Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kalpesh Patel

Romance Inspirational

5.0  

Kalpesh Patel

Romance Inspirational

નામર્દ

નામર્દ

7 mins
2.3K


સાંજની નિત્ય આદત મુજબ હું ઇન્ટર સ્ટેટ બસ સ્ટેશનના બુકસ્ટૉલની સામેના બાંકડે બેઠોબેઠો નવીન વાર્તા મેગેઝિનનાં પાનાં ફેરવી રહ્યો હતો. થોડેક દૂરના પ્લેટફોર્મના થાંભલા પાસે એક કપલ બેઠેલુ હતું. છોકરી અને છોકરો સમોવડિયા હતા. પહેલી નજરે છોકરો તેની પત્નીને બસમાં મૂકવા આવ્યો હોય તેમ લાગતું હતું. અહી બસ સ્ટેશને મારા મિત્ર મહેશનો બુક સ્ટોર હતો અને ઘણુખરું સાંજે હું અંહી આવતો. મારા મિત્રને જમવા માટેનો પણ વિરામ મળતો. અને મને જુદા જુદા મેગેઝિન વાંચવાનો લાભ મળતો. 

આજે મેગેઝિનની અનુક્રમણિકા ઉપર નજર ફેરવી લઈને વાંચન માટે પસંદ કરેલી એક વાર્તાને વાંચવાની હજુ તો હું શરૂઆત કરું છું, ત્યાં તો પેલા બે જણ વચ્ચે ચાલી રહેલી વાતચીત તરફ મારા કાન સરવા થયા. હું વાર્તાકાર હોઈ વાર્તાનો કોઈક વિષય મળી જાય, તે આશયે હું તેમની વાતો સાંભળવા માંડ્યો. થોડીકવારમાં જ મને જાણવા મળી ગયું કે તેઓ બંને પતિ પત્ની ન હતા, તેઓ લીવ ઇન રેલેશન-શિપમાં રહેતા મિત્રો હતા. છોકરો, તે છોકરીને કાલાવાલા કરીને મનાવતો હતો પણ છોકરી એકની બે નહતી થતી. તેમની વાતચીતનો મુખ્યમુદ્દો આ હતો :

નિરાલી તેં આટલી મોટી વાત મારા થી છુપાવી ..! તેં પ્રેગનન્સી ટેસ્ટ કિટનો ઓર્ડર કર્યો હતો, અને મને તે કહ્યું પણ નહીં ? આતો મેડિકલ સ્ટોરનું ખાતું સેટલ કરતો હતો ને જોયું મારૂ અકાઉન્ટ ડેબિટ થયેલું જોયું અને મેડિકલ સ્ટોર વારાને પૂછ્યું ત્યારે ખબર પડી કે નિરાલી મેમ લઈગયા. તને ખબર છે ને ? આપણે જીવનમાં હજુ કેટલી બધી મજલ કાપવાની છે ? અને મને આ ઝંઝટ પસંદ નથી,. 

મને વાતમાં રસ પડ્યો, કાન જરા સરવા કર્યા અને  હું આડી નજરે જોઈ યુગલને જોઈ રહ્યો હતો. નીરજ એમાં શું કહેવાનું, મારો આટલો પણ હક્ક નહીં તારા ખાતા ઉપર કે જરૂરી વસ્તુ પણ ન લઈ શકું ? નીરજ ભડક્યો અને કઈક બોલ્યો પણ પ્લેટફોર્મના શોર બકોરમાં સમજાયું નહીં. નિરજે પણ પબ્લિક પ્લેસની મર્યાદા રખતા તેણે અવાજમાં મૃદુતા આણી, પણ પાસે બેઠેલા હોવાથી મ્હારાથી તેની વ્યગ્રતા છૂપી ન રહી શકી.

અંહી વાત હક્કની નથી... બીજી છે, તેં હજુ સુધી મ્હારાથી તેનું રિજલ્ટ પણ છુપાવ્યું છે,તે મારા વિશ્વાસને ઠેસ પહોચાડી છે. બોલ શું આવ્યું છે રિજલ્ટ ?

નિરાલી તેના શલવારની ઘેરને ઠીક કરતી ઊભી થઈને એક હળવો હાથ પોતાના પેટ ઉપર ફેરવતા, તેણે ડ્રેસનો દુપ્પટો સરખો કર્યો, એકાદ ક્ષણ રોકાઈ અને બોલી, નીરજ વધામણી, તું જલ્દી બાપ બનવાનો છે.

નિરજને કોઈ કરંટ લાગ્યો હોય તેમ ઝાટકાથી ઊભો થયો, અને તે તમતમતી આંખે નિરાલીના પેટની સામે જોવા લાગ્યો. તે બોલ્યો,ના નિરાલી, ના,હું તે માટે તૈયાર નથી.આતો સારું થયું કે મારા પૂછવાથી વહેલી ખબર પડી, એટલે મોડુ નથી થયું,એમ હું સમજુ છું. ખરુંને ? તું રોકાઈ જા, અને કાલે આપણે મારા મિત્રના ક્લિનિકે જઈને "આ"નો નિકાલ કરાવી લઈશું. 

"નો - બિગ - નો" ! મારૂ નાગપુર જવું જરૂરી છે, તને ખબર છે ને કેટલા દિવસ પહેલાનો પ્રોગામ ફિક્સ છે. ભાઈના દીકરાની વર્ષગાંઠ છે, મારી હાજરીની ત્યાં જરૂર છે. 

પણ તારી "આ".... નીરજ વાક્ય પૂરું કરે તે પહેલા....

નિરાલીએ વાત કાપીને બોલી તેમાં શું, અપનાવી લઈશ હું, આપણા આગંતુક "કીડને,.. તેમાં કોઈ મોટી વાત નથી.

મારી લેખન કાર્ય માટેના મુદ્દા તારવવાની આદતે અંહી ભરપૂર મસાલો હતો અને નિરાલીની તેના કૂટુંબ પ્રત્યેની લાગણી અને વ્યવહાર સૂજની પણ નોધ લીધી.

ત્યાં નીરજ રીતસરનો તડૂકયો, ના નહી ચાલે, . 

શું નહીં ચાલે ? તું ભૂલી ગયો તારા એક ઇશારે હું મારા બાપ, મા,ભાઈ. ભાભી, બેન બધાને છોડી તારી સાથે દોડી આવી, અને મારી ઝીંદગી તારે હવાલે કરી તે ઓછું છે ? 

હા તે ખરું, તું આવી, અને આપણી ઝીંદગી કેવી લહેરથી વીતે છે, છે કઈ તકલીફ તને ? પણ આતો આપણી ઝીંદગીમાં આ તારી પ્રેગ્નસી મને ખૂંચે છે. તેનો નિકાલ લાવવોજ રહ્યો તારે. જરા સમજ તો ખરી નિરાલી.

નિરાલી હવે રીતસરની ચમકી હોય તેમ લાગ્યું, હું સમજી નહીં મારે શું કરવાનું, તું કહે છે નીરજ ?

કહેવાનું શું ? તું સમજદાર છે, તારે સમજવું જ પડશે. મારે આ તારી "બલા"માં નથી ફસાવું. નકામો આપનો મેળના બગાડનું કારણ ન બનાવ આ તારી પ્રેગ્નસી ને. 

અરે નીરજ બોલતા પહેલા વિચારીને બોલ, વારે વારે “તારી પ્રેગનન્સી” ને ટાંકી ને તું શું કહેવા માગે છે ?  

જો પણે લીવ ઇન રેલેશનશિપમાં જોડ્યા તે વખતેજ નક્કી હતું કે આપણે જીવનના અંત સુધી સાથ નિભાવીશું, તારી બઘીજ જવાબદારી મારી પણ સંતાનના ચક્કરમાં નહીં પડવાનું, યાદ આવે છે તને ?

હા યાદ છે, પણ ભગવાનની મરજી આગળ આપણે શું કરી શકીએ ? નિરાલીએ હસતાં કહ્યું, નિરાલીને હસતી અને બેફિકર બનેલી જોઈ નીરજ હવે રીત સરનો ગર્જ્યો. 

નિરાલી, મારી સારપનો તાગ ના મેળવ, ચૂપચાપ આ બલાનો નિકાલ કરાવી લે, હું હજુ તને અપનાવા તૈયાર છું. 

તું એક વાત સમજીલે નિરજ. મારા પેટમાં ઉછરી રહેલ બાળક તો હવે, આ જગતમાં આવીને રહેશેજ.

ના, નિરાલી તેને હું, આવનાર બાળક સાથે નહીં અપનાવી શકુ. 

 પણ કેમ ? 

નિરાલી, તું ના સમજ ના બન, અને મને મુરખ પણ ના સમજ. તારી પ્રેગનન્સી માટે તું મને જવાબદાર ના ઠેરવ, આ તારા પેટનું બાળક મારૂ નથી. "હું કદી બાપ બનવા માટે સક્ષમ નથી" તેની સાબિતી માટે, તું મારા મેડિકલ રિપોર્ટ જોવા માગે તો હું તને બતાવી શકું છું. મે તારાથી આ વાત છુપાવેલી હતી. હું તને દિલથી ચાહું છું, માટે તને ખોવા નથી માંગતો, અને નિરજ, નિરાલીના પેટ ઉપર નજર દોડાવતા બોલ્યો, તારે "આનાથી" છુટકારો તો મેળળવો જ રહ્યો. બહુ આસાન છે કોઈ મોટી તકલીફ નથી, મારો મિત્ર બધી ચોકસાઇ રાખશે અને સગવડ કરી દેશે. હું તારા બીજા કોઈ સાથેના એફરને નજર-અંદાજ કરી માફ કરવા તૈયાર છું! 

હું મનોમન વિચારી રહ્યો કે આ તે કેવો માણસ કહેવાય ! મને તુલસીદાસનો દોહો યાદ આવી ગયો કે ‘તુલસી ઈસ સંસારમેં ભાતભાતકે લોગ’ ! હું અજાણ્યા માણસોની વચમાં પડવા માગતો ન હતો અને વળી તેની સાથી નિરાલી હાલ ગરમ મિજાજમાં હોઈ, હું ખામોશ જ રહ્યો. 

એટલામાં નિરજે સ્વસ્થતા કેળવી, અને તે બોલ્યો, નિરાલી તું બેસ, હું તને ગમતો ચોક બાર લઈ ને હમણાંજ આવ્યો.  તું મારી આ લેપટોપની બેગનો ખ્યાલ રાખજે.

નિરાલી, ઉપર નિરજના  શબ્દોની કોઈ અસર ન થઈ, તેના મગજમાં કોઈ વિચારોનો વંટોળ ઉમટ્યો હોય તેમ લાગતું હતું, મારા હાથમાં મેગેજીન હતું,પણ મારી નજર તો નિરાલી ઉપર હતી. અને  મારી સાથે એક્વાર નજર મળી જતાં તે થોડીક શરમાઇ ગઈ. નિરજના થોડેક દૂર ગયા પછી તેણે હિંમત કેળવીને મારા આગળ તેનું બચાવનામું પેશ કરતાં કહ્યું, ભાઈ તે હજુ પણ છોકરમત છે, બાલિશ છે. ‘એ એના મનમાં શું સમજે છે  ! 

‘જુઓ બેન, ખોટું ન લગાડો તો હું કહું કે તમે સમજૂતીનો ભંગ કર્યો છે અને ઉપરથી એ ભાઈને તમે વઢી રહ્યા છો ! હું ક્યારનોય તમને બંનેને સાંભળી રહ્યો છું.’ હું નિરાલીને મારૂ તારણ કહ્યા વગર રહી ન શક્યો.

‘તમને લાગ્યું તે ખરું  ભાઈ, પણ અક્કડ વલણ પાછળના ભેદની તમને ખબર નથી. હવે એને પાછો આવવા દો અને, મને સાંભળો પછી તમારે જ ન્યાય તોળવાનો છે.’ નિરાલીએ  રડમસ અવાજે કહ્યું.

મને નિરાલીની વાતમાં કોઈ તથ્ય ન લાગ્યું,  કે તે શું સફાઈ નામું પેશ કરી શકશે ? મને હકીકત જાણવાની તાલાવેલી થઈ હતી  એટ્લે હું આતુરતાથી રાહ જોવા લાગ્યો.

ચોકબાર ન મળતાં નિરજ  જલ્દી પાછો ફર્યો અને મેં તેઓને મારી પાસે બેસાડીને બેઉ વચ્ચે દરમિયાનગીરી કરવાની મારી ઇચ્છા પ્રગટ કરી.

તેણે મને કહ્યું, ’ભાઈજી, તમે ક્યારનાય બાંકડા ઉપર બેઠેલા છો અને અમારો વાર્તાલાપ સાંભળ્યો છે, તમારાથી છુપું શું રાખવાનું ?અને હકીકતથી વાકેફ છો. હવે તમે જ ન્યાય કરો કે હું કઈ જગ્યાએ ખોટો છું !’

‘જુઓ ભાઈ, તમારા ગયા પછી મારે આ બેન  સાથે થોડીક વાતચીત થઈ છે. એ કંઈક કહેવા માગે છે, માટે પહેલા આપણે તેમને સાંભળીએ. બોલો બેન, હવે તમારી કેફિયત રજૂ કરો.’

‘સાંભળ નીરજ. હું પ્રેગ્નંટ નથી ! મેં જાણી જોઈને તને પારખવા માટે  આ બાલિશ હરકત કરી હતી. હકીકતમાં પ્રેગનન્સી કીટ મારી બહેનપણી "મીતા" માટે ઓર્ડર કરીને મંગાવેલી હતી, મે તારા એક બોલ પાછળ મારા બધાને, અને મારૂ સર્વસ્વ છોડી તારા આશરે આવી, અને ત્ન્હે જ મારી વફાદારી ઉપર આખરે શંકા કરી. હજુ તો મારે ત્રણ જ મહિના થાયા છે તારી સાથેના સહવાસના. સારું થયું મારી વહેલી આંખ ઊઘડી. તારે તો કોઈ પણ હાલમાં મારી ઉપર વિશ્વાસ રાખવો જોઇએ, પણ તું તો માટીપગો નીકળ્યો, તારી પાસે ધીરજ નથી.

મે તારા બોલ ઉપર ભરોશો રાખ્યો હતો. અને હું તને ખરો મર્દ સમજતી હતી, પણ તું તો પૂરો "નામર્દ" નીકર્યો. નિર્મલ પ્રેમમાં પડેલાઓ ગાંડા હોય છે, અને તેઓ તનની સુંદરતા કે ઉણપથી પર હોય છે. નીરજ, તેં તારી શારીરિક ઉણપની વાત મારાથી છુપાવી નહોત તો પણ હું તને જ સમર્પિત હતી. અને બાકી કાંઈ હતું તો, તેં મારી વફાદારી ઉપર શંકા કરી, આજે પૂરું કર્યું ! આજે હવે, મને મારી ભૂલ સમજાય છે, અને મારા પિતાએ કીધેલું યાદ આવે છે કે જિંદગીના સોદામાં લાગણી ભલે વણો પણ થોડું દિમાગ પણ સાથે રાખવું જરૂરી છે.

અલવિદા, હું તને એક સ્વપ્ન સમજી ભૂલી જઈશ, મારો કેડો મૂક !

નિરજે ઊભા થઈને ગળગળા અવાજે નિરાલીની માફી માગતાં કહ્યું, નીલું, મને માફ કર. હું તને કોઈ પણ હાલમાં પામવા માંગતો હતો, અને તને પામવાની દોડમાં મારી આ જન્મની ઉણપ આડખીલી ન બને માટે તારી આગળ તેનો એકરાર કરતાં ડર્યો હતો. આજે મારી ઉપર શંકાનો શેતાન સવાર થઈ ગયો હતો.’ નીલું મને માફ કર.

ના નીરજ, સોરી. આજે બહુ તકલીફથી મને આ સમજ આવી છે, તું મ્હારાથી હવે મુક્ત છે, તારો અને મારો રાહ હવે અલગ છે, દુનિયાના સાગરમાં વિશ્વાસે વાહણ ચાલે છે, તો, તેવું આપણા સંસારના સગરમાં કેમ નહીં ? તારે તો હવે ખુશ થવું ઘટે, તને તો બધી "બલાથી છુટકારો મળે છે.

અમે ત્રણેય જણા સ્તબ્ધ હતા. નિરાલીએ નીરજને તેની લેપટોપની બેગ પરત આપી, અને બેધડક ઠસ્સાભેર નાગપુરની બસમાં બેસી ગઈ અને થોડીવારમાં બસ કાળા ધુમાડા છોડતી ઊપડી પણ . નીરજ એક્ઝોશ્ડના કાળા ડિબાંગ વાદળમાં અટવાઈ ગયોઃ

અમે બચેલા  બે જણાએ હાથ હલાવીને વિદાય આપી. ત્યારે નિરજ મારા કાનમાં બોલ્યો જોજો ભાઈ હું મારી નીલુંને માનવી લઇશ, તે જરૂર પરત આવશે.

હા તે આવશે ખરી ! પણ "નિરજ "તારે મર્દ બની તેના પિતાને ત્યાં વરઘોડો લઈને મનાવા જવું પડશે, તે ચોક્કસ આવશે, જોજે. પાછો મને બોલાવજે તારા વરઘોડામાં, ભૂલ્યા વગર હો, ત્યાં સુધીમાં બસે છોડેલા નિરાશાના વાદળ સાફ થયેલા લગતા હતા.

નિરજ રવાના થયો ત્યાં મારો  બુકસ્ટોલવાળો મિત્ર આવ્યો અને  મને પૂછ્યું, ‘વાર્તાનો કોઈ મુદ્દો મળ્યો, આજે પિનાકીન તને ?’‘ અરે યાર મહેશ,  શું સાંજ હતી આજની ? આખી વાર્તા જ બેઠી ને બેઠી મળી ગઈ; મારે માત્ર પાત્રોનાં નામ બદલવાંપડશે, હોં !’


Rate this content
Log in

Similar gujarati story from Romance