Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama Horror Thriller

5.0  

Kalpesh Patel

Drama Horror Thriller

મુસ્કાન

મુસ્કાન

8 mins
2.4K


મુંબઈના પ્રસિદ્ધ ટ્રેડ સેંટર બહાર એક પાકીટ માર વહેલી સવારથી ધનિક અને સ્વભાવે ડફોળ ગ્રાહકની શોધમાં બેઠો બેઠો બીડીના કસ મારતો હતો. યુવાન વયના આ પાકીટમારનો ચહેરો લાંબો, નાક તીક્ષ્ણ,ચબરાક આંખો, ભરાવદા રશરીર.વેલાંટાઈનનો દિવસ હોવાથી આજે અહીં પ્રદર્શનમાં આવનારા મોટે ભાગે ધનિક કુટુંબના યુવક યુવતીઑ હતા સંખ્યા રોજ કરતા વધુ હતી. એ પાકીટમાર માટે સારામાં સારી તક હતી. કાતિલ નજરે તે આવતા દરેક મુલાકાતીઓમાં મોટા શિકારની શોધમાં હતો, અને તે રાહ જોતો હતો તેવો ગ્રાહક તેની નજરે પડ્યો મોઘાં-ડાટ પરફ્યુમથી મહેકતો.એક હાથમાં ચોકબર અને બીજા હાથમાં મોબાઇલ અને બગલમાં હૅન્ડ બેગ, આનાથી વધારે સારો ગ્રાહક ક્યાં મળે.

શેખર ગુપ્તા, લોકડાઉનની મંદીમાં છૂટો કરાયેલ એક ગારમેન્ટ ફેક્ટરીનો કર્મચારી, લોકોના ડ્રેસ વેતરતા – વેતરતા કેળવાયેલ આંગળિયો તેટલોજ કસબ, હવે લોકોના ખિસ્સા હળવા કરવામાં કાર્યરત હતી. કોઈજ વધારાની હરકત વગર તેની કેળવાયેલ આંગળિયોએ આજે કામ સિફ્ત્તથી પતાવી દીધું હતું, મોંટે કારલોના પર્સ જોતાં મોટો હાથ લાગ્યો હોવાની સુખદ લાગણી અનુભવતો, શેખર સત્વરે ટ્રેડસેંટરથી દૂર નીકળી ગયો.

.......મનન આજે ખૂબ ખુશ હતો. સવારના ચાર વાગ્યા હતા, એલાર્મ જગાડે તે પહેલા ઉઠી ગયો હતો અને બેગ પેકીંગ થઈ ગઈ હતી, બેગની ઝિપ બંધ કરતાં,બેડ ઉપર હળવી નજર દોડાવી, મુસ્કાન હજુ ગાઢ નીંદરમાં હતી, પિન્ક બૉસ્કીના ગાઉનમાં સૂતેલી મુસ્કાનના ખુલ્લા કેશ તેનો ચહેરો વટાવી ખભા ઉપર રેલાયેલા હતા અને રૂમ એ સી ના બ્રિજ માં હળવી રીતે ઉડતાં હતા.

મનનને આજે બેગલોર તેની કંપનીની હેડ ઓફિસ જવાનું હતું,“સીઇઓ”નો મેસેજ હતો, તેને બોર્ડ તરફથી એપ્રિસિયેટ કરવાનો હતો, તેથી તે રોમાંચિત હતો, ગત રાત્રિના મુસ્કાન સાથે તાજમાં ડિનર અને તે પછી “ફેનિ” ના સંગે ડાન્સ સેશન પતાવી ઘેર આવ્યા ત્યારે પૂરો દોઢ વાગી ગયો હતો. મનન ને થયું કે તે મુસ્કાનને એરપોર્ટ જતાં પહેલા ગાલ પર હળવું ચુંબન આપે, અને તે ઝૂકયો ત્યાં મુસ્કાન જાગી ગઈ, હળવેથી મનનને અળગો કરતાં બોલી. જનાબ, મને કેમ ના ઉઠાડી, ચલ, શરારત છોડ તો, સ્નાન કરીને તૈયાર થઈને ડાયનીગ ટેબલ ઉપર આવ, હું ગરમા ગરમ કોફી અને ટોસ્ટ બનાવી રાખું છું.

“મનને”, મુસ્કાનને તેની સાથે બેંગલોર આવવા કહ્યું હતું, મુસ્કાન પણ સાથે બેંગલોર જવા શરમાતી હતી માટે તે તૈયાર ન્હોતી, તેથી મનન એકલો જતો હતો, તે મુસ્કાનને તેની મરજીને મન મળતું હતું તેથી એ ખૂબ ખુશ હતી. મુસ્કાનની ખુશીમા જ મારી ખુશી, એને જ “મનને”,જીવનમંત્ર બનાવી લીધો હતો, છતાંઆ બે દિવસના વિરહથી મનમાં દ્વંદ ચાલી રહ્યું હતું. ચહેરા પર સ્મિત હતું પણ મનમાં ખૂણે કડવાશ ઝબકી રહી હતી.

મનન મુંબઈની એક સૉફ્ટવેર કંપનીમાં એંજિનીયર હતો અને તે મુસ્કાન સાકરવાલા રહેતી હતી ત્યાં તે એપાર્ટમેંટમાં તેની સાથે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. બંને યુવાન, કાબિલ, અને ટૂંકા ગાળામાં મનન પેઈંગ ગેસ્ટમાથી મુસ્કાનના મનનો માણીગર ક્યારે બની ગયો તે મનન ને ખબરજ ન પડી કેતેને મુસ્કાનનું ઘેલું છે, મુસ્કાનને પણ તેની હાજરીના નશા વગર જરા પણ ચાલતું ન હતું. મનન પણ મુસ્કાનથી પ્રભાવિત હતો, કારણ કે મુસ્કાનતેના વ્યાવસાયિક કામ ઉપરાંત તે સવારના નાસ્તા, બપોરનું લંચ ડબ્બાવાળાને સમયસર આપવાથી માડી રાત્રિનું ડિનર,…આ બધ્ધુ ચીવટથી કરતી હતી. બંને વચ્ચે નું અંતર ઝડપભેર ઘટી રહ્યું હતું. તેવામાં મનનને ઓફિસમાં તેના કામના પુરસ્કાર રૂપે પ્રમોશન ઓફ્રર થયેલ, અને તેના સંદર્ભમાં કંપનીના મબલખ સ્ટોક એલોટ થયેલા. આ ઘટનાએ મનનના મનમાં મુસ્કાન શુભ પગલાં વારી છે તે પ્રસ્થાપિત કરી દીધેલ.

મનન તૈયાર થઈને આવ્યો ત્યાં સુધીમાં મુસ્કાને સરસ મજાની કોફી અને ગરમાગરમ ટોસ્ટ ડાયનીગ ટેબલ ઉપર રાખેલા હતા, મનનને તે પતાવ્યા, બંનેમાંથી કોણ પહેલા બોલે તેની રાહમાં એરપોર્ટ ટેક્સીનો કોલ આવી ગયો, અને પરસ્પર ખ્યાલ રાખજે ના ઔપચારિક સંવાદ સાથે મનન એપાર્ટમેંટ માથી નીચે ઉતર્યો ત્યારે મુસ્કાને બાલ્કનીમથી મનનને હાથ વેવ કરી ગાડી આંખથી ઓઝલ થઈ ત્યાં સુધી તે ઊભી રહી અને અત્યાર સુધી ખાલી રાખેલ તેની ગમગિની હવે આંખમાંથી આંસુ બની વહેતી હતી.

મનનનું મન આજે સાતમા આસમાને હતું, કંપનીના બોર્ડ તરફથી 200 સ્ટોક, અને હોંગકોગની હોલિડે પૅકેજની બે ટિકિટો મેળવવાથી ખુશ હતો. બસ ક્યારે ફ્લાઇટ મુંબઈ પહોચે, ને મુસ્કાનને ખુશ ખબર આપે. ફ્લાઇટમાં મેગેજીનમાં જોયું તો ટ્રેડ સેંટરમાં સિલ્ક સાડીનું પ્રદર્શન હતું, વિચાર્યું કે એર પોર્ટથી સીધા ટ્રેડ સેન્ટર જવું અને મુસ્કાન માટે એક સાડી અને ડ્રેસ લઈને પછીજ પછીજ એપાર્ટમેંટ જવું.

ટ્રેડ સેંટરની ગિરદીમાં સાડી અને ડ્રેસ તથા એક મોતીનો નેકલેસ પેક કરાવ્યો, અને ડિલિવરી કાઉન્ટર ઉપર જતાં જણાયું કે પર્સ પેન્ટના ખિસ્સામાં નથી, મનન એક ક્ષણ મનનાં મુઝાયો,પછી વિચર્યું કે કદાચ બેગમાં હશે, અને મોબાઇલથી પેમેંટ કરી. એપાર્ટમેંટ પહોચ્યો. ત્યારે મુશકાનની હાજરી નહતી, પણ વાતાવરણમાં સેન્ડલની સુગંધ મહેકતી હતી. મનનને ખબર હતી કે મુસ્કાનને સુખડની અગરબત્તી પ્રિય હતી. બેડરૂમમાં ડોકું કર્યું તો અગરબત્તી ધૂમ્ર સેર રેલાવી આખે એપરમેંટમાં વહી રહી હતી, મુસ્કાન નીચે શોપિંગ સેન્ટર ગઈ લાગે છે તેવું વિચારી કપડાં બદલી,ટી વી ચાલુ કરી બેઠો....

ત્યાં ડોર બેલ રણક્યો... મનનને નવાઈ લાગી, કારણકે અહીં કોઈ આવતું હતું જ નહીં, અને મુસ્કાન પાસે તો એપાર્ટમેંટની ચાવી છે. મનનને લાગ્યું કે એપાર્ટમેંટની લાઇટ ચાલુ જોઈ મુસ્કાન આજે શરારત ઉપર ઉતરી લાગે છે !, તે ઊભો થયો અને દરવાજો ખોલ્યો તો અજાણ્યો યુવાન હતો, તે બોલ્યો શું તમે મનન મુન્શી છો ?, શું હું અંદર આવી શકું? હવે ચમકવાનો વારો મનનનો હતો, આગંતુકને તે જાણતો નહતો અને પહેલી વાર મળતો હતો, પરંતુ આગંતુક પાસે તેની માહિતી હતી.... થોડા ખચકાટ સાથે તે બોલ્યો, યસ વાય નોટ પ્લીજ કમ ઇન.

રૂમમાં આવતા મનનને લાગ્યું કે આગંતુક એપાર્ટમેંટની રચનાથી પરિચિત છે, સોફા પાસે બેસતા વેત તેણે લાઇટ ડિમરને ફેરવી લાઇટ બ્રાઇટ કરી. અને બેઠક જમાવતા બોલ્યો, મિસ્ટર મનન મુન્શી, આઈ એમ શેખર ગુપ્તા, લો આ તમાંરું પર્સ મને તે ટ્રેડ સેંટરના કોરિડોરથી હાથ લાગ્યું છે.

તમે મુંબઈમાં નવા આવ્યા લાગો છો, ખરું ને ?, હા, યુ હેવ રાઇટલી કેચ,....હું નવો છું.. મનનને ટૂંકો ઉત્તર આપ્યો...... શું તમે અહીં એકલા રહો છો ? બાય ધ વે અહીં પહેલા મુસ્કાન સાકરવાલા નામની મોડેલ રહેતી હતી. તમને ખબર ના હોય તો જાણવું કે તે હોનહાર મોડલનું, એપરમેંટના કિચનમાં વીજળીની હોટપ્લેટથી શોક લાગવાથી મૃત્યુ થયેલું હતું.

મુસ્કાન મેડમ નીવડેલાં મોડલ હતા અને હું ગારમેન્ટ ફિલ્ડમાં હોવાથી તેમને જાણતો. જ્યારથી તેનું જાણીતા ફોટોગ્રાફર અકબર ટોપીવાળા સાથેનું એફર બ્રેક –અપ થયું ત્યારથી બહુ ડિપ્રેશનમાં હતા અને તેમને કોઈ સાચી મમતાની ઝંખના હતી.“લોકવાયકા એવી વહે છે કે મુસ્કાન મેડમ “ડાકણ થઈ છે અને અહીં કોઈ ને સુખેથી રહેવા નથી દેતી ”!, પણ....

ત્યાં આગંતુક શેખરની નઝર ટેબલ ઉપર પડેલા સાડી અને ડ્રેસના સોનેરી રીબીન બાંધેલા ગિફ્ટ બોક્સ ઉપર પડતાં.તે વાત કાપતા બોલ્યો..... મિસ્ટર મુન્શી તમે ખરે – ખર નસીબવાળા છો. કે તમને તમારા "ઘરવાળા" પાકીટમાં પણ મોડેલનો ફોટો રાખવા દે છે, આઈ મીન તમને ગમતી છોકરીઓના ફોટા પાકિટમાં રાખી ફરવા દે છે ! અને તમે નહી માનો પણ મુસ્કાન મેડમના ફોટાએ જ તમને તમારું આ સરનામા વગરનું પર્સ પરત અપાવ્યું છે, હવે.... હું જાઉં છું, શુભ રાત્રિ.....

જિંદગી એક પરીક્ષા છે જ્યાં અભ્યાસક્રમ અજાણ છે અને પ્રશ્નપત્રો સેટ થયેલા નથી. કોઈ પણ ક્ષણે જિંદગી સંજોગો સ્વરૂપે હર કોઈનો સરપ્રાઈઝ ટેસ્ટ લઈ લેતી હોય છે! – ભલે પછી તમે એ કોઈ માટે તૈયાર હોય કે ન હોય... આજે મનનને કોઈ જગ્યાએ વાંચેલું ખરુંલાગ્યું ! જિંદગીએ વિચિત્ર સંજોગોસ્વરૂપે આવો જ કંઈક અકલ્પનીય વળાંક અત્યારે,મનનના જીવનમાં શેખરે ચાંપેલા પલિતાએ લાવી મૂકેલ હતો..

ત્યાં તો ડોર-લેચમાં ચાવી ગુમવાનો આવાજ આવ્યો, અને એપાર્ટમેંટમાં પેસતા વેત, કાંસાના રણકાર જેવા અવાજ સાથે હાય “મન્નુ”આવી જ ગયો, હું એકલી ગાંડી થઈ ગઈ હતી……. ઓહ.. મનન હું ક્યારની તારી રાહ જોતી હતી..અને આછા ગુલાબી રંગના પંજાબી ડ્રેસમાં શોભતું મુસ્કાનનું નમણું જોબન જોતાં મનન મંત્રમુગ્ધ બન્યો. દસ મિનિટ પહેલા શેખરના “અહીં પહેલા મુસ્કાન સકારવાલા નામની મોડેલ રહેતી હતી,....... “લોકવાયકા એવી વહે છે કે તે “ડાકણ થઈ છે”,…..કથનના પડઘા હજુ કાને દસ્તક દઈ રહ્યા હતા, પરંતુ સામે મુસ્કાન મારકણાં સ્મિત સાથે તેની નજર સામે હાજર હતી હતી શું તે, આ કોઈ, સ્વપ્ન જોઈ રહ્યો છે ?... કે હકીકત..., જે હોય તે ! પરંતુ વર્તમાન..મનભાવક હોઇ, મગજમાથી મનનને, શેખરને તેની વાત સાથે કોરાણે મૂકી દીધો અને ઉત્સાહથી બોલ્યો, સોરી “હની”.. હું એરપોર્ટથી તારા માટે સરપ્રાઇઝ્ડ ગિફ્ટ લેવા ગયેલો હતો એટ્લે તો મોડુ થયું.

ઇટ્સ ઑ કે “મન્નુ” ડિયર,પણ તનેતો ખબર છે કે મારા માટે તારો પ્રેમજ મોટી ભેટ છે, હું હમણાં આવી.. મે આપણાં માટે કોલ્ડ કોફી વિથ હેઝલ નટ બનાવી છે.... ‘આભાર.’ ગ્લાસ લેતાં મનનને મુસ્કાનનાં આંગળાંનો સ્પર્શ થયો. આખા શરીરમાં ઝણઝણાટી મચી ગઈ. મનન સાથે આવું પહેલી વાર થતું હતું. તેનો હાથ સહેજ ધ્રૂજ્યો. તેને મુસ્કાનની આંગળીઓ આજે ઠંડી અને ચેતના વિહીન લગતી હતી,શરીરમાં અનુભવાતો અપરિચિત કંપ તેને દુવિધામાં નાંખે છે. “ઓહ! આજે આવું કેવું !” જો કે, પેલી લસલસતી બળુકી અનુભૂતિની માયા મનનને એટલી જ વાસ્તવિક લાગેલી હતી છે તેનો નશો હજુય હતો.અત્યારે શેખરની વાતો સાથે એકસાથે કરી અત્યારની સ્વપ્નવત્ લાગતી એની અનુભૂતિની કાર્યકારણીની ગડ બેસાડવા જાય, ત્યાં મનનના ગાલ,મુસ્કાનના હોઠો વચ્ચે દબાયેલાકાંટા વગરની ડાળી ઉપર ખીલેલા ગુલાબી ગુલાબની માદક સુવાસ અને મુસ્કાનનો ગરમ શ્વાસ અનુભવે છે.

થોડો સમય આમ નશીલી ત્ંદ્રમાં વિત્યો ત્યાં,મુસ્કાનની ફરમાઇશ આવી,“મન્નુ”આપણે હમણાં કાઇક ખાઈએ, વેલેનટાઈન દિવસની કેક ખાઈએ તે પહેલા, તું મારા માટે મેગી બનાવી આવ, હું ચેન્જ કરીને આવી. ..મનન ચાવી આપેલા રમકડાંની માફક ઊભો થયો અને કિચનમાં ગયો. સ્ટોરેજમાંથી યંત્રવત મેગીનું પેક કાઢ્યું ...!

સ્ટોરેજ ના બંધ થતાં ડોરના કેચરના 'ટક' અવાજ સાથે આવેલી ચેતનાની જૂજ પળે મનનના ચિત્તમાંથી ભારે વિજ પ્રવાહ પસાર થઈ જાય છે, જેને કારણે તેની સ્મૃતિ ફેણ માંડી ફરી બેઠી થઈ જાય છે…… “મિસ્ટર મનન મુન્શી, આઈ એમ શેખર ગુપ્તા..... શું તમે અહીં એકલા રહો છો.....” બાય ધ વે અહીં પહેલા મુસ્કાન સકારવાલા નામની મોડેલ રહેતી હતી અને તેનું આ એપરમેંટના કિચનમાં હોટપ્લેટના વીજળીના શોક લાગવાથી મૃત્યુ થયેલું હતું....”લોકવાયકા એવી વહે છે કે મુશકાન મેડમ “ડાકણ થઈ છે, અને અહીં કોઈ ને સુખેથી રહેવા નથી દેતી ”.....!

એ સાથે, મનનની આંખ સામે મુસ્કાનની કાયા આવી જાય છે. પહેલીવાર તે કિચનમાં આવતો હોવા છતાં ડર કે આશ્ચર્ય કેમ નથી થતું ? છટ્,મેગી બનાવવામાં નવાઈ થોડી હોય ? પણ, આજે તેનાં સુષુપ્ત મનમાં અત્યારે શેખરની કરેલી વાતો સળવળે છે, છતાં મનન ઉપરવટ જઇ કિચનની હોટ પ્લેટ ઑન કરે છે. મનન પાણી લઈ તે હોટ પ્લેટ ઉપર મૂકવા જાય છે, હર હમેશ ત્યાં મુસ્કાનના બેડ રૂમની સુખડની ધૂપસરીની ધ્રુમ સેરો આજે અત્યારે કિચનમાં ઉમટી પડી અને તેના તરંગરુપ વળાંકોમાંથી એકાએક હાથ પગ, સુડોળ સ્તન, સૌમ્ય ગુલાબની પાંખડી સમાન હોઠ..મોટી જડેલા કાન, રેશમી લહેરતા કેશ વગેરે પ્રસરી જીવંત જવા મથી રહ્યાં હતા અને આખરે તે તરંગો જોતજોતામાં કિચન ટોપ ઉપર મુસ્કાનના મોહક સ્વરૂપમાં સ્મિત રેલાવી રહેલા મનને અનુભવ્યા.!

નોનસ્ટિક પેનમાં મનને મેગી પધરાવી, મેગીના પેકેટનું રેપર કિચનના ટોપ ઉપર નાખે છે ….અને?” ત્યાંતો, મનન જુએ છે કે નાખેલું પ્લાસ્ટિકનું રેપર ભડ ભડ સળગી રહ્યું હતું અને છતાય સંમોહિત મનન મુસ્કાનની મોહપાશમાં તે બળતા રેપર અને તેની તીવ્ર વાસને, અવગણી કિચન ટોપની હોટ પ્લેટ તરફ સુખડના સુવાસ વાળી મુસ્કાન હાજરીની અનુભૂતિ માણતો આગળ ધપે છે. ધ્રુમ સેરોના વળાંકો ત્યા સુધીમાં બરાબરના ઘેરા બની ગયા હતા કિચન ટોપ ઉપર મુસ્કાન સ્મિત રેલાવી બંને હાથો ફેલાવી બેઠી હોય તેમ મનનને લાગ્યું..... તે બેફિકર હતો... આગળ વધે છે ત્યાં.... એક કોઈ અદ્રશ્ય હાથના જબરજસ્ત ધક્કે, મનન દૂર ફૂંગોળાયો.

મનન જ્યારે ભાન માં આવ્યો ત્યારે તેના કાનમાં હજુ શેખરના શબ્દોના પડઘા ગુંજતા હતા હતા.. “લોકવાયકા એવી વહે છે કે મુસ્કાન મેડમ “ડાકણ થઈ છે, અને અહીં કોઈ ને સુખેથી રહેવા નથી દેતી ” ના...શેખર ના.. મારી મુસ્કાન ડાકણ નથી... તે સૌના સુખનો ખ્યાલ રાખે છે, કહેતા આંખ ખૂલી ત્યારે તે સોફા ઉપર હતો, રૂમ એર કન્ડિશનર ચાલુ હતું છતાય તે પરસેવે રેબઝેબ હતો અને મનનનું મન સળવત્તા શ્બ્દોના સથવારે કોઈ જુદી દુનિયામાં વિહારે ઉપડી ચૂક્યું હતું....

તારી હાજરીના અહેસાસથી,આ દેહમાં જીવ નધબકતું હતું,

 તારા જવાથી જીવનનો અર્થ હવે નીરર્થક લાગે છે !

પાંપણમાં સંતાડેલા કિંમતી મોતી આંખોના મારા,

 નીતરતી લાગણીના વહેણમાં વહેતા લાગે છે !

કિનારે લાવીને ડૂબાડની પ્રીત કેવી,ત્ન્હે દાખવી 

  મને હવે મ્હારાં શબ્દો પણ તારી યાદમાં ડૂબતાં લાગે છે !

અને.. હા.., શેખરે મનનને કિચનમાં રોકેલો અને થોડા સમય પહેલા એપાર્ટમેંટમાં રેલાઈ રહેલી સુખડની મોહક ધૂમ્ર સેર અત્યારે ગાયબ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama