Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama Romance

5.0  

Kalpesh Patel

Drama Romance

નીતિ - ૫

નીતિ - ૫

3 mins
2.1K


માળું આ જગતમાં આવી ફૂટડીની દુકાન માંડી, છાંડવા વારો પણ કોઈ છે !

માં તેની સામે જોઈ, આંખોના ઈશારાથી ભૂરી પાસે જવાબ માંગી રહી હતી.

પણ એણે મને, તગડી ગામવાસીની હાજરીમાં તગેડી છે, મારો શું વાંક કે ગુનો ? ‘ભલે !’ માડી, તેણે કહ્યું: ‘તમારી સલાહે હું પાછી તે નરાધમ પાસે “તગડી” જઈશ.’ માએ નિ:સહાય ભૂરી સામે, ઘડીક જોયા કર્યું. ઝૂંપડીમાં તેની ફરતે આંટા માર્યા અને એક ખીંટીએ ટીંગાતા કપડાનું ઓછાડ આપી એને સુવા કહી તેની ઝૂપડીથી બહાર આવી ગઈ.

સવારે મારી આંખ ઊઘડી ત્યારે એ ઉંબરા આગળ ઊભી હતી. તેના વાંકડિયા વાળ, સુંદર ચહેરો, ફૂલની પાંદડીઓ જેવા ગુલાબી ગુલાબ જેવાં બહાર વળતા હોઠ અને આભલાં ભરેલા કમખાને શ્વાસોચ્છ્વાસ સાથે તંગ કરતી છાતી, હું મારી નજર ફેરવું તે પહેલાં તે માની ઝૂંપડી તરફ પીઠ બતાવીને જતી રહી. માળું આ જગતમાં આવી ફૂટડીની દુકાન માંડી, છાંડવા વારો પણ કોઈ છે ! મને થયું કે જતાં પહેલા થોડું હસી હોત તો ઠીક થાત હમણાં કદાચ પાછું વાળી જોશે એવી આશાએ એક આંખે એની તરફ જોયા કર્યું. ત્યાં તેને સ્વાભાવિક એવી સુસ્ત અદાથી અમસ્તું જ પાછળ જોયું. તેલ નાખ્યા વગરના વાંકડિઆ ભૂખરા વાળની કપાળ પર ઢળી પડેલી એક લટને એણે આંગળીથી આઘી કરી કાન પાછળ દબાવી. પાંપણો ઢાળી, હોઠ બીડીને એક નિ:શ્વાસ છોડયો અને હળવે પગલે પાછી ગઈ. મેં હળવે સાદે એને પૂકારી ‘ભૂરી !’ એ પાછી ન ફરી. મારાથી ન રહેવાયું, એટલે હું એની પાછળ ગયો. ઝૂંપડાંના દરવાજે હું એની સામે જઈને ઊભો અને પૂછ્યું: ‘તને કંઈ બાળ-બચ્ચાં છે ?’ અષાઢના મેઘ તરસ્યા મોર આકાશ સામે જુએ એમ માથું ઊંચું કરી એણે મારી સામે જોયા કર્યું. પણ તેનાં નયનોની મૂક ભાષા હું ન સમજ્યો, અને કઈ બોલી નહી. હું પાછો વળ્યો.

 તે માં પાસે પહોંચી ચૂકી હતી, થોડો સમય વીતે તેની પાછળ ઘેલું થયેલું મન હિલોરા લેતું,માં નો શિરામણ માટે ક્યારે સાદ પડે અને ક્યારે ભૂરીનું મુખડું જોવું...! પણ માયહલો ધીરો પાડતો, અને વાળતો હતો, રે ફટ, ઝૂમલા, આ ભૂરી તો પરાઈ નાર, અને પરાઈ નાર એટ્લે... આગળનો શબ્દ સ્વગત “ માં સમાન” ઇ રટાય એ પહેલા, એને સામે નાહવા માટે ધખવેલ ચૂલાના ઠંડા પડી રહેલ એક બે ઝીણા કોલસા લઈ, ચલમમાં ભરી તેમાં ગોળ અને તંબાકુ મસળી, બનાવેલી ગડાકુ ભરી નાકે મોઢેથી ધુમાડા કાઢવા ચાલુ કર્યા ત્યાં માં એ ચલમના ધુમાડાની ગંધ પકડી, બૂમ મારી, રે ઝ્મા આ સવાર સવારમાં ક્યાં કાળજા બાળવા બેઠો..રે !, હાલ આવતો શિરામણ તૈયાર છે. બંદા તો તૈયાર હતા, ચલમને ખંખેરી, ઉતાવળા પગે માના ઝૂંપડે ગયો, અંદર જઈને જોયું તો માં ઢોલીએ બેઠેલી અને નીચે બેસેલી ભૂરીના સૂકાભઠ ભૂખરા વાળમાં તેલ નાખી તેનો ચોટલો વાળી રહી હતી, હોઠને દાંત મારતી નીચું જોયેલી ભૂરી એ મારકણી નજરે મારી સામે મલકીને જોયું, ત્યાં માંએ સામે ચૂલા પાસે પડેલી કાંસાની પીરસેલી થાળી તરફ ઈશારો કર્યો અને હું શિરામણ કરવા બેઠો, ગરમા ગરમ બાજરાના રોટલા અને લીલા મરચાં અને સેવ ટામેટાંનું ચટપટું શાક ફટાફટ આરોગી ગયો, અને માંને કહ્યું, આજે તો મે‘માન આવ્યા છે, તે રસદાર શાક બનાવ્યું છે, માં ? ના ઝૂમાં ના, આજે તો કોઈ મેં કામ કર્યુજ નથી, સન્ધુય આ “ભૂરી” દીકરીએ કરેલું છે, ભાવ્યું હોય તો તેને યશ આપ. ઝૂમાંને ભૂરીને ઘણુય કહેવું હતું પણ માં ની હાજરી નડતી હતી.

 ભૂરીને મારી માં હાળે ગોઠી ગયું હતું, તો માં’ને તો તેના આવ્યા પછી પૂરી સાહબી હતી, તે ખુશ હતી અને મારે મન તેની હાજરી તે ગોળનું ગાડાં સમાન હતું. એક દિવસ મોડી સાંજે તે ચૂલે બેઠેલી અને રોટલા ઘડતી હતી તેવે ટાણે, સાંજે વાળું કરતાં મેં તેનું ધ્યાન દોરવા ખોંખારો ખાધો, અને તેને પૂછી બેઠો “ઑ ભૂરી સાચું પૂછું ?” ભૂરી તેના ભૂતકાળના કોઈ ભાંડકીયામાંથી બહાર આવી હોય એમ લાગ્યું...તેની આંખોમાં હવે તેના અધૂરા ઓરતા ઝળહળી રહ્યા. તેણે મારી સામે તેની સદાબહાર હસમુખી નજર ફેંકી... મને મૂંગો ભાળી.. બોલી,, શું વાઘ જેવો થઈને, મીંદડી મ્યાઉ..... એણે વેણ અધૂરું મૂકી કીધું.. પૂછ જે તારે પૂછવું હોય તે...બેધડક ! “તને અમારા વગર હવે બીજે ફાવશે ?” મનની વાત આખરે ત્રણ મહિને આજે બાહર આવી ગઈ ! માં પણ અમારો વાર્તાલાપ સાંભળતી હતી તે પણ ઢોલીએ અધૂકડી થઈ ભૂરી શું કહે છે તે માટે કાન સરવા રાખી બેઠી હતી. તો હું મૂંગો મંતર બની તેના જવાબની રાહ જોતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Drama