નિકાહ કરી લઈએ..."

"આજે અત્યારે?"

"કેમ કઈ વાંધો છે?"

"ના ના ચાલો..."

અરમાન સારનો હાથ પકડીને એને લઇ જાય છે.

"તમે મને હંમેશા સાથે રાખશો ને?"

"હા, હંમેશાં..."

"તું મને ક્યારથી પ્રેમ કરવા લાગી?"

"એતો ખબર નથી... પણ કરવા લાગી..."

અરમાન અને સારા બાઇક પર નિકાહ કરવા નીકળે છે.

ક્રમશ:...


Rate this content
Log in

Similar gujarati story from Crime