Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

ના હોય!

ના હોય!

3 mins
7.1K


અરે આ ગણિતનો દાખલો આમ કેવી રીતે કર્યો. તારો જવાબ સાવ ખોટો છે. ‘અરે યાર મારો જવાબ કદી ખોટો ના હોય!'નથી લાગતું આ વાક્ય બાળપણમાં વારંવાર સાંભળ્યું હતું. મને બરાબર યાદ છે. અમારા પ્રભુદાસ પટેલ સર કાયમ મને કહેતા. તેઓ બૉર્ડ ઉપર દાખલા લખે. એ જ્યારે લખી રહે ત્યારે મારા ગણાઈને જવાબ પણ લખાઈ ગયા હોય. કોઈક વાર એકાદ ખોટો હોય ઉતાવળને કારણે વરના બધા ખરા હોય, તરત સર કહેશે ‘ના હોય.' આટલા ઝડપથી તે કેવી રીતે ગણ્યા.

જીવનમાં હોય કે ના હોય એ સવાલ ઉભો થતો જ નથી. જે છે તે છે નથી તે નથી! ત્યાં ‘ના હોય’ એ સંભવ કેવી રીતે હોઈ શકે? શું કામ ના હોય. આપણને કેવી રીતે ખબર પડે. ભર ચોમાસામાં બે કાંઠે વહેતી નદી અને તેમાં માણેલી નાવડીની સહેલગાહ કેવી રીતે ભૂલાય. હવે એ જ નદીને કાંઠે છ મહિના પછી ધોમ ધખતા તાપમાં પાણીનું ટીપું ય નજરેન ચડે. તે સમયે મારા દોસ્તને મેં કહ્યું ગયા વર્ષે આ નદીમાં નાવડી મેં જાતે હંકારી છે.

પળવારનો વિલંબ કર્યા વગર કહે ‘ના હોય’ શાનો ગપ્પા મારે છે. હવે આને કેમ કરી સમજાવવો. ખાલી વાદ વિવાદ થાય તેના કરતાં હા ભાઈ તું સાચો કહી વાત આટોપી લીધી. જ્યાં કોઈ સબૂત નથી! હકીકત સ્વીકારાવી શું પામવું?

‘ના હોય’ કહીએ એટલે શંકાનું સમાધાન કરવું એ આસાન કાર્ય નથી. કારણ વગર ‘ના હોય’ કહી મમરો મૂકવાની ઘણાને ટેવ હોય છે. એમ કહી કોણ જાણે તેઓ શું પૂરવાર કરવા મથતા હોય છે. કાં તો વાતનું વતેસર કરે યા કોથળામાંથી બીલાડું કાઢે.

‘અરે, આ અમેરિકાના લગ્ન કદી માણ્યા છે.'

‘હા, કેમ એવું પૂછવું પડ્યું ?'

'ઓપન બાર અને નૉનવેજ વગર લગ્ન અધૂરા ગણાય !'

'ના હોય.'

'અરે ભાઈ હોય. તમે સમજો હવે જમાનો બદલાયો છે.'

'યાર, જમાનો નથી બદલાયો માનવીની દૃષ્ટી બદલાઈ છે!'

‘ના હોય..’

'યાર, આંખ તો એની એ જ છે !'

‘શું તું પણ ફેંકે છે. કૉનટેક્ટ પહેર્યા છે ?'

‘ના હોય.'

આ ‘ના હોય’નું ‘હોય’ કયારે થશે?

જ્યારે મારી વાતમાં; ’હા માં હા મિલાવીશ ત્યારે !'

‘ના હોય’ તો પછી એ શક્ય નથી.

આજે સવારથી નક્કી કર્યું આખા દિવસમાં એક પણ વાર આ ‘ના હોય’ બોલવાનું નહી અને સાંભળવાનું પણ નહી !

નોકરી પર જવા તૈયાર થયો. ઘરની બહાર નિકળતાં પત્ની કહે આજે વહેલાં આવશોને?

'કેમ ?'

'પહેલી તારીખ છે. નવી ફિલમ મેટ્રોમાં આવી છે. દર વખતની જેમ ‘ગઝિબો’માં જમીને ઘરે આવીશું.'

‘ના હોય આજે તો મારા સ્ટાફને મિટિંગ માટે રોકાવાનું નક્કી કર્યું છે. આજનો પ્લાન કેન્સલ.'

‘ના હોય.'

ઘરેથી નીકળતા, હું અને મારા ઘરવાળા બન્ને એ શબ્દોનો પ્રયોગ કરી ચૂક્યા. હવે આખા દિવસમાં કેટલીવાર આ ‘ના હોય’ સાંભળવા મળશે તે ઈશ્વર જાણે.

કોઈ પણ કાર્યમાં નન્નો ભણવાની આદત બહુ સારી નહી. જરા વિચાર કરીને જવાબ આપીશું તો સત્ય સમજાશે. આજે બાળકોને બહાર ખાવાનું મન છે. ચાલુ દિવસે એ શક્ય ‘ના હોય’ કારણ સાચું છે કે રાતના સૂવાનું મોડું થાય તો સવારે શાળાએ જવા માટે ઉઠતા તકલીફ પડે. છતાં તેમને સમજાવી ઘરે બહારથી તેમનું ગમતું ખાવાનું લાવી સમયસર રાતનું વાળું કરી સુવાડી શકાય એ પણ એટલું સરળ છે.

ખરું જોતા ના હોય શબ્દ બને તેટલો ઓછો જીવનમાં ઉપયોગમાં લઈશું એટલું જીવન સરળ બનશે. બધી વસ્તુ સ્થળ,સમય અને પ્રસંગ પર આધારિત છે. મન હોય ત્યારે એને અનુસરવામાં જરા પણ તકલીફ પડતી નથી. કદાચ તેને માટે બે કદમ ચાલવું પડે યા થોડો સમય યા દ્રવ્યનો ભોગ આપવો પડે. તેની સામે મળતો અનેરો આનંદ, ઉલ્લાસ યા સ્મિત તેની કશી કિમત નહી ?

અરે આજે મારો પૌત્ર શાળાએથી આવ્યો. ‘ગ્રાન્ડ મૉમ આજે મારા ટીચરે કહ્યું કે જીભ સહુથી મજબૂત ભગવાને બનાવી છે.'

મારાથી કહેવાઈ ગયું, ‘બેટા ના હોય.' એમાં તો એક પણ હાડકું નથી. તેની આજુબાજુ ૩૨ ચોકીદાર છે. તેને કદી થાક લાગતો નથી. તેના કામ પણ કેટલાં બધાં. બોલવામાં જરૂર પડે. ચાવવામાં જરૂર પડે. ભલેને ડાબલીમાં હોય સહુથી વધુ સળવળાટ પણ તેને હોય. ભગવાને કેવી સાચવીને મૂકી છે. માણસ વગર વિચારે તેની પાસેથી એકધારું કામ લીધા કરે છે.

મારો ગ્રાન્ડસન બોલી ઉઠ્યો,‘ના હોય.' તેને ગુજરાતી ઘણું ઓછું આવડે છે. સમજે છે બધું. આ ‘ના હોય’ તેને બરાબર ખબર પડે છે.

બીજી વખત વિચારીને ઉત્તર આપવાનો પ્રયાસ કરીશું તો ‘ના હોય’ ને બદલે ‘એમ જ હોય’ શબ્દો મુખમાંથી સરી પડશે. ખુશી મહેકી ઉઠશે !

ના હોય

એમ જ હોય

સુશોભિત હોય

સંવેદના સભર હો..


Rate this content
Log in

Similar gujarati story from Inspirational