Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Comedy

4.5  

Pooja Patel

Comedy

પારેખ નિવાસમાં મહેમાન

પારેખ નિવાસમાં મહેમાન

5 mins
355


હંસા અને પ્રફુલ એક દિવસ ચેસ રમતા હતા. બાપુજી ત્યારે ઘરે પોતું મારતાં હતાં. જયશ્રી બહાર શાક લેવા ગઈ હતી અને હિમાંશુ જેકી ચકીને સ્કૂલે મૂકવા ગયો હતો. 

અચાનક ઘરે મહેમાન આવ્યાં. બાપુજી ચિંતામાં પડી ગયાં કે જયશ્રી બહાર ગઈ છે તો મહેમાનને સાચવવા કેવી રીતે ? તે વખતે હંસા બાફેલી મકાઈ ખાઈ રહી હતી. અને પ્રફુલ રસોડામાં તેની માટે બીજી મકાઈ લેવા ગયો હતો. મહેમાન આવ્યાં અને બાપુજીએ તેમને પાણી આપ્યું. પછી મહેમાન એ પૂછ્યું કે ઘરનાં સભ્યો ક્યાં ગયા છે ? એટલે તેમણે હંસા અને પ્રફુલને બોલાવ્યાં. 

હંસા મકાઈ ખાતાં ખાતાં બહાર આવી. બાપુજી ને કહયું, "શું થયું બાપુજી ? કંઈ કામ છે ? હું મકાઈ ખાતી હતી, મારે ચાલુ નાસ્તા એ આવવું પડ્યું. પ્રફુલ where are ?" એટલે બાપુજી એ કહયું કે,"હંસા ઘરે મહેમાન આવ્યાં છે તો એમને નાસ્તાની તો પૂછ !" હંસા એ પૂછ્યું, "એ તમે નાસ્તો તો ઘરેથી કરીને આવ્યાં હશોને ?" મહેમાન બાપુજીની સામે જુએ, અને બાપુજી એ પૂછ્યું કે, "હંસા, તુ તો એકલી એકલી મકાઈ ખાય છે, મહેમાનને ભાવ તો પૂછ !" એટલે હંસા એ પૂછ્યું,"મકાઈનો ભાવ વધી ગયો છે એવું મે સંભાળ્યું છે, હવે મકાઈ કેટલા રૂપિયા કિલો મળે છે ?" એટલામાં પ્રફુલ આવ્યો. તેણે કહ્યું,"બાપુજી, તમે જ તો કહયું કે મહેમાનને મકાઈનો ભાવ પૂછ. શું તમે પણ બાપુજી ! આ જુઓ, જયશ્રી ભાભી એ ભાત વઘારીને રાખ્યાં છે, હું મહેમાન માટે લેતો આવું છું. આપણે મહેમાનને અહિયાં જ જમાડી લઈએ. અને હિમાંશુ જેકી ચકીને લઈને આવશે. જયશ્રી ભાભી ગયા છે દિવાળીની ખરીદી કરવા માટે ! એટલે આપડે ભેગા મળીને મહેમાનની સરભરા કરીશું."   

બાપુજી ખુશ થઈ ગયા. અને મહેમાનને વઘારેલા ભાત આપ્યાં. અને મહેમાન એ પણ ખુશી થઈને જમી લીધું. એવામાં જ્યારે તે લોકો જતાં રહ્યાં હતાં ત્યારે જયશ્રી આવી. તેણે કહ્યું કે, "બાપુજી, આપડી ઘરે મહેમાન આવ્યાં હતાં તો તેઓને નાસ્તો કરવા આપ્યો હતો ?" બાપુજી એ ખુશ થઈને કહયું કે,"હા ! પહેલાં તેમને પાણી આપ્યું અને પછી પ્રફુલ ગધેડા એ વઘારેલા ભાત આપ્યાં ! અને મહેમાન એ ખુશી ખુશી જમી લીધાં." ત્યારે જયશ્રી એ કહ્યું,"પણ એ ભાત તો ચાર દીવસ પહેલાંના હતાં. આજે ભિખારીને આપવા માટે ગઈ તો એણે પણ ના પાડી દીધી. એટલે મે વિચાર્યું કે આજે તેને વઘારીને તમને આપી દઈશ ! ને તમે, તમારા ખાવાના ભાત તમે મહેમાન ને જમાડી દીધા ! હવે બપોરે તમે શું જમશો ?" 

આ સાંભળીને બાપુજી એ ગુસ્સે થઈને કહયું કે, "તું મને ચાર દીવસ જૂના અને જેને ભિખારી પણ ખાવાની ન પાડી દે એ ભાત મને જમવામાં આપવાની હતી ! રેવા દે ! સારું થયું કે મે તે ભાત મહેમાનને જ જમાડી દીધા. ખબર નહિ કે તે લોકો નજીકની હોસ્પિટલમાં ગયાં હશે કે નહી ! એ બધી વાત છોડ, અને મને કે દિવાળીની ખરીદી માં શું શું લાવી?" જયશ્રી એ કહયું કે, "સુપર માર્કેટમાં ભીડ વધારે હતી અને ત્યાં એક ચોર એ સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યાં એટલે ત્યાં લૂંટ મચી હતી, થોડોક મોકાનો ફાયદો મે પણ ઊઠાવી લિધો. મે છેને, સુપર માર્કેટમાંથી - ફિનાઈલ, લોટ, વાસણો, પડદા, કપડાં બધું જ જેટલું હું ઊંચકી શકું એટલું મેં ઊંચક્યું. અને પછી નાસ્તો અને અનાજ બાકી રહેતાં હતાં તો મે હિમાંશુ અને જેકી ચકિને પકડાવી દીધા. આ જુઓ, બહાર ! એ બાપુજી, આ હિમાંશુ તો આવી ગયો પણ જેકી ચકી ક્યાં ?" બાપુજી અને જયશ્રી ઘરની બહાર નીકળ્યા અને જોયું કે જેકી ચકી તો ઘઉં અને ચોખા લઈને આવતા હતા. પછી બાપુજી એ તે બન્નેની મદદ કરી અને હિમાંશુને સાંજે રસોઈ બનાવવાનું કહયું.

બીજી બાજુ પેલાં મહેમાનને ખોરાકી ઝેરની અસર થઇ હતી. તે લોકો હોસ્પિટલમાં હતાં. એટલે બાપુજી એ ઘરનાં લોકોને તેમની ખબર પૂછવા માટે મોકલ્યાં. તો હંસા પ્રફુલ અને જયશ્રી બીજા દિવસે તેમની ખબર પૂછવા માટે ગયાં.

***

હવે, હોસ્પિટલમાં...

હંસા તો એક જગ્યા એ જઈને બેસી ગઈ અને બોલી, "હું તો થાકી ગઈ ભાઈસાબ !" પ્રફુલ તે મહેમાનને ખબર પૂછવા માટે ગયો ને વાતો શરૂ કરી, "તમે અમારી ઘરે મહેમાન બન્યા હતા ને ! જ્યારે હંસા મકાઈ ખાતી હતી. "મહેમાનએ હા પાડી અને કહ્યું, "તમારી ઘરે જમ્યાં પછી અમારી આ હાલત થઈ અને 2 દીવસ સુધી અમારે હોસ્પિટલમાં રહેવું પડશે." પ્રફુલએ કહયું કે અમે તમારી સેવા કરીશું." જયશ્રી એ કહયું, "કશો વાંધો નહીં. અમે તમારી માટે નાસ્તો લઈને આવ્યાં છીએ ! આ જુઓ ભજિયાં અને બટેકા પૌવા અને સાથે કોથમીરની ચટણી અને ટોમેટો કેચઅપ પણ લાવી છું." તો હંસા એ કહયું,"એ જયશ્રી મારી માટે ખજૂર આમલીની ચટણી ભુલી ગઈ!" તો જયશ્રી એ કહયું, "અરે નાં હંસા ભાભી ! હું તમારી માટે જે ખજૂર આમલીની ચટણી લાવી હતી તે આ ડોક્ટર એ બાજુમાં દર્દીને બાટલામાં નાખી દીધી. અને કોથમીરની ચટણીનો મારી પાસે જ જગ હતો એમાંથી તેણે ત્રણ injection બનાવ્યાં અને દર્દી ઓને લગાવી દીધું. આ જુઓ એ બધાં દર્દી અહિયાં ડિસ્કો ડાન્સ કરે છે !" પ્રફુલ આવ્યો અને બોલ્યો કે ,"જયશ્રી ભાભી, આ ડોક્ટર બટેકા પૌવા ખાય છે? કેમ કે તે બેહોશ થઈને પડ્યો છે અને તેની આસપાસ થોડાક પૌંઆ પડ્યાં હતાં." 

જયશ્રી એ કહયું કે,"ડોક્ટર જ બીમાર પડે એમાં એ દર્દીનો ઈલાજ કેવી રીતે કરશે !" તેથી હિમાંશુ એ બધાં માટે જમવાનું બનાવ્યું અને ડોક્ટર અને દર્દી બનનેને જમાડયા.

પછી પ્રફુલ એ ડોક્ટરને કહયું,"ડોક્ટર, તમે થોડાંક દર્દીને તપાસ્યાં બરાબર ? એ લોકોની સાથે સાથે તમે પણ બીમાર પડ્યા ! ડોક્ટર સાહેબ, તમારે છેને હોસ્પીટલમાં સુધારા કરવાની જરૂર છે. દર વખતે થોડી અમે લોકો આવીશું !" ડોક્ટર એ કહયું,"તમારી લીધે લોકો દર્દી બન્યાં એટલે અમે તેમને સાજા કરીએ છીએ !" પ્રફુલ એ કહયું,"એવું જરૂરી નથી. પેલો દર્દી હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો એમાં અમારી ભૂલ ? શેક શેક! કંઈ પણ!" 

ડોક્ટર સાથે એવી કેટલી વખત બહેસબજી થઈ. છેવટે ડોક્ટર એ હાથ જોડીને કહયું,"અમે ખોટા બસ ! હવે તો અમને બક્ષ અપો !" હંસા, "હાં, તો પહેલેથી જ માની જતાં હોય તો! અમારે એટલી તમને સમજાવવાની મહેનત નહી કરવી પડે ! બીજી વાર ધ્યાન રાખજ !" ડોક્ટર પણ થાકી ગયાં, પ્રફુલને લીધે !


Rate this content
Log in

Similar gujarati story from Comedy