Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpesh Barot

Tragedy Others

3  

Alpesh Barot

Tragedy Others

પંખ - ૧૦

પંખ - ૧૦

5 mins
7.4K


(અમેરિકામાં આનંદ પ્રિયા નામની છોકરીને બીજી વખત ક્લબમાં મળ્યો, તો ભારતમાં પૂજાને આનંદના કોઈ જાતના સમાચર મળતા નથી, ક્યાં છે, શુ કરે છે. અને અંતે જે થાય તે સારા માટે થાય કહી, લગ્ન માટેની ત્યારી બતાવે છે...)

અવની અને પૂજા બને આજે ગામડે આવ્યા હતા.

પીળા ખેતરો વચ્ચેથી નીકળતા, માર્ચની ગરમીમાં પણ, શરીરને શીતળતા મળી રહી હતી.

'પૂજા, અભી કોઈ મગજમારી નહિ ચાઈએ, શાદી કા તેરા ડિસિજન ફાઇનલ હૈ ના ?"

"હા, બાપા, મારી પાસે કોઈ ઓપ્શન નથી ?"

"ઓપ્સશન નથી મતલબ, તું ખુશ નથી ?"

"અરે હું ખુશ છું, પણ આનંદ ?"

"આનંદને ભૂલી જા, છેલ્લા કેટલાય મહિનાઓથી તેની કોઈ જ ખબર નથી આવી, ક્યાં છે, શુ કરે છે ?

અને કોઈ બીજી પણ મળી ગઈ હોય ?"

"બીજી ?...."પૂજા બોલી.

"હા, બીજી, એમાં શું? આજકલ ટ્રેન્ડ ચાલે છે. લવ, બ્રેકઅપ, ફિર લવ.."

અને બંને હસવા લાગ્યા.

ગોવાળીયાઓ ગાયો લઈને ગામ તરફ વળી ચુક્યા હતા. પૂર્વમાં આછા વાદળો વચ્ચે સૂરજ આથમવાની ઓર હતો. આછા અજવાળામાં બને જણી ઘર તરફ વળી ચુકી હતી. ખેતરોથી પાછા ફરતા ગાડાવાળા ખેડૂતો, પૂજા અને અવનીને પૂછતાં " બેટા ઘરે આવું નથી ?"

"ના કાકા, અમે તો વોક પર છીએ."

અભણ કાકા કઈ સમજતા નહિ, પણ મુંડી હલાવી આગળ વધી જતા.

સામજી મુખી, વાડામાંથી ગાયોની દોવાઈ કરીને આવ્યા હતા.

અવની બોલી-'પપ્પા, આ ભેંસ વધારે દૂધ આપે, તો આપણે ભેંસો વસાવીએ તો ?"( અવની, સામજી મુખીને પપ્પા કહી ને જ સંબોધતી)

"શ્રી કૃષ્ણ પાસે ગાયો હતી કે ભેંસો ?"

"અફકોર્સ ગાયો, પપ્પા !"

"હમ્મ, બાળક નાનું હોય, તો ડોક્ટર. માંના દૂધ સીવાય બીજા ક્યાં પ્રાણીનું દૂધ આપવાનું કહે છે ?"

"ગાયનું."

"સમજદાર છો, બાળક માટે ગાયનું દૂધ વધુ લાભદાયક છે."

"પપ્પા હું, એમ કહું છું, કે પૂજાના લગ્ન પછી હું અહી રહી શકું ?"

"હા બેટા કેમ નહિ, પહેલા તારી બેન તો લગ્ન માટે તૈયારી બતાવે !"

"સાંજે અમે લોકો એ વાત કરવા જ બહાર ગયા હતા અને પૂજા લગ્ન માટે તૈયાર પણ છે. પરીક્ષા પણ હવે આ મહિનાના અંતમાં છે."અવની બોલી.

"હું શું સાંભળું છું, પૂજા; આ બધું સાચું છે ?"

"હા, પપ્પા, સાચું છે."

"તો, પછી કાલે જ ઉગતા પોહરે, સારો મુરત જોઈ, ધનજી શેઠને ખુશખબરી આપી દઈએ. શુ કેહવું પૂજાની બા ?"

"તમે જે કરો એ બધું બરોબર."

"કહું છું, રતન મારાજ આજે, જમવામાં દીકરીના મનપસંદના ગુલાબજાબું બનાવજો."

રસોડા માંથી અવાજ આવયો, "ભલે હો બાપૂ."

                        ****

'પ્રિયા ઊઠ હવે દશ થયા." આનંદ બોલ્યો.

"ઉહઃહઃ, ઊંઘવા દેને યાર, પ્લીઝ"

"પણ મામૂ ઉપર આવ્યા તો, વાટ લાગવાની, એ આવે એ પેહલા ઊઠી જા."

અમેરિકામાં સવાર થઈ રહી હતી. તો ભારતમાં રાત, ત્યાં પૂજાના ભાવતા ભોજનીયા બન્યા હતા. લગ્નની વાતો ચાલતી હતી. તો બીજી તરફ આનંદને પ્લેનમાં મળેલી છોકરી તેના બેડરૂમ સુધી પોહચી ગઈ હતી. અંગડાઈઓ લેતી, પ્રિયા હવામાં હાથ લહેરાવી બગાસા ખાઈ રહી હતી. તો આનંદ હાથમાં છાપૂ લઈ, એક હાથમાં ટોસ હતું. તો બાજુમાં ચાનો મગ, વાંચવામાં એટલો મશગુલ હતો. કે તેના જ હાથ વડે, તેનું મોઢું શોધવું મુશ્કિલ થઈ રહ્યું હતું.

આ બધું જોઈને પ્રિયા પોતાનું હસવાનું રોકી ન શકી.

" અંગ્રેજી વાંચતા આવડે છે ?"

"ગુડ મોર્નિંગ, હા આવડે છે."

"શકલથી તો ગવાર લાગે છે."

"બધા જ ઇન્ટેલિજટન્સ શકલથી ગવાર જેવા જ લાગતા હોય છે ને હોય છે ચાલાક, યુ નો મીસ પ્રિયા. તારી કોફી ટેબલ ઉપર છે."

"તને કેમ ખબર પડી મને કોફી ભાવે છે ?"

"તારા જેવી મોર્ડન છોકરીઓ ચા પીવે ખરી ?" આનંદ બોલ્યો.

"લાગતો નથી, પણ સ્માર્ટ છો."

"પી ને જો, કેવી બની છે ?"

એક ચૂસકી લેતા જ બોલી વાવ એકદમ ઓસમ. મસ્ત કડક બનાવી. તને કેમ ખબર મને આવી કોફી ગમે છે ?"

આનંદએ તેની ડાયરી તરફ જોયું, અને મુછમાં હસ્યો.

"તારામાં મૅનર જેવું કંઈ છે, કે નહીં ? કોઈની ડાયરી વંચાતી હશે ?"

" જે છોકરાને લવ કર્યો, એ તને છોડી જતો રહ્યો ?પંદર વર્ષની ઉમંરે પેહલી કિસ. છુપાઈને પો** જોઇ હતી. પપ્પાની જૂઠી સિગારેટ પણ પીધેલી છે. ફેવરિટ હીરો, એસ.આર.કે., ફેવરિટ મુવી, ડી.ડી.એલ.જે ?

અમેરિકામાં ભણવા નહિ, છોકરો શોધવા આવી છે. ક્યારેય ઇન્ડિયા પાછા જવાની ઈચ્છા નથી."

"ઇડિયટ બધું વાંચી ગયો ?"

"હા, હા, જોતો હતો, તારું વ્યાકરણ કેવું છે ?" આનંદ બોલ્યો.

"હુહ..નથી બોલવું તારી જોડે." કેહતા મોઢું ફેરવી લે છે.

આનંદને જાણે કઇ ફરક ન પડતો હોય તેમ છાપૂ વાંચવા લાગી જાય છે.

જે જોઈને પ્રિયાથી રહેવાયું નહિ અને ગુસ્સામાં બોલી.

"ડોન્ટ ઇગ્નોરીગ મી, આઈ એમ ઇગ્નોરિંગ યુ." તેને આનંદ તરફથી કોઈ જ પ્રત્યુતર નથી મળતો

એટલે તે, હળવેકથી બિલ્લી પગે આવી, અને છાપા નીચેથી આવીને જોવે છે.

"વોટ નોનસેન્સ પ્રિયા, આ શુ મજાક છે."

અને પ્રિયા જોર જોરથી રડવા લાગી જાય છે.

"અરે, ચુપ થા,મામા સાંભળી જશે તો ગોટાળા થશે."

"તું મને જોરજોરથી બોલે છે. હું રડું નહિ તો શું કરું ?"

"નહિ, બોલુ બસ, ચૂપ થઈ જા હવે ?"

"પ્રોમિસ ?"

"હા, પ્રોમિસ."

"આજે મારી સાથે લન્ચ પર આવીશને ?"

"મને થોડું કામ છે."

"હું તારી સાથે જ આવીશ."

"પણબણ કહી નહિ, આવીશ એટલે આવીશ."

"હા આવજે, હવે શાંતિ ધરો."

મુખીના ફોન કરવાની સાથે જ, ધનજી શેઠ અને તેમનો પરિવાર આવી ગયો હતો. ઢોલ નગારાથી તેમનું ઉલ્લાસ ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડીલો ના ચેહરા પર હરખ સમાતો નોહતો. સામજી મુખીના પ્રાંગણમાં મોટી મોટી ગાડીઓનો કાફલો પોહચી આવ્યો હતો.

કોઈ રાજા મહારાજાના કુંવરના લગ્ન હોય, તે રીતે જ મુખીએ આખું ગામ શણગારી મૂક્યું હતું.

"આવો આવો ધનજી શેઠ, આવો આવો વેવાઈ." કેહતા જ સામજી મુખી એને ધનજી શેઠ ભેટી પડ્યા હતા.

તો હર્ષ પણ, બધાને હાથ જોડી અભિવાદન કરી રહ્યો હતો.

હવેલીને યુવતીની જેમ શણગારી હતી.

બધા બેસી શકે એટલો વિશાળ હોલ હતો. સામજી મુખી અને ધનજી શેઠની ખુરશીઓ પાસે મુકી હતી, અને સામે આખુ પરિવાર, બધા નોકર ચાકરો દ્વારા મહેમાનો માટે, શરબત, પાણી, નાસ્તો આવી રહ્યો હતો.

તો ગોર મહારાજ મુર્હત જોવામાં વ્યસ્ત હતા. માથા ઉપર ચિંતાની રેખાઓ હતી.(દક્ષિણા ઓછી મળે, તે માટે કે લગ્નનો કોઈ મુર્હત મળી નોહતો રહ્યો એટલે)

"શુ થયું, ગોર મહારાજ ?" સામજી મુખી બોલ્યા.

"એક મહિના પછીના મુર્હતમાં કાળી પૂજા નીકળે છે."

"તો હવે, ગોર મહારાજ ?"

"એક મુર્હત છે પણ એ બહુ જલ્દી છે. આટલો શુભ ચોઘડીયો આ સદીમાં નહિ આવે, આજથી સાત દિવસ પછી લાભ પાંચમ છે. જો થઈ શકે તો ? નહિતર પાંચ મહિના સુધી કોઈ મુર્હત નથી."

"સાત દિવસમાં કેમ તૈયારીઓ કરીશું મુખી ?" ધનજી શેઠ બોલ્યા.

"તેમે ચિંતા ન કરો શેઠ હું બેઠો છું ને બધું કરી દઈશ."

"ગોરમહરાજ લાભ પાંચમનું મૂર્ત ફાઇનલ."

પછી બધાને મીઠા મોઢા કરાવમાં આવ્યા.

"તમે ચિંતા ન કરજો વેવાઈ. બધું સારું નમું થઈ જશે. તમને જેટલા લોકો મદદ માટે જોઈએ એ અમો આપીશું. બસ તમે આરામ કરજો. વળી તમારે બી.પી.ની ગોળીઓ ખાવી પડશે." કેહતા મુખી હસ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy