Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama Romance Inspirational

4.8  

Kalpesh Patel

Drama Romance Inspirational

ગાઈડ- રાહદાર

ગાઈડ- રાહદાર

3 mins
611


સુપ્રસિધ્ધ ગાઈડ ફિલ્મમાં હીરો રાજુ (દેવ આનંદ) એક ગાઈડ હોય છે, જે રાજ્યસ્થાનમાં પ્રવાસીઓને ઐતિહાસિક સ્થળો બતાવીને પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. એક પુરાતત્વવિદ માર્કો (કિશોર શાહુ) તેની યુવાન પત્ની રોઝી (વહીદા રહેમાન) સાથે ત્યાં કોઈ ગુફાઓમાં અભ્યાસ માટે આવે છે. બંનેની ઉંમરમાં ઘણો તફાવત હોય છે. તેઓ પોતાના ગાઈડ તરીકે રાજુને રાખે છે. માર્કો પોતાના કામમાં જ વ્યસ્ત રહેતો હોવાથી રોઝી પાછળ પૂરતો સમય ફાળવી શકતો નહતો. અને તેથી એકલતથી કંટાળેલ રોઝી રાજુ સાથે જુદા જુદા સ્થળો જોવા, અને ફરવા જતી હોય છે. રોઝીની માતા કે ગણિકા હતી અને રોઝીને નૃત્યનો ખૂબ જ શોખ હોય છે જે તેના પતિને બિલકુલ પસંદ નથી હોતું. તેમના લગ્નજીવનમાં આબતે ક્યારેક ઉગ્ર વિખવાદ કે ઝગડો થતો રહેતો. આમ સમાજમાં બંને પતિ- પત્ની હોવા છતા બંનેના રાહ અલગ હતા. આમ સમય વિતતા બંને અલગ થાય છે. રોઝીને રાજુ પોતાના કુટુંબ અને સમાજનો વિરોધ હોવા છતાં પોતાને ત્યાં આશરો આપે છે અને તેને નૃત્ય માટે પ્રોત્સાહન આપીને મશહૂર સ્ટાર બનવામાં મદદ કરે છે. દરમ્યાન રોઝી સાથે છેતરપીંડી કરવાના આરોપસર રાજુ જેલમાં જાય છે. જેલમાંથી છૂટીને અકસ્માતે એક ગામમાં સાધુ તરીકે પરાણે સ્થાપિત થઈ જાય છે અને સ્વામી તરીકે પણ તેને બહુ માન સન્માન મળે છે. દરમ્યાન, ગામમાં દુષ્કાળ પડતા વરસાદ માટે રાજુ બાર દિવસના ઉપવાસ કરે છે. ગામમાં વરસાદ તો આવે છે પણ રાજુનું મૃત્યુ થાય છે.

---

રીવાજ્ડ વર્સન:- સુપ્રસિધ્ધ ગાઈડ ફિલ્મમાં હીરો રાજુ (દેવ આનંદ) એક ગાઈડ હોય છે, જે રાજ્યસ્થાનમાં પ્રવાસીઓને ઐતિહાસિક સ્થળો બતાવીને પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. એક પુરાતત્વવિદ માર્કો (કિશોર શાહુ) તેની યુવાન પત્ની રોઝી (વહીદા રહેમાન) સાથે ત્યાં કોઈ ગુફાઓમાં અભ્યાસ માટે આવે છે. બંનેની ઉંમરમાં ઘણો તફાવત હોય છે. તેઓ પોતાના ગાઈડ તરીકે રાજુને રાખે છે. માર્કો પોતાના કામમાં જ વ્યસ્ત રહેતો હોવાથી રોઝી પાછળ પૂરતો સમય ફાળવી શકતો નહતો. અને તેથી એકલતથી કંટાળેલ રોઝી રાજુ સાથે જુદા જુદા સ્થળો જોવા, અને ફરવા જતી હોય છે. રોઝીની માતા કે ગણિકા હતી અને રોઝીને નૃત્યનો ખૂબ જ શોખ હોય છે જે તેના પતિને બિલકુલ પસંદ નથી હોતું. તેમના લગ્નજીવનમાં બાબતે ક્યારેક ઉગ્ર વિખવાદ કે ઝગડો થતો રહેતો. આમ સમાજમાં બંને પતિ- પત્ની હોવા છતા બંનેના રાહ અલગ હતા. આમ સમય વિતતા બંને અલગ થાય છે.

રોઝીને રાજુ પોતાના કુટુંબ અને સમાજનો વિરોધ હોવા છતાં રાજુ તેને અપનાવી સમાજનો વિરોધ સહન કરે છે. રોઝી કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ નહતી, તેને નૃત્યની તાલીમ આપવા માટે રજુ તારાજ થાય છે બધુ તેનું વેચાઈ જાય છે, છેવટે રોઝી ઈન્ડસ્ટ્રીમાં પ્રસ્થાપિત થઈ શકે છે, ત્યારે લાઈમ લાઇટની દુનિયામાં, રોઝીને મન હવે રાજુની કોઈ કિંમત નહતી. આમ બંને વચ્ચે અંતર વધતું જાય છે. સીધો સાદો રાજુ આ માટે તૈયાર ના હતો. તેને જીવન પરત્વે વૈરાગ્ય ઊભો થાય છે. અને રોઝીને “તારી જાહોજલાલી તને મુબારક કહી” તેને એક ખરાબ સ્વપ્ન સમજી છોડી દઈ, દુનિયાના મેળામાં ખોવાઈ જાય છે.

વરસો વિત્યા.. રાજુ સમય સાથે સંઘર્ષ કરી એક ઓલ્ડ-એજ કેર સોસાયટી બનાવે છે અને અંહી નિરાધાર, સમયની થાપટે તરછોડાયેલ લોકોને સહારો આપી સાત્વિક જીવન વિતાવતો હોય છે. તેવાં તેને સમાચાર મળેછે કે રોઝી અપંગ બેસહરા જિંદગી વિતાવે છે, રાજુ તેને પોતાની સોસાયટીમાં લાવે છે અને જીવન પર્યંત તેનો સહારો (ગાઈડ ) બને છે.   


Rate this content
Log in

Similar gujarati story from Drama