Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Crime Romance

3  

Irfan Juneja

Crime Romance

હમ તુમ્હારે હૈ સનમ - ૨૦

હમ તુમ્હારે હૈ સનમ - ૨૦

8 mins
15.1K


અરમાન આયતના ઘરેથી નીકળીને ચોકમાં આવે છે. લિયાક્તની હાથકળી ખોલે છે.

"ચાલ મને લઇ ચાલ..."

"ક્યાં લઇ જાઉં? તમે મને મારશો તો નહીં ને?"

"ના નહિ મારું, તારા અબ્બુ જ્યાં નોકરી કરે છે એ પોલીસ સ્ટેશન લઇ લે..."

લિયાક્ત અરમાનને લઈને પોલીસ સ્ટેશન જાય છે અને પોતાની જાતને સરેન્ડર કરે છે. સારા આયતના ઘરે આવે છે. બંને એકબીજાને જોઈને બહુ રડે છે.

"સારા જો નસીબનું શરીર હોત ને તો એ બિલકુલ મારા અમ્મી જેવી જ હોત... ના ક્યારેય કિસ્મત બદલે ના મારા અમ્મી..."

"આયત તે પાછા આવીને બહુ મોટી ભૂલ કરી..."

"પાછા આવીને અહીં, મસ્જિદમાંથી પાછા આવીને ભૂલ કરી સારા..."

"આયત મેં સાંભળ્યું તું નિકાહ થતો તો મસ્જિદ માં?"

"હા એ જ તો કહું છું બસ કુબુલ હૈ જ કહેવાનું બાકી હતું ને હું દોડી આવી.."

"આયત તારા અમ્મી આવું કેમ કરે છે?"

"એ મરી જશે પણ મને અરમાનને નહીં જ આપે..."

"ના ના એવું નથી વાત કૈક અલગ છે..."

"શું વાત છે કે મને બેસ મારી પાસે આપ હિંમત મને..."

"તને ભલે ખોટું લાગે પણ આજે હું કહીને જ જઈશ..."

"હા બોલ..."

"જયારે આપણે બંને ઉપર હતા અને તું ભાગી એ પછી મેં દરવાજા બંધ કરી દીધા ને અંદર બેઠી હતી. મને હતું કે કોઈ આવે તો એમ લાગે કે અંદર તૈયાર થાય છે. તારા ગયા પછી તારા અમ્મી આવ્યા હતા. એમને દરવાજો ખખડાવ્યો મેં કહ્યું માસી પંદર મિનિટ રોકાઈ જાઓ. એ બોલ્યા સેની પંદર મિનિટ મને ખબર છે એ અંદર નથી. હું તો વિચારમાં પડી ગઈ મેં દરવાજો ખોલ્યો એમને એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા ભાગી ગઈ એ? મેં કહ્યું હા... એ પછી એ ચહેરા પર ચમક સાથે બોલ્યા જા સારા... તારું કામ પૂરું થયું. હું આ સાંભળીને અચંબિત થઇ. આયત તને લાગ્યું તું ભાગી ગઈ છે અને મને હતું કે હવે મારે કેટલાય સવાલ જવાબ આપવા પડશે પણ એવું કઈ ન થયું એમને કહ્યું તું જા... તારું કામ પૂરું થયું. મને આ વાત કાનમાં ગુંજતી જ રહી. પણ મને હવે સમજાયું કે આપણે તારા અમ્મીના પ્લાન મુજબ જ ચાલી રહ્યા હતા. તારા અમ્મી એ જ તને ભાગવાનો પૂરતો સમય આપ્યો..."

"પણ અમ્મી એ આવું કેમ કર્યું હશે સારા...?"

"એતો અલ્લાહ જાણે પણ તારા અમ્મીના મગજમાં કંઇક અલગ જ ચાલે છે..."

"હા સારા એતો મને પણ લાગ્યું મસ્જિદમાં મૌલવી સાબ જ કુબુલ હૈ બોલવાના જ હતા કે મારી બેન આવીને જોરથી બોલી અમ્મી એ ફાંસી લગાવી લીધી છે. હું દોડતી આવી અને એ પણ ડરીને મારી પાછળ આવ્યો. આવીને જોયું તો અમ્મી એ કોઈ ફાંસી નહોતી લગાવી..."

અહીં લિયાક્ત પિતા અને સુલેમાન પોલીસ સ્ટેશન આવ્યા. અરમાનને લિયાક્તના પિતા એ લોકપમાં ખૂબ માર્યો. થોડીવારમાં મૌલવી સાબ પોલીસ સ્ટેશન આવ્યા.

"અરમાન નામના છોકરાને કોઈ પકડીને લાવ્યું છે?"

"હા અહીં જ છે તમે કોણ?"

"હું ઇમામ છું અહીંની મસ્જિદનો, તમે આ ભલા માણસને કેમ અહીં પકડી લાવ્યા છો?"

"આ કોઈ ભલો માણસ નથી, એને પોલીસને બંધુક બતાવી છે અને છોકરીને ભગાડીને લઇ ગયો છે..."

"એને કોઈ છોકરી નથી ભગાડી, એની મંગેતર છે એ..."

"એની મંગેતર નઈ, એ છોકરીના લગ્ન મારા છોકરા સાથે થવાના હતા આ એને ત્યાંથી ભગાડીને લઇ ગયો છે..."

"મૌલવી સાબ તમે અમારા મામલામાં ના પડો, મારી દીકરી છે હું જોઇશ..." સુલેમાન બોલ્યો.

"તમારી દીકરી છે એ પણ એ અરમાનની અમાનત છે તમારી પાસે સુલેમાન... અમાનત પાર હક ન ઝાળો..."

"આ મૌલવી સાબને ભાર નીકળો..." લિયાક્તના અબ્બુ બોલ્યા.

મૌલવી સાબ ના ગયા પછી અરમાનને લોકપમાં બંધ કરીને લિયાક્તના અબ્બુએ સુલેમાનને વાત કરી.

"જો સુલેમાન ગઈ વખતે ઉપરથી દબાણ આવ્યું'તું ને મને જેલમાં બંધ કર્યો હતો. આ વખતે તારે તારી દીકરીને ગવાહી આપવા માટે તૈયાર કરવી પડશે... તારી દીકરીએ કાલે અદાલતમાં કહેવું પડશે કે અરમાન એને અગવા કરીને લઇ ગયો હતો..."

"પણ મારી દીકરી નહીં માને તો?"

"મનાવવી પડશે. એફ.આઈ.આર મુજબ અગવાનો કેસ છે, એને મારી ને માનવ કે કોઈ ઢોંગ કરીને પણ મનાવજે નહિતર કોર્ટમાં બહુ તકલીફ થશે..."

આયતના અબ્બુ ઘરે આવે છે. ઘરે આવીને રડવાનો ઢોંગ રચાવે છે. આયતના અમ્મી એને લઈને આવે છે.

"જો તારા પિતાને આમ કોઈ દિવસ રડતા જોયા છે, કેટલા લાચાર થઇને એ રડે છે. સમાજમાં મોઢું દેખાળવા જેવા નથી રહ્યા..."

"અબ્બુ પણ હું તો તમારી પાસે આવી ગઈ છું અને અરમાન પણ અમ્મીને વચન આપીને ગયો છે કે હવે એ અમ્મીની મરજી વગર નહિ આવે. એ વચનનો પાક્કો છે તો કેમ રડો છો.."

"વાત એ નથી વાત એ છે કે કાલે કોર્ટમાં અરમાનને હાજર કરશે પણ એના માટે તારે ગવાહી આપવી પડશે..."

"શું ગવાહી અમ્મી?"

"એ જ કે એ તને અગવા કરીને લઇ ગયો હતો..."

"કેટલા વર્ષની સજા થશે એને?"

"સજા તો એને આમ પણ થશે પોલીસને બંધુક બતાવીને જવાના ગુનાહમાં પણ તું ગવાહી આપીશ તો તારા અબ્બુની ઈજ્જત રહી જશે..."

"અબ્બુ એવો રસ્તો નથી જેમાં તમારી ઈજ્જત એ રહી જાય ને એને સજા પણ ન થાય..."

"બીજી મુદતમાં ફરી જજે, એમ કેજે કે તું તારી મરજીથી ગઈ હતી..."

"ત્યારે અબ્બુ તમારી ઈજ્જત નીચી નઈ થઇ જાય?"

"આયત તું સમજવાની કોશિસ કર તારા અબ્બુને ગામમાં મોઢું બતાવવાનું છે..."

"સારું અબ્બુ કાલે સવારે છે ને અદાલત હું વિચારીને કહું..."

"એટલે? કોને પૂછીસ તું?" રુખશાના બોલી.

"અમ્મી કોઈને નહિ પોતાની જાત સાથે વાત કરીશ... પણ એતો કહો અબ્બુ કે બોલવું શું છે? હું ગોખી લઉ..."

"જો એમ કહેજે કે તારી જાન આવી ગઈ તી તું ઉપર તૈયાર થતી'તી, ટેરો નિકાહ થવાનો જ હતો કે અરમાન એના મિત્રો લઈને આવ્યો તને નીંદની શીશી સૂંઘવીને લઇ ગયો. ત્યાં જઈને જબરજસ્તી નિકાહનું કહેતો હતો કે પોલીસ પહોંચી ગઈ..."

"અચ્છા અબ્બુ એ ન કહું ને કે નિકાહ થતો જ હતોને મારી બેન આવીને બોલી અમ્મીએ ફાંસી લઇ લીધી છે, હું દોડતી આવી એ પણ મારી પાછળ આવ્યો ને અમ્મીએ ફાંસી લીધી નહોતી પણ એમને અમને બંનેને જીવતાં ફાંસી આપી હતી..."

"સુલેમાન આ નઈ માને તમારી દીકરી..."

"અમ્મી માનીશ, હું આપીશ ગવાહી પણ અબ્બુને હકીકત તો કહી દઉં કે થયું તું શું..."

સવારે કોર્ટના દરવાજે આબિદ અલી એમના દીકરા માટે વકીલને લઇને ઉભા હતા. અરમાનને પોલીસ લઇને આવી એ એના પિતાને ગળે મળીને અંદર ગયો. આયત એના અમ્મી અબ્બુ સાથે આવી, એ નજર નીચે ઝુકાવીને કોર્ટમાં પ્રવેશી. આયતના નાની, માસી, મામા અને અક્રમ પણ આવ્યા.

"આ ગઈ એ છોકરી વકીલ સાહેબ..."

"આબિદ અલી ખોટું ન લગાડો તો જયારે છોકરી અમ્મી અબ્બુ સાથે આવે ત્યારે એ ગવાહી જ આપવા આવે જો એ ગવાહી આપશે તો અરમાનને પંદર દિવસનો રિમાન્ડ જાહેર થઇ જશે..."

"મને ખબર છે વકીલ સાહેબ પણ જો એ છોકરી ગવાહી આપે તો તમે એક શબ્દ ના બોલતા..."

"પણ કેમ? આમ તો આપણે કેસ હારી જઈશું..."

"હું મારા દીકરાને ઓળખું છું, જો એ ગવાહી આપશે તો એ ફાંસી એ પણ ચડી જશે પણ એની સામે નહિ બોલવા દે..."

અંદર કોર્ટમાં જજ, વકીલો અને બીજા લોકો ગોઠવાયા, કેસની વિગત દર્શાવાયી, બંને વકીલો એ પરિચય આપ્યો. આયતના પિતાના વકીલ એ જજ ને આજીજી કરતા કહ્યું કે એ છોકરીની ગવાહી સંભળાવવા માંગે છે. આયત ઉભી થઇ અને કઠહરામાં ઉભી રહી.

"હા તો આયત બોલો શું કહેવું છે તમારે..."

"જજ સાહેબ તમે જેને મુજરીમ કહો છો જો એ અરમાન મારો હાથ પકડીને આગના દરિયામાં કુદવાનું કહે તો પણ હું કૂદી જાઉં, તમારો મુજરીમ બીજો કોઈ નઈ મારો બાળપણનો મંગેતર છે. પહેલાં લાગતું હતું કે હું એને પ્રેમ કરું છું પણ હવે એમ થાય છે કે હું એને પ્રેમ નહીં એની પૂજા કરું છું. અગવા કરીને એ મને નહોતો લહી ગયો આ પી.એસ.આઈ.નો દીકરો જબરદસ્તી મારી સાથે લગ્ન કરવા આવ્યો હતો." આયત આમ કરતા બધી જ વાત જજ સાહેબને જણાવી.

જજ સાહેબે કહ્યું. "આયત તું ઉંમરમાં નાની છે બેટા આ ઉંમર ભણવા ગણવાની છે..."

"જજ સાહેબ હું તમારી વાત સાથે સહમત છું પણ આ ઉંમર નફરત સહન કરવાની પણ નથી ને..."

જજ સાહેબે બધી જ દલિલો સાંભળી કેસને રદ કર્યો અને અરમાનને બા ઈજ્જત બરી કર્યો. જજ સાહેબે લિયાક્તના પિતાની ટ્રાન્સફર બીજા શહેરમાં કરવાનો ઓર્ડર પણ આપ્યો અને આયતને કહ્યું કે તું તારા ઘરે રેહવા જવા માંગે છે કે અદાલત રહેવાની વ્યવસ્થા કરે. આયતે એની નાનીના ઘરે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. કોર્ટે આયત અને અરમાન આવતા ત્રણ વર્ષ સુધી લગ્ન ન કરી શકે અને પોતાનું ભણતર પૂરું કરે એ માટે સમય આપ્યો.

આયતને લઈને એના નાની, આબિદ અલી અને માસી જેતપુર પહોંચ્યાં. અહીં અરમાન અને અક્રમ રાજકોટ ઘરે આવ્યા.

અરમાનને જોઈ એના અમ્મી ફરીથી રડવા લાગ્યા.

"બેટા આ નિશાન કેવા..."

"અમ્મી એ તો આવતા રહેવાના... તું રડ નહીં..."

"તારા અબ્બુ ક્યાં છે?"

"એ ત્યાં નાનીને ત્યાં ગયા છે. આયતે કોર્ટમાં નાનીને ત્યાં રહેવાની વાત કરી છે... એટલે માસા માસી આયતને ત્યાંથી લઇ ન જાય એટલા માટે એ ત્યાં ગયા છે..."

"બેટા રુખશાનાનું તો ક્યારેય ભલું નઈ થાય આખા સમાજમાં દીકરીની આબરૂ ન રહેવા દીધી અને તને પણ કોર્ટના પગથિયાં ચડાવ્યા... હવે હું નહિ રોકુ બેટા તને... એ છોકરી થઇને આટલી હિંમત કરે છે તો તું પણ એના માટે લડી જજે હવે પાછી પાની ના કરતો... હુંયે જોવું છું એ શું કરી શકે છે..."

"હા અમ્મી પણ તમે પછી એમ ન કેહતા કે આ ઘા ક્યાં વાગ્યા ને રડતા નહિ..."

"બેટા એ તો કહીશ કઇ મા હોય જેને દીકરાના શરીર પર ઘાવ જોઈને જીવ ન બળે..."

આયત એની નાનીની પાસે બેઠી છે. આબિદ અલી એની સામે બેઠા છે.

"બેટા આયત તું સ્મિત સાખ મોઢા પર... તારી હસતા ચહેરા માટે તો અમે આ બધું સહન કરી રહ્યા છીયે..."

થોડી જ વારમાં ત્યાં દરવાજો ખખડે છે.

"જા મહંમદ દરવાજો ખોલ હું બેઠો છું ને..." આબિદ અલી બોલ્યા...

"માસા.. મારા અમ્મી અબ્બુ હશે..." આટલું બોલીને આયત અંદરના ઓરડામાં ચાલી ગઈ.

મહંમદ દરવાજો ખોલે છે. સામે આયતના અમ્મી અબ્બુ હોય છે.

ક્રમશ:...


Rate this content
Log in

Similar gujarati story from Crime