Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama Action Fantasy

4.9  

Kalpesh Patel

Drama Action Fantasy

મોના કા સોના

મોના કા સોના

10 mins
4.2K


હિન્દી ફિલ્મોએ અદાકાર ‘અજિત’ને વિલનના જે રીતે રજૂ કર્યો એનાથી નવી પેઢીને લાગ્યું કે, ‘આ અજીત’ને વિલનહોવા છતાં કેવા જલસા છે ?’ સ્ટીલની અટપટી ડિઝાઇનના ગોગલ્સ અને તેના સ્વિમિંગ પુલવાળા બંગલા, પોતાનો આઈલેન્ડ, હેલિકોપ્ટર્સ, મશીનગન્સ સાથે તેની સિક્યોરિટી માટે આજુબાજુ ફરતા માણસો અને ખૂબસૂરત સેક્રેટરી “મોના” અને બેસુમાર છોકરા છોકરીઓની ફોજ. હંમેશા શરાબ અને શબાબની તેમજ નિત નવા એડવેન્ચર સાથે ત્રણ કલાકની ફિલ્મ માં લગભગ પોણા ત્રણ કલાકની જાહોજલાલી ભોગવતા, અને પડદા પર છેલ્લે હીરોની સામે હમેશા અજિત હારી જતો હોય છે, પણ વાસ્તવમાં અજિત હિન્દી ફિલ્મ જગતના એક એવા ખલનાયકહતા કે જે લોકપ્રિયતામાં ક્યારેક હીરોથી પણ આગળ નીકળી ગયેલ. આવો, આ અજિત ના પાત્રને યાદ કરી કલ્પનાના જોરે તેના પાત્રના ચલણી નામ “લાયન” સાથે એકાદ સીકવન્સ માણીએ.

કપાયેલા ડાબા હાથ ઉપર સ્ટીલનો હુફ ફિટ કરાવી આમ જન માણસના મનમાં ખોફ વેરતો મુંબઈ શહેરનો અંધારી આલમનો બેતાજ બાદશાહ “લાયન” તેની ‘મોના ડાર્લિંગ’  સાથે સ્વિમિંગ પુલને કિનારે સિગારના ધુમાડા કાઢતો હતો. ત્યાંથી તેના વફાદાર માણસોને આદેશ આપે છે.

 ‘પીટર’ અપને આદમીઓકો બોલ દો, “બોસ” કો ના સૂનનેકી આદત નહીં હૈ, આજ શામકા મિશન પૂરા હોના હી ચાહીએ, મિશન પૂરા હોતે હી, તગડા કમિશન મિલેગાં યે લાયન કા વાદા હે, લૌયન કી જુબાન પથ્થરકી લકીર હૈ, વો તુજે બતાનેકી જરૂર નહીં હૈ. પીટર લગ જાવ કામ પે, મામલા પૂરા ૧૨૫ કરોડકા હૈ” પીટરે લહેકાથીથી કુરનીશ બજાવતા કહ્યું, “બોસ” આપ ખાલી-પીલી ચિંતા કર રહે હો, મૈંને પ્લાન પૂરા ફૂલ્પ્રોફ બનાયા હૈ, શેઠ તનુમલ ક સોના, આજ શામ આપકી ક્દમોમે હોગા”.

 ‘પીટર’ આજના મિશનથી તગડા કમિશન ની રકમ ના ખ્વાબ જોતો હતો. એનું ખટપટિયું મગજ વગર મહેનતે મોટી રકમ સરકાવવા માટેની ફિરાક માં હતું., મુંબઈમાં જવેરી બજાર સ્થિત શેઠ તનુમલનો મોટો જ્વેલરિનો શોરૂમ હતો, શો રૂમનો રોજનો વેપાર ૧૦ કિલો સોનાની આસપાસ રહેતો હતો, સોનાની સુધ્ધતા અને પાકું વજન, અને નવીનતમ ડિઝાઇન અને માલની ગેરંટી આ બધુ એક જગ્યાએ મળતું હોવાથી આમ જનતામાં શેઠ ‘તનુમલ’ના શોરૂમની આબરૂ – શાખ ઊંચી હતી, અને નાના મોટા દરેક ગ્રાહકને સંતોષકારક સર્વિસ મળતી હોવાથી સોનાના આભૂષણો માટે શેઠનો સ્ટોર લોકોની પહેલી પસંદ હતો. શેઠ ‘તનુમલ’નો કારોબાર ચોકખો હતો, અને તેઓની સોનાની જરૂરિયાત મહદ અંશે આયાતી સોના ઉપર આધારિત હતી. દર મહિનાની પહેલી બીજી તારીખે તેમનું કાચા સોનાનું પાર્સલ દૂબઇથી અચૂક આવતું હતું.પેડર રોડની મુંબઈ કસ્ટમ ડીપારમેંટની ઓફિસમાથી ડિલિવરી લેવા માટે શેઠનો વરસો જુનો વફાદાર કર્મચારી રસીકલાલ જતો, અને ઓર્ડર મુજબની સોનાની લગડીઓ લાવી શેઠને સુપરત કરતો હતો. છેલ્લા કેટલાય સમયથી પીટર આ નિયમિત થતી હિલચાલને જોતો હતો, થોડીક વાર આ ઉચાપતમા, તેણે બોસને બાજુએ રાખી, આખે આખો લાડુ જમવાના ઇરાદે, રસીકલાલને જ પોતાની પૈસાદાર થવાની યોજનામાં ભેળવવાનો વિચાર આવ્યો પણ તે ક્ષણજીવી નિવડયો, કારણ કે તે જાણતો હતો કે બોસના હાથ બહુ લાંબા છે, તેમજ રસીકલાલ ખુબજ ઈમાનદાર અને કર્તવ્યનિષ્ટ હોવાથી પીટરને તેનો સાથ મળવા અંગે શંકા હતી.તેથી બોસને માહિતી આપી, અને ‘લાયન’ બોસ પાસે, શેઠ તનુમલના સોનાને કેવી રીતે ઉપાડી લઈ શકાય તે અંગે માર્ગદર્શન માગ્યું. છેવટે બોસની શેતાની ખોપરીમાં એક ભયંકર યોજનાએ આકાર લીધો.

 યોજનાના અમલ માટે ‘રસિકલાલના એક બે ફેરાની રેકી કરવી તેવું નક્કી થયું. અને ઉચાપત કરવાના કારસાના અમલ માટે ઓક્ટોબર મહિનો નક્કી થયો, કારણ કે ઓક્ટોબર એન્ડમાં ધનતેરસ અને દિવાળી આવતી હોવાથી આ દિવસોમાં લોકોની સોનાની મોટી ખરીદી રહેતી હોવાથી , તે દિવસોમાં સોનાની આયાત પણ વધારે રહેતી હોવાથી એકજ હાથમાં મોટો દલ્લો લાગવાની ગેરંટી હતી. પીટરે તેના માણસ ‘કિસન’ને શેઠ તનુમલના શોરૂમમાં ડ્રાઈવર તરીકે રખવી લીધો. ‘કિસન મેકવાન’ ‘પીટર’નો વફાદાર સાથી હતો તેથી હવે ‘રસીકલાલ’ની રજે-રજ માહિતી પીટરને દૈનિક ધોરણે મળતી થઈ હતી.

 ‘પીટરે’ છેલ્લા ત્રણ મહિનાની રેકી દરમ્યાન જોયુ તો રસીકલાલ સોનાની ડિલિવરી લીધા પછી રસ્તામાં એક હનુમાનજીના મદિર પાસે અચૂક રોકાતા હતા અને તેઓ તેમના ડ્રાઈવર પાસે એક પેંડાનું પેકેટ અને શ્રીફળ તે મદિરમાં ભેટ મૂકવડાવતા અને પછીજ શો રૂમમાં જતાં હતા. આ આવિરત ક્રમ છેલ્લા કેટલાય વરસથી ચાલતો હતો.પીટરે નક્કી કર્યું કે ‘રસીકલાલ’નો ડ્રાઈવર મંદિરમાં પ્રસાદ ચડાવા જાય તે પળ જોખમ વગરની છે. અને તે પળે ‘રસીકલાલ’ પાસેથી સોનું સહેલાઈથી તફડાવી શકાય તેમ છે. વધારામાં પોલીસને ગુમરાહ કરવામાટે, આ સમય દરમ્યાન એક એટીએમ ની લૂંટનું નાટક કરવાનું પણ નક્કી થયું હતું 

 “લાયન” બોસની શેતાની ખોપરીએ ફૂલ-પ્રૂફ પ્લાન બનાવ્યો હતો તે મુજબ ડ્રાઈવર જે વખતે મંદિરમાં જાય તે વખતે, ‘પીટરે’ શેઠ તનુમલના વિશ્વાસુ કર્મચારી રસીકલાલ, કસ્ટમ માઠી છોડવેલા ‘સોના, સાથે બેઠા હોયતે ગાડીનો કબજો લઈ, ગાડીઅને સોના સમેત રસીકલાલને હાઈજેક કરી  સીધા વરસોવા વાળા બોસના અડ્ડે પહોચવાનું હતું , અને અડ્ડે પહોચ્યાં પછી ‘સોનું, તફડાવી, ‘રસિલલાલ’ને ગાડી સમેત વરસોવાની ખાડીમાં પધરાવી દેવા.આખું ઓપરેશન ૩૦ મિનિટમાં પતાવવાનું હતું. દેખીતી રીતે લોલી-પોપ સમું ૧૫૦ કરોડનું ‘સોનું, સહજમાં હાથ લાગવાનુ હતું, આમ છતાં, આ આખા નાપાક ષડયંત્રમાં સૂત્રધાર માત્ર “લાયન” બોસ અને પીટર બે જણ જ હતા. બાકી બધા શતરંજના પ્યાદા એટીએમના ખોટી લૂંટના નાટકના સૂત્રધાર હતા.

 ‘લાયન’ની બેજોડ યોજના એવી હતી કે......, કસ્ટમની ઓફિસેથી ‘રસીકલાલ’ સોનું લઈ નીકળે અને શોરૂમ પહોચે તે દરમ્યાન રસ્તા માં તેને લૂંટી લેવો....!!!! કિસન મેકવાન દ્વારા સાંપડેલી માહિતી સોલીડ હતી, તો ‘લાયન’ ની યોજના ફૂલ-પ્રૂફ હતી. આજે બપોરે ત્રણવાગે રસીકલાલ પેડર રોડ ઉપરની કસ્ટમ ઓફિસથી ડ્યુટી ભરી સોનું કસ્ટમ ઓફિસેથી છોડાવી, ૩૦૦ કિલો સોનાના બિસ્કિટ લઈને રાબેતા મુજબ તે ઝવેરી બઝારના શો રૂમ પર આવવાનો હતો.બપોરે લંચ પછી, રસીકલાલે ડ્યુટીનો ડ્રાફ્ટ બેંકમથી માંગવી લીધો લીધો અને રઘુ ડ્રાઇવરે ગાડીમાં હવા પાણી ચેક કરાવી પેટ્રોલ ફૂલ કરવી લીધું હતું. રસીકલાલે શોરૂમથી નીકળી રસ્તામાંથી મોહનલાલ મીઠાઇ વાળા પાસેથી પ્રસાદ માટે પેંડાનું પાકેટ લીધું. વરસો જુના રધુ ડ્રાઇવરને કોઈ સૂચનાની જરૂર નહતી કે ક્યાં અને શેના માટે ગાડી લઈ જવાનું છે. નિત્યક્રમ પ્રમાણે કસ્ટમ ઓફિસની કાર્યવાહી પતાવી અને સોનું લઈ પાછા વળતાં મંદિરે, આવી રઘુએ ગાડી થોભાવી ત્યારે તે હવે પછીના આકાર લેતી ભયાનક ઘટના ક્રમથી તે બિલકુલ અજાણ હતો.

 હવે યોજનાના ભાગ રૂપે ‘પીટર’ પેડર રોડ પર આવેલા એકાંત પીએનબીના એટીએમ ઉપર ગયો અને કાર્ડ નાખી એટીએમ ઓપરેટનું નાટક કરતો રહ્યો અને જાણી બુજીને એટીએમ મશીન ને ટેમ્પર કરતો હોય તેવું નાટક કર્યું, અને બધી હરકત સી એ ટીવીમાં નોધાય તેની કાળજી લીધી અને તેણે કોઇની ચોરેલી કારથી મારતી જડપે રસીકલાલની ગાડીને ચેઝ કરી,  પહેલા મદિરે પહોચી ગયો. અને આ દરમ્યાન તેની ટીમના અન્ય બે સાગરીતો પીએનબીના એટીએમની આસ પાસ શંકાસ્પદ હરકતો કરતાં રહ્યા હતા.

 “લાયન’ બોસના ફૂલપ્રૂફ પ્લાન મુજબ જેવી રસીકલાલની ગાડી હનુમાનજીના મંદિરે પહોચી અને તેનો ડ્રાઈવર રઘુ ગાડી પાર્ક કરી,મંદિરે પ્રસાદ ધરાવા પહોચ્યો ત્યારે, ‘પીટર, સિફતથી તેણે ચોરેલી ગાડીમાંથી બહાર આવ્યો. હવે તે ‘ગાડી’ની તેને કોઈજ જરૂર નહતી. ‘પીટરે. સીગરેટનો છેલ્લો કસ ખેંચી, તેનું ઠૂંઠું, ડાબા પગ વડે મસળતા એક નજરે હનુમાનજીના મંદિરની ધજા જોઈ. તે લોકોની શ્રધ્ધા જોઈ મૂંછમાં હસ્યો, હનુમાનજીને કેટલાય પેંડા અને નારિયેરના પ્રસાદના ભોગ પછી પણ આજે તેનો ભક્ત રસિકલાલ બસ હવે લૂંટાવાનો હતો,  તેને બેફિકરાઈથી રસીકલાલની ગાડીનો કબ્જો લીધો, રેકીની વિગત પ્રમાણે ગાડીની ચાવી ગાડીમાંજ રઘુ રાખતો હતો, તે મુજબ ‘પીટર’ની કાતિલ નજરે જોયું તો આજે પણ ચાવી ગાડીમાજ હતી, મનોમન ‘કિસન મેકવાન’ની આપેલી માહિતી બદલ માન થઈ આવ્યું.પીટરે જોયું, ‘રસીકલાલ’ કોઈ છાપું વાંચતાં હતા. એકદમ ગાડીનો દરવાજો ખૂલતાં ‘રસીકલાલ’ છાપુ વાંચતાં વાંચતાં - બોલ્યા અરે રઘુ આજે તો ભારે ઝપાટો કર્યો. આટલો જલ્દી... આગળ ‘રસીકલાલ’ કઈ બોલે કે જુવે તે પહેલા ‘પીટર’નો કદાવર અને હથોડા જેવા હાથની વીંઝાયેલી ઝાપટથી ‘રસીકલાલ’નો ગાલ ચિરાઈ ગયો અને બેભાન થઈ ગયા. ‘પીટરે, પળના વિલંબ વગર ગાડી રિવર્સમાં લઈ વરસોવા તરફ ભગાવી... પરંતુ કોઈ પણ ગુનો પરફેક્ટ નથી હોતો... એકાદ કિલોમીટરના અંતરે ગાડી આગળ ધપી ત્યાં ગાડી ડચકા ખાઈ ઊભી રહી ગઈ. ‘પીટરે’ મુંજાતા ગાડીનો દરવાજો ખોલી બહાર આવી એક નજર પાછળ રોડ ઉપર નાખે છે, તો તેને એક રેલો તેની ગાડી આવી અટકતો જોયો, અને તેને તરતજ ખ્યાલ આવ્યો આતો પેટ્રોલનું લીકેજ લાગે છે તેણે ગાડીનું બોનેટ ખોલ્યું, અને નીચો નમી જોવા જાય ત્યાંસુધીમાં તો તેના માથા ઉપર કોઈ અજાણ્યા હાથે એક પાઈપથી ફટકો પડીચુક્યો હતો.

***

મોના ડાર્લિંગે એક સાથે બે સિગારેટ મોમાં મૂકી પેતાવી તેમાથી એક સિગારેટ માદક અદા સાથે, તેણે ‘લાયન’ બોસના મોમાં મૂકી, ‘લાયન’ બોસે મોનાને પાસે ખેચી, દીર્ઘ આલિંગન આપી, સિગારેટનો, ઊંડો કસ ખેંચી મોટું મસ ધૂમાડાનું વાદળ તેની પ્રેમિકા “મોના” ઉપર છોડ્યું. અને “મોના’ના ગાલે ટપલી મારતા બોલ્યો, “મોના ડાર્લીંગ”, બસ થોડા ઔર સબ્ર, ફીર યે “લાયન” આજકા લૂંટા હુવા “સોના” કે સાથ તેરા. ઓહ ‘લાયન’ યુ આર રિયલી, નોટી બોય કહેતા મોનાએ મારકણું હાસ્ય વેરયું અને ‘રસીકલાલ’ની ગાડીની ડીકીમાંથી સોનાની લગડીઓ કાઢવા માટે ઉકસાવા તેણે લાયન ને ઈશારો કર્યો. અને લાયને, મોનાના હાસ્યથી ઘાયલ થતાં બીએમડબલ્યુ ગાડીની વિશાળ ડીકી ખોલી, તો જોયું તો અંહી તો એક નાની તિજોરી પડેલી હતી અને બાજુમાં ઢગલા બંધ ડ્રાય ફ્રૂટના ગિફ્ટ બોક્સ હતા. આ એક અણધારી ઘટના હતી, જેની જાણ ‘પીટરે, ‘લાયન’ને નહતી કરી. થોડીક્જ પળ વિચલિત થયેલા ‘લાયને, હવે તેની ગાડી રિવર્સમાં લઈ રસીકલાલની ડીકી પાસે લાવી ઊભી કરી અને “મોના”ની મદદથી મહામુસીબતે આખે-આખી તિજોરીને તેની ગાડીની ડીકીમાં પધરાવી, બંને પ્રેમી પંખિડા તે જગ્યાએથી રફુ ચક્કર થઈ ગયા ત્યારે ‘રસીકલાલ’ને થોડુ ભાન આવતું જતું હતું.

 ‘રસીકલાલ’ને પાછલો ઘટના ક્રમ બરાબર યાદ આવી ગયો. ગાડીમાં પ્રસાદનું પેકેટ નહતું અને ગાડીનું ખુલ્લુ બોનેટ જોતા કોઈ અસમાન્ય બીનાની આશંકા થતાં તેમણે ‘મોબાઇલ’મા “એસઓએસ” નું બટન દબાવી ગાડીમાં બેઠા રહ્યા.

***

આજની ઉજવણીના ભાગ રૂપે, હોટેલ લાયનના ડાંસ ફ્લોર પર અગણિત પગ થરક્તા હતા, વાતાવરણમાં કાર્યો કેનનથી ફેલાતા ધુમાડાના વાદળ, અને સિક્સ ચેનલ જે બી એલ ની ૫000 વોટ્સનીમ્યુજિક સિસ્ટમ લાયન હોટેલના બંક્વેટ હોલમાં હાજર રહેલા હૈયાને બહેકવા માટે પૂરતા હતા.આજે ‘મોના’ ડાર્લીંગની મદકતા ચરમ સીમાએ હતી. એક કોઈ અનેરા ઉત્સાહ સહિત તેની લચકતી કાયના કામણ પાથરી બેધડક નાચી અને લોકોના દિલ ઉપર તેના નયનના તીરો છોડી રહી હતી, અને તેને નાચતી જોઈ બીજા પણ ઉત્સાહમાં નાચી રહ્યા હતા.લાયન હોટેલના આ અનોખા હોલમાં રહેલા બધા નશીલી સિગારેટના ધૂણા અને શરાબના જામમાં ખોવાયેલ હતા એક માત્ર “લાયન” બોસ તેની ઓફિસમાં બેસી રસીકલાલની તિજોરીને ખોલવા વ્યર્થ પ્રયન્ત કરતો હતો. આખરે તેણે તેના આસીસ્ટંટને ગેસ કટરની વ્યવ્સ્થા કરવા ઓર્ડર આપ્યો. અને તેની રાહ જોતાં જોતાં તે પણ મોનાની અદા ઓમાં ખોવાતો જતો હતો.

આખરે લાયન બોસના બટલર ઇકબાલે તેની ઓફિસમાં એક વેલ્ડરને લઈ આવ્યો, અને તેણે તેની હાજરી પુરવી, ત્યારે લાયન બોસે મોનાથી નજર હટાવી ઇકબાલ સામે જોયું, ત્યારે ઈકબાલને પણ સમજાઈ ગયું, કે જગતમાં પ્યાર મહોબ્બત એ માત્ર નાટક છે અસલી વસ્તુ તો દોલત છે, એક ક્ષણ પહેલા લોલુપ નજરુંથી બોસ, તેની પ્રેમીકા ‘મોના’ને ડાન્સ ફ્લોર ઉપર ટગર ટગર જોતો હતો , પણ દલ્લાની વાત આવી એટલે, બોસની નજર કોરી થતી ઈકબાલને જણાતી હતી. ‘લાયન’ બોસે ઇશારાથી વેલ્ડરને તિજોરી બતાવી, અને બાકીનું કામ ઈકબાલે, વેલ્ડરને સમજાવી દીધુ કે શેઠને તિજોરીની ચાવી મળતી નથી એટલે તિજોરીની દરવાજો ગેસ કટરથી કાપી નાખ. વેલ્ડરે હુકમ પ્રમાણે તેનું કામ ચાલુ કરી દીધુ. અને આખરે તિજોરીનો દરવાજો કપાઈને નીચે પડ્યો ત્યારે એકી સામટી બે બીના બની.......!

 દરવાજો કપાઈને નીચે પડતાં, તિજોરીની અંદર રહેલ માલ ઉપર નજર પડતાં “લાયન” ચોંકી ગયો ! તિજોરીમા નકરા પથ્થરો ભરેલા હતા, અનાયાસે તે લમણે હાથ દઈને બેઠો હતો, ત્યાં.. તેના ફોન ઉપર મેસેજ આવ્યો કે ‘હોટેલ લાયન’ ને ક્રાઇમ બ્રાંચના ચુનંદા જવાનોએ ઘેરાબંધી કરી સીલ કરી દીધી છે. અને ઇન્સપેકટર વિનોદ, બોસની ઓફિસ તરફ આવી રહ્યા છે. ‘લાયન’ વધુ કઈ વિચારે તે પહેલા. ઈન્સ્પેકટર વિનોદ, તેના લમણે, “વેબલી’ રિવોલ્વર તાંકી ઊભો હતો.અને ઠંડા અવાજે તે બોલતો હતો  “મિસ્ટર લાયન યોર ટાઈમ ઇજ ઓવર”, “યુ આર અંડર એરેસ્ટ” 

ત્યાર પછીના ઘટના ક્રમમાં, કાબેલ ઈન્સ્પેકટર વિનોદની રાહબરી હેઠળ ‘લાયન’, હાથમાં સરકારી ઝાંઝરિયા પહેરી, વરઘોડો કાઢી, તે અંધારી આલમના કલાકારોના અંતિમ વિશ્રામ સ્થળે પહોચ્યો ત્યારે માથે પાટો બાંધેલી હાલતમાં પીટર, લાયન સામે ઘુરકીયા કરતો પહેલેથી આવી ચૂક્યો હતો, બંને લોકોને શેઠ તનુમલના સોનાની ઉચાપતના તેમજ રસિકલલના ખૂનના કાવતરાના સંગીન ગુના બદલ બુક કરેલા હતા. જેલમાં રહેતા- રહેતા, તે બંનેમાં મગજમાં અંગત હિસાબો સરભર કેવીરીતે કરવા તે સવાલ કરતાં, પોલીસને તેમની યોજનાનુ પગેરું ક્યાથી મળ્યું તે સવાલ વધારે ઘૂમરાઈ રહ્યો હતો.

 થોડાક દિવસ પછી ઈન્સ્પેકટર વિનોદે જ્યારે જેલના ઈંટરોગ્રેશન રૂમમાં એન્ટ્રી લીધી, ત્યારે બંનેએ ગુનો કબુલ કરી લીધો, પણ તેઓનો એક સવાલ કોમન હતો.તમને ક્યાથી સગડ મળ્યા કે અમે શેઠ તનુમલનું સોનું ઉપડવાના છીએ.

 ઈન્સ્પેકટર વિનોદે હસતાં કીધું, ‘શેઠ તનુમલ’નો આખો ધંધો સ્ત્રીઓની મોટી નબળાઈ ઉપર ચાલે છે. તેજ પોઈન્ટે મને તમારો ભેટો કારવી લીધો. ‘પીટર’તો ઈન્સ્પેકટરની ગૂઢ ભાષા ઉકેલતો હતો, પણ ‘લાયન’તો હુકમ કરવા ટેવાયેલો, એટ્લે સીધું તેણે પૂછીલીધુ, અરે ભાઈ વાતમાં મોણ ઓછું નાખવાનું રાખ, જગતની કોઈ જેલના દરવાજા એવા મજબૂત નથી કે ‘લાયન’ને સંઘળી શકે. બહુ થયું, હવે કઈ ફોડ પાડ ખાખી પહેલવાન,

 ઈન્સ્પેકટર વિનોદ બોલ્યો,...ઓહ મોટો મસ.. અંધારી આલમનો સિંહ.. અને.. તેના મગજ..ને નામે મીંડું.. આતો કાગળનો સિંહ નીકળ્યો. ચલ, કમીના.. સિંહના ચામડામાં ફરતા એ ગલીના કુતરા, કાન ખોલીને સાંભાળ, ‘સોનું. એ આદિ કાળથી સ્ત્રીઓની નબળાઈ છે, અને તારી માશૂકા ‘મોના, તેમાથી કેવીરીતે બાકાત રહી શકે ?. ‘મોના’ને તારી જુબાન કરતાં અધિક, સરકારી રિવોર્ડ ઉપર વધારે ભરોશો હતો, તે મારી ઇન્ફોર્મર હતી. અને તેણેજ મને તારી યોજનાની જાણ કરી હતી.

 અમને જાણકારી મળેલી હતી એટલે, અમે ‘શેઠ તનુમલ’ને સાવધાન કરેલા હતા. અને તે મુજબ ‘રસીકલાલે ડીકીની તિજોરીમાં પથ્થર ભરેલા હતા, અને અસલી સોનું ડ્રાય ફ્રૂટના ખોખઓમાં રાખેલું હતું. ‘રસીકલાલ’ પ્રમાણિક અને નિષ્ઠાવાન હતો તેણે મોટું જોખમ ઉઠાવીને સરકારને સહકાર આપ્યો હતો. પણ ઑ ગંદી નાલીના કીડા ‘લાયન. તારી આ અંધારી આલમમાં પણ પ્રમાણિક્તા હોય છે, ચલ હવે તું મને બતાવ તે પીટરને કેમ માર્યો ?

 લાયન બગાસું ખાતા બોલ્યો, જવાબ દેવાની મારી આદત નથી. પણ આજે તને જવાબ આપુછું. ઈન્સ્પેકટર સાંભાળ તે મારો અંગત હિસાબ હતો, તેનાથી વધારે જાણવાનું તારું કામ નહીં, મે જ કિસાન ડ્રાઈવરને કહી રસીકલાલની ગાડીની પેટ્રોલની ટાંકીમાં નાનું કાણું પડાવડાવેલ, અને તેની ગાડી મંદિર પહોચે તે પહેલા રસ્તામાં આંતરવાનો પ્લાન હતો, પણ કંમબખ્ત કાણું જરૂરથી વધારે જીણું પડી ગયું અને ગાડી મંદિરે પહોચી ત્યાર પછીની વાતથી તું વાકેફ છે. તે સારું કર્યું કે ‘મોના.ની બેવફાઇથી મને વાકેફ કર્યો, તેનું કામ ટૂંકમાં હું તમામ કરી દઇશ.

 અરે ‘લયાન’ના બચ્ચા, તને દસ વરસની સજા થવાની છે અને દસ વરસની સજા પછી તારા મગજના બધા પુરજા છૂટા થઈ જશે ત્યારે તું તારું નામ અસલી નામ ભૂલી તારા કેદી નંબર ૨૩૧માં જૂના નામને શોધતો ફરતો હશે.દસ વરસની કેદ પછી તું બધુજ ભૂલી જવાનો છું.

બધાજ પુરાવા અને સબળ શાક્ષીઓની ફોજે ઈન્સ્પેકટર વિજયનું કામ આસન કરી દીધું હતું, અને મોનાને ૧૫૦ કરોડની સંભવિત ચોરી રોકવા મદદ કરવા બદલ એક કરોડ રૂપિયા નગદનો પુરસ્કાર અને સરકારી નોકરી મળી ત્યારે, ”મોના કો અસલી સોના” મિલ ગયા થા ઔર લાયન બોસ બકરી બન કર આપણે સાથી પીટર કે સાથ જેલકી ચક્કી પીસ રહા થા.  


Rate this content
Log in

Similar gujarati story from Drama