Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Crime Romance

3  

Irfan Juneja

Crime Romance

હમ તુમ્હારે હૈ સનમ - ૧૫

હમ તુમ્હારે હૈ સનમ - ૧૫

8 mins
14.2K


અરમાન અને રિક્ષાવાળા કાકા ચા પીને સ્ટેશન જવા નીકળે છે. એટલામાં લિયાક્ત ફરીથી જીપ્સી લઈને આવે છે. રોડ સિંગલ પટ્ટી હોય છે. એટલે રિક્ષા આગળ જઈ સકતી નથી. કાકા હોર્ન મારે છે પણ જીપ્સી આગળ વધતી નથી. એટલામાં જ પાછળથી પોલીસની ગાડી આવે છે. અરમાનને રિક્ષામાંથી બે પોલીસવાળા પકડીને પોલીસની ગાડીમાં બેસાડીને નજીકના પોલીસ સ્ટેશન લઇ જાય છે. જ્યાં લિયાક્તના અબ્બુ ઇસ્માઇલ નોકરી કરતા હોય છે. રિક્ષાવાળા કાકા બૂમો પાડે છે કે ક્યાં કારણ સર પકડીને લઇ જાઓ છો પણ કોઈ જવાબ નથી આપતા. પોલીસની ગાડી જતા જ લિયાક્ત જીપ્સી લઇને નીકળી જાય છે.

અહીં આયતના અબ્બુ લિવિંગ રૂમમાં બેઠા હોય છે. રુખશાના આવે છે એમને પાણી આપવા.

"રુખશાના બેસ મારે વાત કરવી છે..."

"શું વાત કરવી છે ? મારે જમવાનું બનાવવાનું બાકી છે..."

"એ પછી બનાવ જે બેસ..."

"શું વાત છે બોલો..."

"આયતને કેમ છે ?"

"એને સારું છે દવા આપી છે. તાવ ઓછો થયો છે."

"રુખશાના હું હારી ગયો..."

"હે ! આ શું બોલો છો તમે ? કોનાથી હારી ગયા. ઓલા નાલાયકથી કે આપણી કમીનીથી ?"

"રુખશાના મારા આ દૂર વ્યવહારથી... મને લાગે છે એ બને સાચા છે. આપણે જ ખોટા છીયે..."

"હું ખોટી નથી..."

"રુખશાના તું હવે માની જા આપી દે આયત રાજકોટવાળા ને..."

"એના ટુકડા કરીને કબરમાં નાખી દઈશ પણ નહીં આપું એમને..."

"તને આબિદઅલી સાથે બદલો લેવો છે ને ?"

"હાય અલ્લાહ... મારા મનમાં એ વાત પણ નથી તમે કેમ વારંવાર એ જ વાત કરો છો..."

"તો પછી જો તું આયત માટે હા કહી દઈશ તો હું સમજી જઈશ કે તને એની સાથે લગ્ન ન થવાનો અફસોસ નથી..."

"જુવો સુલેમાન તમારી પાસે બીજી વાત હોય તો કરો નઈ તો હું જાઉં કિચનમાં..."

"રુખશાના આજ સવારે મેં એને દસ થપ્પડ મારી એ એક શબ્દ ન બોલ્યો. પણ જેવું મેં કહ્યું ક્યાં છે આયત એને મારો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો. હું આયતની ઈજ્જત કરું છું માસા. અને એના પર ભરશો છે મને. તમે ઈજ્જત ના કરો તો કઈ નઈ તમારી દીકરી પર ભરોસો તો કરો..."

"તો તમે માની ગયા લગ્ન માટે એમ ? પણ હું ક્યારેય નહીં માનું..."

"રુખશાના તને ખબર છે આયત કેમ બેઠીથી આખી રાત છત પર ?"

"બેઠી હશે એના ઇશ્કમાં મને ખબર હોત તો એમ જ કહેત કે બેસ હજી ચાર પાંચ દિવસ..."

"રુખશાના એ બને સાચા છે તું જીદ છોડ અને આયત આપી દે એમને..."

"તો તમે મને તલાક આપો... પછી કરાવી દેજો એના લગ્ન..."

"ના રુખશાના આવી વાત ન કર તું..."

"તમે અહીં આવો મારા માથા પર હાથ મુકો અને કહો... ચાહે આયત મરે કે અરમાન હું એમના લગ્ન નઈ થવા દઉં..."

"હા રુખશાના આયત મરે કે અરમાન હું એમના લગ્ન નહીં જ થવા દઉં..." સુલેમાન રુખશાનાના માથા પર હાથ મૂકીને કહે છે.

રુખશાના આટલું સાંભળી ને ખુશ થાય છે. અહીં પોલીસ સ્ટેશનએ અરમાનને રિમાન્ડ રૂમમાં ઊંધો સુવડાવીને ઠંડો માર મારવામાં આવે છે. અરમાન ઉફ્ફ નથી કરતો. થોડીવારમાં ત્યાં લિયાક્ત આવે છે. ત્યાં રહેલા કોન્સ્ટેબલને કહે છે.

"ક્યાં છે પેલો...?"

"રિમાન્ડ રૂમમાં... અડધો કલાક થી મારીએ છીએ પણ એક શબ્દ નથી બોલતો..."

"સારું એને મારી જામીનગીરી પર છોડી દો..."

અરમાનને બહાર લાવે છે. અરમાન લિયાક્તને જુવે છે. ત્યાં બેઠેલા કોન્સ્ટેબલને પૂછે છે.

"મને ક્યાં ગુનાહમાં અંદર કર્યો તો ?"

"એક શંકાના કારણે.. હવે લિયાક્ત એ જામીનગીરી આપી તું જઈ શકે છે..."

"સારું તો મને મારુ પાકીટ આપી દો..."

પાકીટ લઈને એ લિયાક્ત સામે કતરાઈને કહે છે.

"બીજીવાર કોઈક ગુનો શોધી ને રાખજે.. અહીં જ મુલાકાત થશે... હાલ તો હું જાઉં છું..."

આયત દોડતી સારાના ઘરે જાય છે. એને જોતા જ થપ્પડ મારે છે અને કઈ પણ બોલ્યા વગર નીકળી જાય છે. સારાના ઘરે એના ભાઈ ના લગ્ન ની જાન નીકળવાની તૈયારી હોય છે. સારા આયત પાછળ જાય છે એને રોકે છે.

"આયત રોકાઈ જા નહીતો મારુ મરેલું મોઢું જોઇશ.."

આયત ઉભી રહે છે.

"બોલ થયું છે શું?"

"તારા મામા એ અરમાનને જેલમાં પુરાવી દીધો કાલ રાત્રીવાળી વાતને લઇને.."

સારા ટેન્શનમાં આવી જાય છે.

"તું ઘરે જા હું કૈક કરું છું આયત..."

સારા અંદર આવે છે. બધા જાનૈયાની સામે ઊંચા અવાજે બોલે છે.

"કાલ રાત્રીવાળી ઘટનાને કારણે મામાએ અરમાનને જેલમાં પુરાવી દીધો... હવે જો મામા જાનમાં આવશે તો હું નઈ આવું.. પછી ભલે તમે મારી ચામડી ઉંધેલી નાખો..."

આયત ઘરે જાય છે. અરમાન પણ પોલીસ સ્ટેશનથી નીકળે છે. આયત ફળિયામાં બેઠી હોય છે. આયતના અમ્મી આવે છે

"તું કેમ ના ગઈ સારાના ભાઈની જાનમાં ?"

"કાલે જમણવારમાં જઈશ અમ્મી.."

"કાલે પણ નહીં જાય, મને ખબર પડી ગઈ.."

"સુલેમાન સાંભળો નવું ગતકડું આવ્યું.. કાલ રાત્રે ઓલો સારાના ભાઈની પીઠીમાં ગયો તો. બહાર આયતને અરમાન બેઠા તા.. સારા ના કઝીન એ કહ્યું કે લગ્ન પહેલા આમ ના બેસો તમને ના શોભે.. તો અરમાન એ એને માર્યો.. પણ એને ખબર નતી કે લિયાક્તના પપ્પા છે કોણ.. બંધ કરાવી દીધો સાલાને... એ લોકપમાં સળે..."

"રુખશાના પણ આ વાત સારી નથી. મારે જવું પડશે એને છોડવા..."

"તમારે શું કામ જવું છે ? તમારો શું લાગે છે એ ? બેસો છાના માના..."

આયતથી સહન ન થયું.. એ બોલી ઉઠી.

"અમ્મી ઓલો હરામખોર લિયાક્ત. મારી પાસે આવ્યો, મને ગંદી નજરથી જોયું.. મારી સાથે ગંદી વાત કરી... એતો સારું થયું ત્યાં અરમાન હતો નહિતર મારી રક્ષા કોણ કરેત...?"

"અમે શું મરી ગયા છીયે ?"

"અમ્મી અલ્લાહ તમને લાંબી ઉમર આપે પણ મારી ઈજ્જત તો રખેવાળ તો એ જ છે..."

એટલામાં અરમાન આયતના ઘરે આવી પહોંચે છે.

"સલામ માસા..."

"વાલેકુમ સલામ... "

"માસા હું રાજકોટ જતો તો, ઓલા લિયાક્ત એ રોકી લીધો. કહ્યું ના જા , તો બે દિવસ રોકાવું પડશે..."

"આપણે કોઈને નથી રાખવો સુલેમાન.. પોલીસનો મામલો છે..." રુખશાના બોલી...

"માસા તમારી શું મરજી છે ? બાકી હું તો અહીં જ રહીશ... મૌલવી સાબને ત્યાં..."

સુલેમાને આયતને કહ્યું અરમાનને ખુરશી આપ. આયત આ સાંભળીને ખુશ થઇ. રુખશાના ગુસ્સામાં લાલ થઇ ગઈ.

અરમાન ઘરે ન પહોંચતા અરમાનના પિતાજી રાજકોટ થી જૂનાગઢ આવી ગયા. આયત એ ડેલી ખોલી.

"સલામ માસા..."

"વાલેકુમ સલામ બેટા... ક્યાં છે અરમાન...?"

"એ લિવિંગ રૂમમાં બેઠા છે."

આબિદઅલી લીવીંગ રૂમમાં સુલેમાન અને અરમાન સાથે બેઠા.

"આબિદ અલી આ રોજ રોજ અરમાન આવે છે એ સારું નથી..."

"સુલેમાન હું પણ તને એ જ કહું છું કે તમે હા કરો અને જલ્દી નિકાહ કરાવીએ..."

"આબિદ અલી મારી તો હા છે પણ રુખશાનાને માનવી લો તમે..."

"હા એને તો હું માનવી લઈશ...."

સાંજે સુલેમાન એના રૂમમાં સુતા સુતા રુખશાનાને કહે છે.

"રુખશાના મને આબિદ અલી ઈજ્જત વાળો લાગે છે પણ એ કે એને તને સ્પર્શ કર્યો તો ?"

"આ કેવો સવાલ છે સુલેમાન , જૂની વાતો ન કાઢો..."

"રુખશાના મને અકબરની વાતો ખબર છે તો આની પણ ખબર હોવી જ જોઈએ ને..."

"સગાઇ હતી મારી એની સાથે, એની પાસે મોકો પણ હોતો તો.. અને ઘણીવાર તો એ મને અમ્મી પાસે મુકવા પણ આવતો... એકવાર તો સવારના નીકળ્યા તા તો મોડી રાત્રે પહોંચ્યા હતા..."

"એટલે..?"

"એ મને મુકવા આવતો હતો ત્યારે રસ્તામાં એક હોટલમાં લઇ ગયો હતો..."

આટલું સાંભળતા જ સુલેમાનનું લોહી ગરમ થઇ જાય છે. એ રૂમમાંથી બહાર જતો રહે છે. રુખશાના પણ એના મનમાં આબિદ અલી વિશે ઝેર ભરવામાં બાકી નથી રાખતી.

થોડીવારમાં આબિદ અલી રુખશાનાને મળવા બોલાવે છે. રુખશાના લિવિંગ રૂમમાં આવે છે.

"આવ રુખશાના બેસ..."

રુખશાના જાણે એના પ્રેમીને મળી રહી હોય એમ ખુશીથી હરખાય છે.

"દરવાજો બંધ કરી લે..."

"સાંકળ લગાવી લઉં ?"

"ના એની જરુર નથી..."

"ક્યાં બેસું તમારી પાસે કે... પછી સામે..."

"સામે બેસ જરૂરી વાત કરવી છે..."

"તમે મને બધા સામે નાની બેન કેમ કહો છો ? અને માથા પર હાથ રાખી ને પ્રેમ કેમ આપો છો ?"

"પ્રેમ આપો પણ નાની બેન ન કહો.. "

"રુખશાના તું મને ભાઈજાન કહે છે..."

"ભાઈ તો હું સુલેમાન માટે કહું છું પણ તમે તો મારી જાન છો..."

"રુખશાના તું જીભ સાંભળી ને વાત કર..."

"હા હવે બોલો શું કેહતા હતા..."

"રુખશાના સુલેમાન માની ગયો છે , આયત અમને આપી દે..."

"ના જી ના... એ નઈ બને તમે સવાર સુધી કેહસો રહીશ તમારી પાસે.. કેહસો એ વાત કરીશ પણ એ વાત નઈ બને..."

"રુખશાના એ બંને સામે જો... મોટાની સજા તું એમને કેમ આપે છે..."

"એમનું જે થવું હોય એ થાય હું તો તમે કહેશો તો આજે પણ આવી જઈશ તમારી પાસે..."

"રુખશાના તું કોઈ શરત મૂકી દે... કૈક માંગી લે પણ હા તો કર..."

"તમને યાદ છે, તમે મને હોટલ એ ગયા હતા એ રાત ? તમે ને હું કેટલા નજીક હતા એ દિવસે... મેં સુલેમાનને કહ્યું અમે હોટલ ગયા પણ એ નથી કહ્યું કે આખી રાત ત્યાં જ માણી તી..."

"રુખશાના જૂની વાતોને દફન કર... અને સુલેમાનને કેહવાની શું જરૂર હતી...?"

"એ મને રાત્રે પૂછતો હોય છે... નીંદર ન આવે તો..."

"રુખશાના એ બધું છોડ બાળકોની વાત કર..."

"એક શરત કહું છું માનશો...."

"હા મારા એ બાળકો માટે હું કઈ પણ માનીશ..."

"અને નઈ માન્યા તો ?"

"મનીસ તું કેહ તો ખરા..."

રુખશાના આબિદઅલી ની પાસે આવી ને બેસે છે. આબિદ અલીનો હાથ હાથમાં લઈ ને કહે છે.

"અનિશા આપાને તલાક આપી દો... હું સુલેમાન જોડેથી લઇ લઈશ. પછી આપણે લગ્ન કરી લઈશું... પછી તમે કેહસો ત્યારે આયત ને આપી દઈશ..."

આબિદઅલી ગુસ્સામાં ઉભા થઇ જાય છે.

"જોયુંને કહેતી હતીને તમે શરત નહિ પાળી શકો"

"રુખશાના અલ્લાહ \નો ખોફ રાખ... તું જે બોલી છે એ કેટલા અંશે વ્યાજબી છે..."

આટલું કહી આબિદઅલી અરમાન સૂતો હોય છે ત્યાં આવે છે.

"ચાલ બેટા ઉભો થા... ઘરે નીકળવું છે..."

"વાત થઇ ગઈ માસી સાથે ?"

"હા બેટા..."

"માની ગયા માસી ?"

"માની જશે... તું ચાલ અત્યારે..."

એટલામાં આયત આવે છે.

"માસા શું જમશો ?"

"બેટા જમવું નથી અમે નીકળીએ છીએ..."

"અમ્મી એ ના પાડી ?"

"બેટા તારા અબ્બુ માની ગયા છે, અમ્મી પણ માની જશે..."

"હા માસા હું પણ એ જ રાહમાં છું. પણ મને અમ્મી પર વિશ્વાસ નથી એ નહિ માને..."

અરમાન અને એના અબ્બુ ઘરે જવા નીકળે છે. એમના જતા જ રુખશાના ઘરના પાછળ ના ભાગમાં સુલેમાનને લઇ ને જાય છે.

"બેસો એ સુ કહી ને ગયો તમને કહીશ તો હમણાં જ મોટો તોફો થશે..."

"બોલ શું થયું ?"

"અલ્લાહ માફ કરે આવું બોલતા પણ મને શરમ આવે છે..."

"રુખશાના બોલ...." સુલેમાનનું લોહી વધુ તપે છે.

"કહેતો હતો રુખશાના તને ઓલી હોટલ વાળી રાત યાદ છે... તું મારી બાહોમાં હતી... કેટલો સુંદર એ સમય હતો... તું કેતો હું મારી પત્ની ને તલાક આપી દઉં... તું આવી જા મારી પાસે... અરમાનને આયતનું તો જે થવું હોય તે થાય આપણે રંગરલીયો માનવીશું..."

રુખશાના એના પતિ સુલેમાનમાં વધુ ઝેર ભરવાની કોશિસ કરે છે. આબિદઅલી એ જે વાત કરી જ નથી અને પોતે જે આબિદ અલીને કહી રહી હતી એ ઉલટું કરીને કહેવાની કોશિસ કરે છે.

(ક્રમશ:...)


Rate this content
Log in

Similar gujarati story from Crime